લેબલ ઉડાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઉડાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

1 જૂન, 2015

તારી નજરના ઘાયલ હજારો છે.... (Udaan 100)



તારી નજરના ઘાયલ હજારો છે....
બેલાને ફોટોગ્રાફીનો શોખ. પેલાને પણ....બસ હોં! ઓલાને પણ.... બસ કીધુંને યાર! પડી ગઇ ખબર. ફોટોગ્રાફી વિશે ઝાડવાના આજે તમે. વાહ પાર્ટી.શીખી ગયા તમે. પણ લીટલ લીટલ. વાત ફોટોગ્રાફીની નથી. ઇમેજની છે.બેલાને ઓળખો?એના નવા ફ્રેન્નઝ થયેલા. બૂક સ્ટૉલમાં મળેલા.પછી ફેસબૂક. ને પછી, ફ્રેન્નઝ ઑફ ફ્રેન્નઝ. ને પછી, સો મૅની ફ્રેન્નઝ.કેવા મસ્તીલા મોજીલા. બે-રોક. બે-ટોક. ઑનલાઇન ટીક-ટૉક. બિનધાસ્ત પીપલ. લાઇવ એકદમ. બધાને મન થાય. એમની માફક થવાનું.સ્ટાઇલિશ નૉટ્ટી. જાહેર ફૉરમમાં. હેઇ યૂ! માય લવલી મિસ્ટેક.ફ્રેન્નઝ તો આવા જોઇએ. મળીએને માઇન્ડ ફ્રેશ.
સવારના દસ થયા નથી. બેલાનું લૅપ્પી ઑન. ઍન્ડ વન-ટૂ-થ્રી.... બધી બોરડમ ગૉન. બસ એમના સ્ટેટસ. એમની કમેન્ટ્સ. એમની રકઝક. વાંચી વાંચીને ખુશ થાય.એક છોકરો એમાં કાબેલ આર્ટિસ્ટ. બધાના પ્રોફાઇલ પિક્સ.એવા તો આબાદ સજાવે. ઑર્ડિનરી લૂક. તોય ઇમેજ ફરી જાય. હેઇ.... મારું પિક્ પણ આવું બનાવ. બેલાએ એને કીધું. ઑફ કોર્સ સ્વીટી. ને બેલા ઇમ્પ્રેસ્ડ. દસમી મિનિટે. બેલાનું પ્રોફાઇલ પિક્. કેવું સુંદર!બેલાની વૉલ પર અપલોડ કર્યું.તારી નજરના ઘાયલ હજારો છે..... એવી કમેન્ટ સાથે. ઉઉપ્સ! શરમ કોઇ આમંત્રણની રાહ જુએ? આવી ગઇ. ઘેરી વળી બેલાને. અને એક સામટી હજારો લાઇક્સ.જો કે, બેલાની આંખો પણ ખરેખર સુંદર હતી. મોસ્ટ ટ્રેડિંગ ટૉક બની ગઇ.બેલાની તસવીર. એણેઆર્ટિસ્ટને થૅંક્સ કહ્યું. યૉર આઇઝ આર કૉઝિંગ ટૅરર. પેલાએ કમેન્ટ લખી. ટીનએજ સુંદરીને બ્લશ થવા બીજું જોઇએ શું?
એક જ દિવસમાં સૅલિબ્રિટીની ઇમેજ!ખુશખુશાલ હતી બેલા. સાંજે ગાથાનો ફોન આવ્યો. બહુ છાપરે ચઢ્યા છો તમે?લૅટ્સ મીટ. સમથિંગ અરજન્ટ? બેલાએ પૂછ્યું. હા, ઘેર આવ જલદી. બીજું કોઇ હોય તો ઇગ્નૉર કરે. પણ ગાથા. બેલાની બેસ્ટી. એ મજાક ના કરે. પહોંચી ગાથાને ઘેર. એના લૅપ્પી ઉપર પણ પેલી જ તસવીર. ઑઉ બેઇબ્બે યૂઉઉઉ ટૂઉઉઉ? બેલાએ હરખમાં પૂછ્યું. બે પાઇની અક્કલ ખરી?ગાથા અકળાયેલી હતી. અરે ગાથા, આ તો હૉટ ફેવ.... શટ્ અપ બેલા!ઓરડામાં ચૂપકીદી છવાઇ ગઇ. પણ પ્રૉબલેમ શું છેગાથા?તારી આ ઇમેજ. સૌથી મોટો પ્રૉબલેમ.એટલે?છેલ્લી કમેન્ટ જોઇ? હા, પેલી ટેરર વાળી. ઍક્ઝેક્ટલી. એ જ વાત. ટેરર અટેક. તારું આ પિક્. આતંકનો સંદેશ. વૉટ દ હૅ....? હું કંઇ સમજી નહીં. ગાથાએ ફોટોગ્રાફ એક નવા સૉફ્ટવૅરમાં ઓપન કર્યો. આંખો ઉપર ઝૂમ કર્યું. લો જુઓ મૅડમ. વાંચો ધ્યાનથી. શું લખ્યું છે?
બેલાની આંખો રીતસર ફાટી ગઇ. ઓહ્.... માય.... ગુડનૅસ?બાપરે, હવે શું થશે?જેલ. લાઇફ ઇન પ્રીઝન. અથવા.... ના ગાથા પ્લીઝ. આમ સ્કૅર્ડ. બેલાના ચહેરાનો રંગ ઉડી ગયો.ખૂબસૂરત આંખો ભીંજાઇ ગઇ. ફોટોગ્રાફ ડીલિટ જ કરી દઉં તો? કોઇ ફેર નહીં પડે. મૅસેજ તો ક્યારનો પહોંચી ગયો. હવે?આવે છે, હેડ ઑફ પોલિસ. એટલે મને અહીં બોલાવી?હા, તને પકડીને જેલમાં પૂરીશ. ચિફે આવતા જ કીધું. પછી હસ્યા.કામ ડાઉન ગર્લ. હું હૅલ્પ કરવા આવ્યો છું.એમણે ફોટોગ્રાફ ધ્યાનથી જોયો. હંઅંઅં.... સ્ટેગેનોગ્રાફી!બ્રિલિયન્ટ જૉબ.ગાથાને શાબાશી આપી.પછી બેલા સામે જોયું. ફોટો ભલે તારો હોય. અપલોડ કોઇ બીજાએ કર્યો છે. સો રીલૅક્સ!સાયબર ઍક્સપર્ટ બૅકઅપ લઇ રહ્યા છે. તસવીર ડીલિટ કરીશ તો પેલોઍલર્ટ થશે. લૅટ ઇટ બી. ટોળીને રંગેહાથ પકડીશું. સાવધાનીના સૂચનો આપી ચિફ્ ઝડપથી નીકળ્યા. બીજા દિવસે બપોરે છ જણની ગૅંગ ઝડપાઇ પણ ગઇ.
સ્ટેગેનોગ્રાફી. વર્ષો જૂની રીત. ગુપ્ત સંદેશાની આપ-લે માટે.જીસૂસી તંત્રો. આતંકવાદી સંગઠનો. હવે ડિજિટલ ફૉર્મેટમાં પણ કરે. માત્રફોટો નહીં. વિડિયો ફાઇલમાં પણ. ગુપ્ત સંદેશા હોય. ડિજિટલ વૉટરમાર્કિંગ. એને ઉકેલવા ગાથા જેવા ઍક્સપર્ટની જરૂર પડે. અંહં.... સર્ચ મારો. ૮૦૦થી વધારે ઍપ્લિકેશન્સ મળશે. એનકોડિંગ ડીકોડિંગ માટે. પણ એ બધી ઑર્ડિનરી. ભેદી કામો માટે રોજ નવી ખૂફિયા ઍપ બને. એને ડિસ્ટ્રૉય, આઇ મીન, ભેદવી પડે. ત્યાં જોઇએ કાબેલિયત. કોઇ પ્રોગ્રામમાં ડીકોડ ના થાય એવી ઇમેજ. એનો મૅસેજ. શોધતા આવડે તમને?
તો આવતીકાલ તમારી!કમ્પ્યુટરસ્ટુડન્ટ્સને વિશેષ ઍડવાન્ટેજ. સ્ટેગેનોગ્રાફીમાં સ્પેશ્યલાઇઝેશન પણ કરી શકાય. અને એં.... કંઇ ના કરવું હોયને. તો એક સિમ્પલ ટૅક્નિક. કોઇ પણ બિટમૅપ ઇમેજ. નૉટપૅડમાં ખોલો. ફોટોગ્રાફ નહીં. જંક કૅરેક્ટર્સ દેખાશે. એમાં છેલ્લે મૅસેજ લખી કાઢોક્યાંક. ફરી સેવ કરો. એક સિક્રેટ ફાઇલ બનશે. આ તમે કરેલી સ્ટેગેનોગ્રાફી. એ જ ફોટોગ્રાફ. હવે વિથ મૅસેજ. માત્ર તમે જાણો અને હું જાણું. કે ગાથા જેવી કોઇ ઍક્સપર્ટ પકડી પાડે. ઑફ કોર્સ.આ તો સાવ સિમ્પલ ટૅક્નિક. સ્ટેગેનોગ્રાફીની દુનિયાતો ઘણી આગળ વધી ગઇ. ત્યાંચૅમ્પિયન્સ જોઇએ. તો બની જાવને યાર!કરિયર તો ત્યાં છે....
પોલિસે કેવી રીતે પેલી ગૅંગ પકડી?એનો જવાબ પણ આ લેખમાં મળશે. બીજો પૅરા જુઓ. હવે એક કોડ આપું. ૧૨૯૧૩. એ જ પૅરાના શબ્દ નંબર. ૧,૨,૯ અને ૧૩. વાંચ્યા? સવારના દસ, વન-ટૂ-થ્રી બસ. એ જ મૅસેજ બેલાની આંખમાં પણ હતો. ડિજિટલી એનકોડેડ. ઉપરથી નજરના ઘાયલહજારો. આઇઝ કૉઝિંગ ટેરર. જેવી કમેન્ટ્સ. પોલિસે વારો કાઢી નાંખ્યો પછી. મવાલીઓને બસની આસપાસ જ ઝડપી લીધા.ગાથાપણ હવે મસ્તીમાં હતી.યૉર આઇઝ બેબ્ઝ! વર્થ કૉઝિંગ ટેરર.બેલાને પિંચ કરતા એણે કીધું.
Viral Mehta

25 મે, 2015

૧૨ અને ૨૧ વચ્ચે મિલિયન્સનો કારોબાર (Udaan 99)


૧૨ અને ૨૧ વચ્ચે મિલિયન્સનો કારોબાર
બાર વર્ષની ઉંમર. ટીનએજનો રંગીન ઉંબર. પગ તળે અંબર. દિલ દુનિયાભરની મસ્તીનોસમંદર. બાળપણના ભોળપણનું ગળપણ. ઉપર કૌમાર્યના નમકની છાંટ. ક્રિસ્પી સૉફ્ટ. અને સૉલ્ટી સ્વીટ. દરેક સ્વાદ રંગીલો. દરેક રંગ સ્વાદિષ્ટ. ધિંગામસ્તી સિવાય કંઇ સૂઝે નહીં. આને પણ મસ્તી સૂઝેલી. ગળ્યું ખાવાનો શોખીન. રોજ મીઠાઇ તો મળે નહીં. ઘરમાં જામ –મુરબ્બો. એની બરણીહોય.દાદીમા નવરાશમાં બનાવી રાખતા. જાતભાતના જામ. કઇ રીતે બનાવતા હશે?હું પણ શીખી જઉં. પછી ગળ્યું ખાવા માટે કોઇની સાડીબાર નહીં. ૧૪ વર્ષની ઊંમરથી એ શીખતો ગયો. પાક્કું શીખી ગયો. પોતે બનાવતો. શોખથી ખાતો. અડોશ પડોશમાં પણ....લો ચાખો, આપ્પડે બનાયો. સૌ આંગળા ચાટી જતા. એ ફ્રેઝર, એક કામ કરને બકા!અમને પણ બનાવી દેને? રીતસર ડિમાન્ડ ઊભી થઇ. ઑર્ડર્સ મળવા લાગ્યા. ૧૬ વર્ષની ઉંમરે પોતાની બ્રાન્ડ લૉન્ચ કરી દીધી. સુપરજામ.
જામની પૉપ્યુલારિટી જામી પડી. ૨૦૦૭માં યુકેની એક સુપર માર્કેટ ચેઇને ફ્રેઝરનો કૉન્ટેક્ટ કર્યો. ૧૮૪ સ્ટોર્સ માટે. ઘરઘરાઉ જામ ઘેરઘેર પહોંચ્યા. ફ્રેઝરે સુપર માર્કેટના ઑર્ડર સામે લોન લીધી. ૯૦૦૦ ડૉલર્સની. ૨૦૦૯માં એસ્ડા વૉલ-માર્ટ જેવી મહાસુપર માર્કેટ.એની સુપર સ્ટૉકિસ્ટ બની.હવે મિલિયન્સમાં રમે છે,ફ્રેઝર ડોહર્ટી. કહે છે, બિઝનેસ એની જગ્યાએ. જામ મેકિંગ મને સૌથી ગમતું કામ છે. એટલે શોખથી કરું છું. ફ્રેઝર બિલકુલ સ્વાર્થી નથી. જામની ફૉર્મ્યુલા એણે સંતાડી નથી. પુસ્તક લખ્યું. સુપરજામ તમે પણ ઘેર બનાવી શકો. આ છે, નૅક્સ્ટ જનરેશન. જેને પોતાના હુનર પર ભરોસો છે.
બાર વર્ષની ઉંમર સુધી મા-બાપની જવાબદારી. તેરમા વર્ષથીદરેક કર્મ માટે બાળક પોતે જવાબદાર. એ જવાબદારી સોંપવા દિક્ષા સમારંભ થાય. દીકરી હોય તો બારમા વર્ષે.બેત મિત્ઝવાહ. દીકરો હોય તો તેરમા વર્ષે. બાર મિત્ઝવાહ. યહૂદીઓમાં આ સૌથી મોટો ઉત્સવ. પિતા ઇશ્વરનો આભાર માને. સંતાનોને વિના વિધ્ને બાર પાર કરાવ્યા બદલ. સગા સંબંધીઓ ભેટ આપે. બાર મિત્ઝ્વાહ કૅશ. એક છોકરાએ આ કૅશથી બિઝનેસ શરૂ કર્યો. પૅની સ્ટૉક ઇન્વેસ્ટમેન્ટ. એક પાઉન્ડથી ઓછી કિંમતનો સ્ટૉક. એમાં કરેલું રોકાણ એટલેપૅની ટ્રેડિંગ. ધંધો જોખમી પૂરેપૂરો. આંધળું રમે એને માટે. પ્લાનિંગથી રોકણ કરનારનેકોઇ નુકસાન નહીં. છોકરો શીખતો ગયો. રોકાણમાં ફાયદોથયો. ફરી રોકાણ કર્યું. પૅની પૅની કરતા મિલિયનર થઇ ગયો. ટીમોથી. ૨૧ વર્ષની ઉંમરે. ૧. ૫ મિલિયન ડૉલર્સના સ્ટૉકનો માલિક બની ગયો.  સ્વાર્થી તો એ પણ નથી. પોતાની અક્કલ ઉપર ભરોસો છે. યુવાન રોકાણકારોને પૅની ટ્રેડિંગની ટૅક્નિક શીખવે છે. ટીમોથી સ્કાઇઝ. સફળતાના આભને અડકે છે.
દોસ્તો!અભ્યાસ પૂરો થતા પહેલા મિલિયનર. નાની વાત નથી. અને જરાય મોટી વાત પણ નથી. જરૂર છે, માત્ર આત્મસૂઝની.શિક્ષણ કદાચ કામ શીખવે. પણ કામ સોએ સો ટકા ઍક્સપર્ટ બનાવે. તમને કોઇ શોખ ખરો?એ પૂરો કરવાની જ તમન્ના?કે પછી, એનું અસલ શોધવાની તાલાવેલી પણ ખરી? ભાવતી વાનગી જમ્યા. એ જાતે બનાવવાનું વિચાર્યું? હવે, વિચારજો. ચિત્ર દોરતા તો આવડતું હશે. દસેક વર્ષની ઉંમરથી, હેંને?એક છોકરીને પણ ગમતું. એણે પાંચ સહેલીઓનું ચિત્ર દોર્યું. હર્લી. ઇસાબેલા. જસ્ટિન. જુલિએટ. અને બધાનું સેન્ટ્રલ કૅરેક્ટર. મિસ ઓ!મૉમ ડૅડને દેખાડ્યું. એમને એક આઇડિયા સૂઝ્યો. એક વૅબ સાઇટ બનાવીએ તો?સોશિયલ નૅટવર્કિંગ. ઓનલી ગર્લ્સ સાઇટ. માત્ર ટીનએજ છોકરીઓ માટેનું પ્લૅટફૉર્મ. તૈયાર કરી દીધું. સાઇટનું નામ ખબર છે?
ઘરમાં નૅટ સૅવી છોકરી હોય તો પૂછજો. મિસ ઓ ઍન્ડ ફ્રેન્ડ્સ વિશે. બેબીઝનું આ નૅટવર્ક કોઇ પરીકથાથી કમ નથી. અલક મલકનાં તોફાન ચાલે. એમાં શું હોય? એ જાણવા તમારે ટીનએજ બેબી બનવું પડે. નો બૉય્ઝ પ્લીઝ! પેરેન્ટ્સ. નો પરમિશન. ફેક પ્રોફાઇલ? વિચારતા જ નહીં. પકડાઇ જશો. કરાણ? સાઇટની ચબરાક હોસ્ટ. મિસ ઓની એક ખાસ ફ્રેન્ડ. જુલિએટ. જુલિએટ બ્રિન્ડેક.સાઇટના દર મહિને ૧૦ મિલિયન યુનિક વિઝિટર્સ. ઍડવર્ટાઇઝર્સની તો લાઇન લાગે. એ જ જુલિએટની કમાણી. છોકરી ૧૫ મિલિયન ડૉલર્સની આસામી બની ગયેલી. ૧૫મા વર્ષે.
ક્યાં ગયાં, સ્વીટ્ટી બાઇ ને ક્યુટ્ટી બાઇ? મનમાં ઝબકારોથયો?ચિત્ર અને ક્રાફ્સનો શોખીન એક છોકરો પણ છે. ઘરમાં પ્રસંગ હતો. ઇન્વિટેશન કાર્ડ બનાવી લાવ તો? મા-બાપે કીધું. આણે થોડા રંગીન. થોડા ફાટેલા. થોડા નકામા. કાગળો લીધા. આકર્ષક કાર્ડ્ઝ બનાવ્યા. સાધારણ કરતા સાવ જુદા. તરત ધ્યાન ખેંચે. જેને આમંત્રણો મળ્યા એ બધા જોતા રહી ગયા. પ્રસંગો એમને ત્યાં પણ આવે જ. ઍડવાન્સ ઑર્ડસ. પાર્ટી. રિસેપ્શન. ગ્રેજ્યુએશન. હોમ કમિંગ. પ્રૉમ નાઇટ. હૅલોવિન. ૧૧ વર્ષની ઉંમરે રોકડા ડૉલર્સ ગણવા માંડેલો કેમરોન.એના ગ્રીટિંગ કાર્ડ્સનો તકિયા કલામ ખબર છે?‘ચીયર્સ ઍન્ડ ટીયર્સ.બિઝનેસ સેન્સ જુઓ હવે. સર્ફિંગ પ્રાઇઝ ડૉટ કૉમ. પે-પર-ઍડ વૅબ સાઇટ. એણે લૉન્ચ કરી. તમે નહીં માનો. મહિને ૩૦થી ૪૦ હજાર ડૉલર્સની આવક બેઠી. મિલિયનર કેમરન જ્હૉન્સન. સ્કૂલમાંથી ભણીને નીકળ્યો એ પહેલા.
ભણો પછી પ્લેસમેન્ટ. પછી ટ્રેઇનીશીપ. પછી જૂનિયર પોસ્ટ. પછી પ્રમોશન માટે ટટળો. ભરપૂર શોષણ. સતત ડારતા વાયડા બૉસની ટણપાશ. તમારા લીધે કંપની ચાલતી નથી, દોસ્ત. પણ બંધ જાણે તમારા લીધે જ થવાની. ગજબ છેને? એનાથી કંટાળો એટલે જૉબ જમ્પ. બહુ જૂનવાણી વિચારો. બોલો, હજી રાહ જોશો?૨૧વર્ષસુધી? તો તૈયાર રહો. ૧૨ વર્ષના સાહેબને સલામ મારવા. નઇંઇંઇંઇં? તો ખોળો કંઇક. બીજે ક્યાં? તમારી અંદર જ મળશે....
Viral Mehta

18 મે, 2015

સાત સૂરનો દર્દ નિવારક ડોઝ (Udaan 98)


સાત સૂરનો દર્દ નિવારક ડોઝ
બેઝ ગિટાર. ઍકોસ્ટિક ગિટાર. પર્કશન. સીન્થસાઇઝર. હૉસ્પિટલના એક ઓરડામાં. નર્સ. ડૉક્ટર્સ. આવ-જા કરતા લોકો. ડોકિયાં કરતા જાય.આ શું ખેલ માંડ્યો?હેડ ડૉક્ટરનો નિર્ણય હતો. એમનું હેડ ફરી ગયું. એમ તો કહેવાય નહીં. એકબીજા સામે છાનું હસી લેતા બધા. એક તો ન્યૂરોલૉજી ડિપાર્ટમૅન્ટ. મગજની દવા.બાયપોલર ડિસૉર્ડર. મલ્ટિપલ પર્સનાલિટી. ભૂલકણાપણું. એ તો હજીય ઠીક. અમુક પેશન્ટ્સ!બાંધી રાખો.બધી જાતના ઉપચાર કરો. ટ્રીટમૅન્ટ અવાર-નવાર બદલો. તોય નોંધપાત્ર ફરક નહીં. એમને આ છોકરડો. વાજાં વગાડીને સાજાં કરશે?ગુસપુસ ફુસફુસ ચાલુ હતી. આટલા વર્ષ અમે ભણ્યા. મહેનત કરી દાક્તર થયા. અમારું ગજું માપ દેખાડી દે. તો આ શું કરશે? એના વાળ વિખરાયેલા. પહેરવેશ વરણાગી. હાવભાવજુઓ. નથી લાગતો અહીંના પેશન્ટ્સ જેવો? બધાએ રોકી રાખેલું હાસ્ય. ઓરડાની બહાર સુધી છવાઇ ગયું. એક જૂનિયર ડૉક્ટરની કમેન્ટ પર બધા હસતા હતા. વૅલ, લેડીઝ ઍન્ડ જેન્ટલમૅન’!
હેડ સ્ટાફ રૂમમાં આવી ગયા. કેમ બધા ચૂપ થઇ ગયા?હસો, હસો. વાત ખરેખર ખુશ થવા જેવી છે. હેડ સાથે પેલો યુવક હતો. આ સંગીત છે. આપણી સાથે કામ કરશે. હવે દરેક કેસ એકવાર સંગીત રીફર કરશે.તો સર, શરૂઆત એકાદક્રિટિકલ કેસથી કરીએ’!એક સીનિયરે ડબકું મૂક્યું. નૉટ અ બૅડ થૉટ.હેડ ડૉક્ટરે સંમતિ આપી. તો સંગીત, રૅડી ટુ ગો’?‘રૅડી ટુ સ્ટે....સર’! થોડું હસીને સંગીત બોલ્યો.કેવો સ્માર્ટ જવાબ. ઝંકૃતિની આંખો ચમકી ગઇ.દમ છે, આ છોકરામાં. સામે જ છે એનો રૂમ.આપોએક કેસ એને.હેડ પેલા સિનિયરને કહી બહાર ગયા. સંગીત પણ એના રૂમમાં ગયો. આટલા વખતથી મને કોઇ રૂમ નથી. ને આને પહેલા જ દિવસે?હમણાં એનું સ્ટે ને ગો બધું નીકળી જશે. સીનિયર મનમાં જ બોલ્યો. પછી ઝંકૃતિ સામે જોઇને કીધું. માનુષનો કેસ બ્રીફ કરો એને.પણ સર માનુ.... મેં કીધું એમ કરો. હેડ શું કહીને ગયા, સાંભળ્યું? ક્રિટિકલ કેસ.
માનુષ. ઉંમર ૩૫. રીસર્ચ સાયન્ટિસ્ટ. ઇક્વેશન્સ. કૅલક્યુલેશન્સ. ઑબ્ઝર્વેશન્સ. માનસિક સંતુલન ખોઇ બેઠો. રાતરાતભર લૅબમાં બેસી રહેતો. એકસવારે આખી લૅબ વેરણ-છેરણ. એક પણ સાધન સાજું નહીં. પ્લૅટફૉર્મ નીચે સંતાઇને બેઠેલો. કબાટમાં. બારણું જોરથી પકડી રાખેલું. સાથીદારોએ મહા મુસીબતે બહાર કાઢ્યો. બંને હાથે ઇજાઓ. ચહેરો સૂઝેલો.સાવ સૂકલકડી. પણ ઝનૂન ચઢે ત્યારે. પ્રચંડ તાકાત આવી જાય.એને છૂટો મૂકાય નહીં. ઝંકૃતિ સંગીતને કેસની માહિતી આપતી હતી. ત્યાં બહાર લૉબીમાં હાકોટા પડકારા સંભળાયા. સંગીત જરા સંભાળીને. એને પકડવા દસ જણ ઓછા પડે. પાસે જવું જોખમ છે. જે કરવું હોય તે ડિસ્ટન્સથી કરજો. બૉય્ઝ પરાણે માનુષને તાણી લાવ્યા. બાંધી દીધો સાંકળોથી. આંખો કાઢીને માનુષ બધા સામે જોતો હતો.
બધા થોડીવાર માટે બહાર જશો? પ્લીઝ.... ઝંકૃતિને પણ સંગીતે રીક્વેસ્ટ કરી. આર યુ....? યસ, આઇ ઇન્સિસ્ટ ડૉક્ટર. બધા બહાર ગયા. ઇમર્જન્સી સારવાર. ઇન્જેક્શન્સ. તમામ તૈયારી રાખી.હવે તારાં તબલાં તૂટી જશે સંગીત માસ્તર. સિનિયર મનમાં રાજી થયો. બારણું બંધ કર્યું સંગીતે. બહાર લોકોના જીવ પડીકે બંધાયા. માનુષના સગા સંબંધીઓ પણ હાજર. નવી ટ્રીટમૅન્ટના સમાચાર એમને પણ મળેલા. ડૅડીને શું કરશે? નાની દીકરીએ ઝંકૃતિને પૂછ્યું. હીલ બી ફાઇન. ટૂંકો જવાબ આપી ઝંકૃતિએતેડી લીધી એને. ખંજરી. મંજીરાના અવાજો સંભળાયા. સૌનું ધ્યાનરૂમ તરફ.ઍકોસ્ટિક ગિટાર. બેઝ ગિટાર. સીન્થસાઇઝર. એક પછી એક ઇનસ્ટ્રુમેન્ટ સંભળાતુંહતું.સુંદર તરજ હતી. હમણાં તોફાન શરૂ. માનુષને તો અવાજના નામથી નફરત.નર્સે ઇન્જેક્શન તૈયાર કર્યું. બૉય દરવાજામાં ડુપ્લિકેટ ચાવી લગાવી તૈયાર. એક જ ચીસ. ને બધો સ્ટાફ અંદર.
એવું કંઇ જ થયું નહીં. મ્યૂઝિક વાગતુંરહ્યું. ધીમે ધીમે બીજા અવાજો બંધ. ખંજરી વાગતીરહી. અને બારણું ખૂલ્યું. સંગીત હતો. તો માનુષ? ઝંકૃતિ માનુષની દીકરી સાથે અંદર દોડી ગઇ. એક સ્ટૂલ પર. સાવ છૂટ્ટો બેઠેલોએ. ચહેરા ઉપર ધીમું સ્મીત. અનબિલિવેબલ.... હૉસ્પિટલના આખા સ્ટાફના ચહેરે એક જ ઍક્સપ્રેશન!ખંજરી માનુષ જ વગાડતો હતો.
દોસ્તો!મ્યૂઝિકોલૉજી. કૉગ્નિટિવ ન્યૂરોસાયન્સની શાખા. મ્યૂઝિક સાયકોલૉજી. મગજના વિવિધ વિભાગો. એમાં અવાજની અલગ અલગ ફ્રિક્વન્સી નોંધાય. એ પ્રમાણે સંગીતના સ્વર ગોઠવાય. કોઇ નવીતરજ બને. સાવ નૉન-રીસૅપ્ટિવ થયેલું મગજ. આ નવી તરજ સ્વીકારે. એક સંપર્ક ઊભો થાય. વ્યક્તિના મગજ સાથે. સંગીત માર્ગ તૈયાર કરે. પેશન્ટનું મગજ રીસ્પૉન્સ આપે. સાથે ઉપચાર ચાલે. પહેલા જેની અસર નહોતી. એ દવાઓ કામ આપે. માત્ર ન્યૂરોલૉજી નહીં. કોઇ પણ દર્દમાં. સાત સૂરોનો એક ડોઝ. પૉઝિટિવ અસર. સારવાર ઝડપી બને. અસાધ્ય લાગતા દર્દનો ઇલાજ. એ જ દવાઓમાં મળે.
બેશક, છે. પદ્ધતિસરના અભ્યાસક્રમો. સંખ્યાબંધ સફળ કેસ સ્ટડીઝપણ મળશે. ૧૮૫૭માં સ્થપાયેલી મુંબઇ યુનિવર્સિટીમાં. ડિપાર્ટમૅન્ટ ઑફ મ્યૂઝિકોલૉજી. ત્યાં એમ. એ. વિથ મ્યૂઝિકોલૉજી કરી શકાય. ભણવા જેવું તો આ છે, દોસ્તો!કરિયર તો આને કહેવાય. જે લોકોની લાઇફ બનાવે, હેંને!
ડૅડી....માનુષની દીકરી ક્યારે દોડીગઇ? ઝંકૃતિને પણ ખબર ન રહી. ડૅડીના ખોળામાં બેસી ગઇ. પિતા પુત્રીનું મિલન. પેલા સીનિયરને પણ વ્હાલું લાગ્યું. સાંકળ, બેડીઓની હવે એને જરૂર નહોતી. હંમેશ માટેબંધાઇ ગયેલો માનુષ. સાત સૂરની મજબૂત પકડમાં. કોઇ બીજું પણ બંધાઇ રહેલું.... સંગીત સાથે!
Viral Mehta