૧૨ અને ૨૧ વચ્ચે મિલિયન્સનો કારોબાર
બાર વર્ષની ઉંમર. ટીનએજનો રંગીન ઉંબર. પગ તળે અંબર. દિલ દુનિયાભરની મસ્તીનોસમંદર.
બાળપણના ભોળપણનું ગળપણ. ઉપર કૌમાર્યના નમકની છાંટ. ક્રિસ્પી સૉફ્ટ. અને સૉલ્ટી
સ્વીટ. દરેક સ્વાદ રંગીલો. દરેક રંગ સ્વાદિષ્ટ. ધિંગામસ્તી સિવાય કંઇ સૂઝે નહીં.
આને પણ મસ્તી સૂઝેલી. ગળ્યું ખાવાનો શોખીન. રોજ મીઠાઇ તો મળે નહીં. ઘરમાં જામ –મુરબ્બો.
એની બરણીહોય.દાદીમા નવરાશમાં બનાવી રાખતા. જાતભાતના જામ. કઇ રીતે બનાવતા હશે?હું પણ શીખી જઉં. પછી ગળ્યું ખાવા માટે કોઇની સાડીબાર નહીં.
૧૪ વર્ષની ઊંમરથી એ શીખતો ગયો. પાક્કું શીખી ગયો. પોતે બનાવતો. શોખથી ખાતો. અડોશ
પડોશમાં પણ....લો ચાખો, આપ્પડે બના’યો. સૌ આંગળા ચાટી જતા. એ
ફ્રેઝર, એક કામ કરને બકા!અમને પણ બનાવી દેને? રીતસર ડિમાન્ડ ઊભી થઇ. ઑર્ડર્સ મળવા લાગ્યા. ૧૬ વર્ષની
ઉંમરે પોતાની બ્રાન્ડ લૉન્ચ કરી દીધી. ‘સુપરજામ’.
જામની પૉપ્યુલારિટી જામી પડી. ૨૦૦૭માં યુકેની એક સુપર માર્કેટ ચેઇને ફ્રેઝરનો
કૉન્ટેક્ટ કર્યો. ૧૮૪ સ્ટોર્સ માટે. ઘરઘરાઉ જામ ઘેરઘેર પહોંચ્યા. ફ્રેઝરે સુપર માર્કેટના
ઑર્ડર સામે લોન લીધી. ૯૦૦૦ ડૉલર્સની. ૨૦૦૯માં એસ્ડા વૉલ-માર્ટ જેવી મહાસુપર
માર્કેટ.એની સુપર સ્ટૉકિસ્ટ બની.હવે મિલિયન્સમાં રમે છે,ફ્રેઝર ડોહર્ટી. કહે છે, બિઝનેસ
એની જગ્યાએ. જામ મેકિંગ મને સૌથી ગમતું કામ છે. એટલે શોખથી કરું છું. ફ્રેઝર
બિલકુલ સ્વાર્થી નથી. જામની ફૉર્મ્યુલા એણે સંતાડી નથી. પુસ્તક લખ્યું. સુપરજામ તમે
પણ ઘેર બનાવી શકો. આ છે, નૅક્સ્ટ જનરેશન. જેને પોતાના હુનર પર ભરોસો છે.
બાર વર્ષની ઉંમર સુધી મા-બાપની જવાબદારી. તેરમા વર્ષથીદરેક કર્મ માટે બાળક
પોતે જવાબદાર. એ જવાબદારી સોંપવા દિક્ષા સમારંભ થાય. દીકરી હોય તો બારમા વર્ષે.બેત
મિત્ઝવાહ. દીકરો હોય તો તેરમા વર્ષે. બાર મિત્ઝવાહ. યહૂદીઓમાં આ સૌથી મોટો ઉત્સવ. પિતા
ઇશ્વરનો આભાર માને. સંતાનોને વિના વિધ્ને બાર પાર કરાવ્યા બદલ. સગા સંબંધીઓ ભેટ
આપે. બાર મિત્ઝ્વાહ કૅશ. એક છોકરાએ આ કૅશથી બિઝનેસ શરૂ કર્યો. પૅની સ્ટૉક
ઇન્વેસ્ટમેન્ટ. એક પાઉન્ડથી ઓછી કિંમતનો સ્ટૉક. એમાં કરેલું રોકાણ એટલેપૅની
ટ્રેડિંગ. ધંધો જોખમી પૂરેપૂરો. આંધળું રમે એને માટે. પ્લાનિંગથી રોકણ કરનારનેકોઇ
નુકસાન નહીં. છોકરો શીખતો ગયો. રોકાણમાં ફાયદોથયો. ફરી રોકાણ કર્યું. પૅની પૅની
કરતા મિલિયનર થઇ ગયો. ટીમોથી. ૨૧ વર્ષની ઉંમરે. ૧. ૫ મિલિયન ડૉલર્સના સ્ટૉકનો
માલિક બની ગયો. સ્વાર્થી તો એ પણ નથી. પોતાની
અક્કલ ઉપર ભરોસો છે. યુવાન રોકાણકારોને પૅની ટ્રેડિંગની ટૅક્નિક શીખવે છે. ટીમોથી
સ્કાઇઝ. સફળતાના આભને અડકે છે.
દોસ્તો!અભ્યાસ પૂરો થતા પહેલા મિલિયનર. નાની વાત નથી. અને
જરાય મોટી વાત પણ નથી. જરૂર છે, માત્ર આત્મસૂઝની.શિક્ષણ કદાચ કામ શીખવે. પણ કામ
સોએ સો ટકા ઍક્સપર્ટ બનાવે. તમને કોઇ શોખ ખરો?એ પૂરો કરવાની જ
તમન્ના?કે પછી, એનું અસલ શોધવાની તાલાવેલી પણ ખરી? ભાવતી વાનગી જમ્યા. એ જાતે બનાવવાનું વિચાર્યું? હવે, વિચારજો. ચિત્ર દોરતા તો આવડતું હશે. દસેક વર્ષની
ઉંમરથી, હેંને?એક છોકરીને પણ ગમતું. એણે
પાંચ સહેલીઓનું ચિત્ર દોર્યું. હર્લી. ઇસાબેલા. જસ્ટિન. જુલિએટ. અને બધાનું
સેન્ટ્રલ કૅરેક્ટર. મિસ ઓ!મૉમ ડૅડને દેખાડ્યું. એમને
એક આઇડિયા સૂઝ્યો. એક વૅબ સાઇટ બનાવીએ તો?સોશિયલ નૅટવર્કિંગ.
ઓનલી ગર્લ્સ સાઇટ. માત્ર ટીનએજ છોકરીઓ માટેનું પ્લૅટફૉર્મ. તૈયાર કરી દીધું. સાઇટનું
નામ ખબર છે?
ઘરમાં નૅટ સૅવી છોકરી હોય તો પૂછજો. ‘મિસ ઓ ઍન્ડ
ફ્રેન્ડ્સ’ વિશે. બેબીઝનું આ નૅટવર્ક કોઇ પરીકથાથી કમ
નથી. અલક મલકનાં તોફાન ચાલે. એમાં શું હોય? એ જાણવા તમારે
ટીનએજ બેબી બનવું પડે. નો બૉય્ઝ પ્લીઝ! પેરેન્ટ્સ. નો પરમિશન. ફેક
પ્રોફાઇલ? વિચારતા જ નહીં. પકડાઇ જશો. કરાણ? સાઇટની ચબરાક હોસ્ટ. ‘મિસ ઓ’ની એક ખાસ ફ્રેન્ડ. જુલિએટ. જુલિએટ
બ્રિન્ડેક.સાઇટના દર મહિને ૧૦ મિલિયન યુનિક વિઝિટર્સ. ઍડવર્ટાઇઝર્સની તો લાઇન
લાગે. એ જ જુલિએટની કમાણી. છોકરી ૧૫ મિલિયન ડૉલર્સની આસામી બની ગયેલી. ૧૫મા વર્ષે.
ક્યાં ગયાં, સ્વીટ્ટી બાઇ ને ક્યુટ્ટી બાઇ? મનમાં ઝબકારોથયો?ચિત્ર અને ક્રાફ્સનો શોખીન એક છોકરો પણ છે. ઘરમાં પ્રસંગ
હતો. ઇન્વિટેશન કાર્ડ બનાવી લાવ તો? મા-બાપે કીધું. આણે
થોડા રંગીન. થોડા ફાટેલા. થોડા નકામા. કાગળો લીધા. આકર્ષક કાર્ડ્ઝ બનાવ્યા. સાધારણ
કરતા સાવ જુદા. તરત ધ્યાન ખેંચે. જેને આમંત્રણો મળ્યા એ બધા જોતા રહી ગયા. પ્રસંગો
એમને ત્યાં પણ આવે જ. ઍડવાન્સ ઑર્ડસ. પાર્ટી. રિસેપ્શન. ગ્રેજ્યુએશન. હોમ કમિંગ. પ્રૉમ
નાઇટ. હૅલોવિન. ૧૧ વર્ષની ઉંમરે રોકડા ડૉલર્સ ગણવા માંડેલો કેમરોન.એના ગ્રીટિંગ
કાર્ડ્સનો તકિયા કલામ ખબર છે?‘ચીયર્સ ઍન્ડ
ટીયર્સ’.બિઝનેસ સેન્સ જુઓ હવે. સર્ફિંગ પ્રાઇઝ ડૉટ
કૉમ. પે-પર-ઍડ વૅબ સાઇટ. એણે લૉન્ચ કરી. તમે નહીં માનો. મહિને ૩૦થી ૪૦ હજાર ડૉલર્સની
આવક બેઠી. મિલિયનર કેમરન જ્હૉન્સન. સ્કૂલમાંથી ભણીને નીકળ્યો એ પહેલા.
ભણો પછી પ્લેસમેન્ટ. પછી ટ્રેઇનીશીપ. પછી જૂનિયર પોસ્ટ. પછી પ્રમોશન માટે ટટળો.
ભરપૂર શોષણ. સતત ડારતા વાયડા બૉસની ટણપાશ. તમારા લીધે કંપની ચાલતી નથી, દોસ્ત. પણ
બંધ જાણે તમારા લીધે જ થવાની. ગજબ છેને? એનાથી કંટાળો
એટલે જૉબ જમ્પ. બહુ જૂનવાણી વિચારો. બોલો, હજી રાહ જોશો?૨૧વર્ષસુધી? તો તૈયાર રહો. ૧૨ વર્ષના સાહેબને સલામ મારવા. નઇંઇંઇંઇં? તો ખોળો કંઇક. બીજે ક્યાં? તમારી અંદર જ મળશે....
Viral Mehta