લેબલ ગુજરાતી ચલચિત્ર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી ચલચિત્ર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

29 મે, 2018

ફિલ્મ: સોન કંસારી - રંગ રતુંબલ, કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછાવજો રે.... (Gujarat Talkies 45)



રંગ રતુંબલ, કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછાવજો રે....
બન્યું છે, આવું કોઇ વાર?લગ્નની જાન.રાત રોકાણ. અંતાક્ષરી. રાસ. ગરબા. ટોળ ટપ્પા. આ પા ગબરુ જવાનડા. પેલી પા રૂપકડી જાનડિયું. ને ઊફ્ફ્.... ત્યાં જુઓ.મૂકો દુનિયાનું બધું રૂપ એક તરફ. આ કોણ હશે? ઊંચી એક છોકરી. રંગે અજવાળી. ભારે લટકાળી.એની લટ કાળી.એના લાંબા કેશ.લયદાર દેહ મરોડ.ને રંગ તો આવો ફરી જોવા મળે કે કેમ?બાજુમાં થઇને નીકળી. ઓહો કેવી કસ્તૂરી, એઝ ઇન, મસ્ક મસ્ક! આયખું આખું મસ્ત મસ્ત!કલ્પનામાં તો આવે જ નહીં. નૉર્મલી, આવું તો સપનુંય ક્યાંથી?એવી રૂપગર્વિતા. ખરેખર નજર સામે આવે. કોણ હશે?સીધું પૂછતા ફફડાટ. થઇ જાય બૉસ. ભલભલાને થઇ જાય. અરે ગમે તેવા બિન્દાસ. ફાસ્ટ. ફૉર્વર્ડ. ભલેને રહ્યા!અંહં, હિંમત સુધી જવાની જરૂર જ નથી. સંમોહિની ફરી વળે.એકેય કોષમાં હોશ હોય, તો વાત કરોને?
બન્યું છે, આવું કોઇ વાર? બંને પછી આગળ વધો. સર્કલ તરફ. સર્કલમાં રૂમાલ. હા,રૂમાલની રમત. નજીક આવ્યા. ઝૂક્યા. હાથ લંબાવ્યો. નજર મળી. ઍન્ડ સ્નૅચ.... બંનેનો હાથ. રૂમાલ પર. એકસાથે. એકમેકના હાથ પર.ને ગીત શરૂ.તમે કિયા તે ગામના ગોરી રાજ. અચકો મચકો કાં રેલી. રાતભર રમ્યા. કેટલું હસ્યા. નામ શું તારું? ઠેકાણું ક્યાં?બસ એ જ પૂછવાનું રહી ગયું.બીજે દા­ડે. સવાર સવારમાં. આ તો ઉપડ્યો. ભૈ જાન તો ગઇરાતે જ વળાવી. કોઇએ કીધું. એમાં એક છોકરી હતી?એક નહીં. અનેક હતી. ના, ના એમ નહીં. પ, પ.... પેલીલાંબા કેશ.... ઓ મજનૂં, બધી છોડીઓના કેશ લાંબા હોય. અલ્યા એ....ય. ભૈ જાને. તારું કામ કર. અમને અમારું કરવા દે.છોડો આમનીસાથે રકઝકનો મતલબ નથી. હા....ય!હવે શું કરવું? છેલ્લે જતી વેળા.બારીમાંથી એણે જોયું તો હતું. કોણ હશે એ?
પાછો ફર્યોયુવાન. નીકળ્યો ઘોડે સવાર થઇને. ત્યાં તો ખણિંગ.... ખટ્ટાક.... તલવારો ઉછળતીતી. દેકારો મચેલો. રાજવી જેવોલાગતો જણ. ટોળાંને એકલે હાથે હંફાવે. જવાનઝટ એની વ્હારે ગયો. છક્કા છોડાવી મેલ્યા બધાના. કોણ છો જવાન?રાજવીએ પૂછ્યું. રખાવત નામ મારું. કયા કૂળથી?બાબરિયા રાજપૂત બાપુ. તૈં જ આટલા જોશ હોય. ખાંડાના ખેલ બીજાનું કામ જ નહીં. શું કરો છો આજકાલ? ચાકરી ગોતું છું બાપુ. તો લે, આજ અબઘડીથી.દરબારમાં તારી ચાકરી પાકી. રખાવત તો રાજીનો રેડ.
તે દીદરબારભરાયેલો. કોઇએ ધા નાંખી. બચાવો મારાજ!મારી દીકરીને. જંગલીઓ ઉપાડી ગયા. રખાવતે તલવાર ખેંચી. હું છોડાવીશ એને. શાબાશ. જા ફતહ કર. રાજાએ પરવાનો દીધો. જંગલમાં એકલે હાથે રખાવત ઝઝૂમ્યો. જંગલીઓને જેર કર્યા. કન્યાને શોધી. વૃક્ષ સાથે બાંધેલી. મોં પર રૂમાલ. રખાવતે એક ઝાટકે દોરડાં છૂટા કર્યાં. મોં પરથી રૂમાલ હટાવ્યો. હેં?ત, ત, તમે? ઓળખાણ પડી?હા!
બનેઆવું. પરગામ કોઇની મુલાકાત થઇ હોય.ફરી મળવા શું? જોવા મળે એવીકલ્પના સુદ્ધાં ના હોય. એનું ઘર ઑફિસની બાજુમાં મળે!એવું પણ બને.અમોઘ સત્યો ઉપર. સ્વપ્નના વિજયનો પ્રહર! કન્યાને લઇને પાછો ફરતોતો. રસ્તામાં જ રાત થઇ. રાતવાસો કરવો પડશે. રખાવતે કીધું. અહીં રાતવાસો? કેમ ડર લાગ્યો મારો?તમે તો ઉગારી. તમારો ડરશાને?આ રઢિયાળી રાત. આ રૂડું એકાંત. આ મારકણું રૂપ. મારું હૈયું હાથ ના રહ્યું તો?તમારા હૈયાંની વાત તમે જાણો જુવાન. ત્યાં બધા વચ્ચે મારું રુદિયું ચોરી લીધેલું એનું શું? વાહ સુંદરી વાહ!ચોરી તમે કરો.નેસિપાહી પોતે ગુનેગાર? દલડું તો તમે ચોર્યું. હા લ્યો, અમે ચોર્યું. તમે કહેતા હો તો પાછું આલું. મારું રૂદિયું, હવે મારે એ શા ખપનું? પણ એક વાત કહેવી છે. શી વાત? હું રખાપત. બાબરિયો રાજપૂત. રાજનો નાનો સિપાહી. ને હું સોન. કંસારાની દીકરી. સોન કંસારી. ૧૯૭૭ની સુપર હિટ. દિગ્દર્શક રવિન્દ્ર દવે.
son kansari - snehlataતમારાં દલડાંને વારો. મારા રે સમ માનો જી રે. રૂદિયાં દલડાંના સમ લેતા દેતા. રાત ક્યાં ગઇ. ક્યાં દિવસ ઊગ્યો. ક્યાં ઘોડો ગામને પાદર પૂગ્યો. ખબર રહી નહીં. ફરી વિયોગની વેળા. મળશો તો ખરાને? હા, રોજ. અહીં જ. નદી કાંઠે. બહેનપણીને મળવાને બહાને.મેડી મહેલાતોમાં શ્રી સજાવવાના કૌલ. જનમ જનમના સાથિયાની આરત. હરખાતો દરબારમાં પહોંચ્યો રખાવત. જંગલીઓ સામે વિજયના સમાચાર આપ્યા. રાજા પણ ખુશ. બોલ, આજે માંગે તે આપું. મને જોઇતુંતું. એ મળી ગયું, મારાજ. એટલે? ઉગારવા ગયેલો. એણે જ ડૂબાડી દીધો. પ્રેમસાગરમાં. અને રાજાના મસ્તકની રેખાઓ તણાઇ. સોન?નામ રાજવીના હોઠે આવીને રહી ગયું. પોતાનું નામ લખવુંતું. સોનના ઘાટીલા મગરૂર જોબન પર. ઘડીક પહેલા માનીતો રખાપત.ખૂંચવા લાગ્યોરાજાને.
son kansariબને, આવુંય બને હોં. ઑફિસનો પડોશ.એટલે બૉસનો પહેલો અધિકાર.રાજા કાચા ખાંડે ખેલે એમ નહોતો.એણે દાવ બદલ્યો. રખાપત હું તો ખૂબ ખુશ છું. ઘેર માને વાત કરી?એમને અહીં તેડાવ. મા પહોંચી. રાજાએ તો સિફતથી કપટ રમતું મેલ્યું. હું આનેજીવનકેદની સજાદઇશ. એવો કયો ગનો?માને ગભરાટ થયો. રૈયતની એક છોડીને દિલ દઇ બેઠો, તમારો દીકરો. હવે જીવનભર કેદ. લગ્ન કેદ. બોલી રાજા હસ્યો. ઘડીક તો રખાવત પણ ઠરી ગયેલો. હરખઘેલી માને આથી વિશેષ ખુશી કઇ હોય?એક જ સોગઠીમાં રાજા જશ ખાટી ગયો. વખાણ કરવા બેસું તો શબ્દો સંતાકૂકડી રમે. એવાં સોનના રૂપ ને ગુણ. રાજાએ બાજી હાથમાં જ રાખી. સારસ બેલડી જેવી પ્રીત છે એમની.ને હવે ફેંક્યો પાસો. મા સમજાતું જ નથી મને. આવું અદભૂત રૂપ.એ પણ રાજપૂત સિવાયના કૂળમાં.... હેં? બાનો મિજાજ પલટાયો હવે. એ નહીં બને. કન્યા રાજપૂત હોય તો જ.... રાજાએ કામ પાર પાડી દીધું. બહેતરીન સ્ક્રીન પ્લે. એથીય ઉત્તમ સંવાદો. એક અનોખી પ્રેમકથા. લેખક મૂળરાજ રાજડા. રોમૅન્ટિસીઝમ એના ઓરિજિનલ ફૉર્મમાં.
સોન કંસારી’. હેલ ભરતા હેલે ચઢેલી.મોરલી તો ચાલી રંગ રૂસણે રે.સહિયરો સંગે હરખનાં ગીતો ગાતી. એને ક્યાં ખબર રાજાના કપટની?વાત પહોંચી સોનને ઘેર. અને એના માતા-પિતાએ પરદો ઉપાડ્યો. સોન, તું અમારી દીકરી નથી. નદી કિનારે વહેતી મળેલી અમને. ગળામાં આ માદળિયું. કોઇ રાજવાડાની ઓળખ છે એમાં.તો મારા મા-બાપ કોણ? મને ત્યજી કેમ?એક ભેદ ખૂલ્યો. તો બીજાં અનેક લઇને. માદળિયાં પરકયા રાજકુટુંબનું ચિહ્ન હશે?હું શોધીશ. સોનની અસલ ઓળખ.રખાવતે પડકાર ઝીલ્યો.તું ડરીશ મા સોન.જોજો રખાપત,ક્યાંક આરે આવેલું નાવડું?એક વાત યાદ રાખજે સોન. ભયની પ્રીત હોય. પણ પ્રીતને વળી શાનો ભય? પ્રણયનેવળી કૂળ શાના?આપણા લગ્ન થશે. મારો ભરોસો નથી?એ જ તો એક આશરો છે મને. બસ, તો ફિકર છોડ. બોલ તારે હાટું શું લાવું? તામારા સિવાય કંઇ નથી જોતું મારે. અરે તો પણ કંઇક. ના કંઇ નહીં.
son kansariહું મારી પસંદનું કંઇક લઇ આવીશ બસ? કહીને રખાવતે ઘોડો કેડી પર લીધો. નથણી, લવંગિયાં ને ઝૂમકાંમાં મોંઘા મોતી મઢાવજો રે. રખાવતે પાછળ જોયું. કોણ ગાતુંતું?‘રંગ રતુંબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બિછાવજો રે....સોન સિવાય કોણ હોય?રંગદાર શણગારની. રણકદાર. હકદાર! ‘છેલાજી રે! મારે હાટું પાટણથી પટોળાં મોંઘા લાવજો.ને અવિનાશ વ્યાસ રોમે રોમમાં. આજ દિન સુધી વ્યાપે. દરેક ગીત સુપર હિટ.દરેક ફિલ્મમાં આ શક્ય નથી હોં!‘સોન કંસારી. જેવી બહુ થોડી ફિલ્મો બની હશે. જેમાં રૂપેરી પરદોય પ્રેમમાં પડે. એને સૌથી ગમતી જોડી સાથે. ઉપેન્દ્ર સ્નેહલતા. કારકિર્દીના સૌથી મોહક શિખરે. રાજા અરવિંદ રાઠોડ સાથે. સાચા અર્થમાં જાજરમાન સર્જન. પાટણનાં પટોળાંની મને અદેખાઇ આવે છે સોન. બને. આવું જ બને. સોન જેવી સુંદરી.પટોળું ઓઢીને. તમારી બાજુમાંબેઠી હોય. ત્યારે એમ જ થાય. કાં હું.... કાં આ પટોળું!
પછી તો, સોન રખાવતના ઓરતાં પૂરાં થયાં. લગ્નની ચોરી. હસ્ત મેળાપ. પહેલો ફેરો. બીજો ફેરો. એને ત્રીજો.... બસ ત્યાંથી આગળ નહીં કહું. એમ નહીં યાર. સમજો તો ખરા. બે ફેરા પછી ખરેખર બધું રોકાઇ ગયું. ધરતી ફરતી સ્થિર થઇ ગઇ. સમય સ્તબ્ધ. અને આ શું? સોહામણી સોન સોહાગણમાંથી સતીના શણગારમાં.... હેં?હા. રખાવત. બેથી ત્રીજો ફેરો લઇ શક્યો નહીં. ના બને.... આવું ક્યારેય ના બને. કોઇ સાથે ના બને!પણ ખરેખર એવું તે શું બનેલું? એ જોવા તો આ બેનમૂન ફિલ્મ બની. જોઇ લોને!ગુજરાતી રોમૅન્ટિક ફિલ્મોમાં સુપર ટૉપ ટેનમાં મૂકાય એવી ફિલ્મ. કૅમેરા. કૉસ્ચુમ. કોરિયોગ્રાફી. કોઇ પણ ડિપાર્ટમૅન્ટ. બેસ્ટ ઑફ ધ બેસ્ટ!બીજું બધું બને. પણ સોન કંસારી....એક જ વાર બને!
Viral Mehta

22 મે, 2015

ફિલ્મ: ચંદન મલીયાગરી - ગલાલ વહુ ગરબે રમવા જાય.... હોંકે હોંકે! (Gujarat Talkies 44)



ગલાલ વહુ ગરબે રમવા જાય.... હોંકે હોંકે!
બાજી ચોપાટની. લોહિયારા ગઢના દીવાન ખંડમાં. ચારચાર રજવાડાં હોડમાં. અને પાસાં યજમાન રાજવીના હાથમાં. જીતનો વિચાર હવે કરે. એ મૂર્ખ.પહેલાદાવતો હાથ લાગે?ત્યાં તોદાસી આવી.મહારાજ­!મહારાણીરાહ જુએ છે.બસ આ છેલ્લી બાજી.રાજાએ ત્રીજીવાર દાસીને પાછી વાળી.ભૂલી ગયા. મહાપૂજાના અંતિમ દિવસે દેવી સાક્ષાત હોય. વરદાન આપવા તત્પર હોય. રાણી એકલાં ગયાં.ખોળો પાથર્યો. લોહિયારા રાજનો વંશ માંગ્યો. આશાપુરા દેવીના શણગારમાંથી બે ફૂલ મહારાણીના ખોળામાં આવી પડ્યાં.
માઉન્ટ આબુ પહેલા આબુ રોડ આવે.સ્ટેશનની રબડી. માટીની કુલડીમાં. બડો કમાલટેસડો. માણીનેજમણે વળો. તો માઉન્ટ આવે. ડાબે જાવ. ૬૫ કિલોમીટર. તો જસવંતપુરા.લૂણી નદીની શાખા. બંદી નદીને કિનારે. ઇતિહાસ અને સ્થાનિકોની વાતો પરથી અંદાજ મળે. જસવંતપુરા એ જ લોહિયારા. ત્યાંનો એક જમીનદાર રાજના કાયદાની સામો પડેલો. રાઠોડવંશનું રાજ હતું. જસવંતસિંહ જોધપુરના મહારાજા.એમણે લોહિયારાકબ્જે લીધું. જસવંતપુરા વસાવ્યું.
આપણે વાત કરીએ છીએ,એ તોએથીય જૂની. લોહિયારાના રાજાને એક જ વળગણ. ચોપાટ. એના જેવો ખેલંદો પણ ના મળે. પાસાં એનું કહ્યું માને. રમવાબેઠેલાનીસોગઠી અનેમિલકત રાજાના હાથમાં. પણ રાજવી માણસ બહુ ભલો. જીતેલુંપાછું પણ વાળી દે. દેવીનોમોટો ભક્ત હતો.રાજા ચંદન. મલીયાગરી એની રાણી.અતિસુંદર. ચંદન મલીયાગરી.દિગ્દર્શક નવલ ગાંધી. ૧૮૯૭માં કરાંચીમાં જન્મેલા. ભણ્યા અમદાવાદમાં. ૧૯૧૯માં ગ્રેજ્યુએશન પછી યુરોપ ગયા. પાછા આવીને અરદેશર ઇરાનીની ફિલ્મ કંપની મૅજેસ્ટિકમાં જોડાયા. ટૉકીઝકરતા સાયલેન્ટ સ્ક્રિપ્ટ ખાસ્સીઅલગ. અઘરી. એમાંય બંદિની. રવિન્દ્રનાથની કથા. એ ઉપરથી ફિલ્મ. કાઠું કામ. કરી દેખાડેલું. નવલ ગાંધીએ. ખૂબ પ્રસંશા થયેલી. પહેલી ચંદન મલયાગિરી. સાયલેન્ટ ફિલ્મ.૧૯૨૪માં. નવલ ગાંધીએ જ બનાવી. 
બીજી ચંદન મલીયાગરી’.૧૯૭૬માં બનેલી.અરવિંદ ત્રિવેદી. સરલા યેવળેકર. ખૂબ યાદગાર ભૂમિકા. એના અનેક કારણો. એમાંથી બે હતા. સાયર અને નીર. મહારાણી મલીયાગરીને ખોળે બે તેજસ્વી પુત્રો જન્મેલા. રાજા ચંદન ચોપાટમાં રાચેલો. માનું હૈયું દીકરાઓનું ભાવિ જાણવા આતૂર. મહાપંડિતની ભ્રુકૂટી તંગ હતી. રાણીમા, સાચું બોલતા જીભ નથી ઉપડતી. જુઠ્ઠું બોલું તો શાસ્ત્રોને છેતર્યાં ગણાય. જે હોય તે, સાચું કહો મહાપંડિત. કુંવર સાયર અને નીર બાર વર્ષના થશે. ત્યારે મોટી વિપદ આવશે. કદાચ રાજપાટ છોડવાનો વારો આવે. બાર વર્ષનો વનવાસ થાય. અને એથી આગળ કહીશ.તો તમારાથી સંભળાશે નહીં. રાણી હતાશ થઇ ગઇ.આ તો વિધાતાના લેખ....
એને માથે મેખ હું મારીશ રાણી.ચંદને કીધું. એક તરફ જોષીના જોષ. સામે મારી તલવારનું જોશ. લોહિયારા હું ક્યારેય હારીશ નહીં. ખોઇશ નહીં. પણનાથ એક વચન આપો. રાણીએ કીધું. ચોપાટ તમે નહીં રમો. બંને કુંવર બાર વર્ષના થાય ત્યાં સુધી. ચંદનેછોડી દીધીચોપાટ. એ રાતે. એક સ્વરૂપવાન સ્ત્રી આવી. લાલ વસ્ત્રો.વિરાટ આકૃતિ.ચંદનને જગાડ્યો. હું વિધાતા.મારા લેખ કદી મિથ્યા થતા નથી. મને આધિન થા. તો સંકટ ઓછું કરીશ. પરાધિનતા ચંદનને મંજૂર નહોતી. વિધાતાની પણ નહીં. દેવી! તમે લેખ નિભાવો. હું પરીક્ષા માટેતૈયાર છું. ધર્મ નીતિને આંચ નહીં આવે. સત્યનો સંગાથ નહીં છોડું. હાથ લાંબો નહીં કરું. વિધાતા હસી. ફરી મળીશું. એ રાત ને દેવીનીવાત.દેવી સાથે જ અંતર્ધ્યાન થયાં. સમયપસારથયો. સાયર નીરની બારમી વર્ષગાંઠ આવી. રાતભર વન મહોત્સવ. વહેલી સવારે ગઢપ્રવેશ. ને રાણીએ પોતે જ ગરબો ઉપાડ્યો. ગલાલ વહુ ગરબે રમવા જાય.... હોંકે હોંકે.... હોંકે’!વધુ એક કારણ. ફિલ્મ યાદ રહી જવાનું.અવિનાશ વ્યાસ.બીજું કોણ હોય?એકેએક ગીત યાદગાર હતું.
ગઢ પ્રવેશને બે પ્રહર બાકી હતા. માંડવા પાછળ ખિલખિલાટ સંભળાયો. ચંદન ત્યાં ગયો. પડોશના રાજ્યની રાજકુંવરી હતી. સખીઓ સાથે ચોપાટ રમતી હતી. આવો રાજન! રમશો અમારી ભેળા?ના રાજકુમારી.નક્કી તમેહારથી ડરો છો. ચંદનના વટને પડકારહતો.બેઠોરમવા. હોડમાં આખું રાજ મૂકી દીધું. ખેલો કુંવરી. ફેંકો પાસા. કુંવરીએ પાસા ફેંક્યા. પહેલી જ વારમાં રાજા હારી ગયો. વિધાતા પોતે જકુંવરીના વેશમાં આવેલાં. હવે લંબાવ હાથ. લઇ લે રાજપાટ પાછા. ત્યાં તો ગઢપ્રવેશની વેળા થઇ. પ્રધાન કહેવા આવ્યા. થોભો!આજથી આ ગઢ પર. આ કુંવરી રાજ કરશે. વિધાતાને સોંપી દીધોલોહિયાર ગઢ. વગડાની વાટે નીકળી પડ્યા. ચંદન મલીયાગરી સાયર નીર. વિધાતાની શરત હતી. બાર વર્ષે ઘડીનાય વિલંબ વિના પાછા ફરજો. નહીંતર ફરી બાર વર્ષ....
વનવાસની પહેલી જ રાત. ચારેય નદી કિનારે પહોંચ્યા. વસ્તી જોઇ. સામે પાર. ચંદન પહેલા કુમારોને મૂકી આવ્યો. રાણીને લેવા પાછો નદીમાં ગયો. ને નદીમાં વમળ. અટવાઇ ગયો. સ્પેશ્યલ ઇફૅક્ટ્સ.કમાલ હતી ફિલ્મમાં. પિતાને બચાવવા સાયરે ઝંપલાવ્યું. એ બીજી તરફ ખેંચાયો. સામા કિનારે રાણીએ જોયું. પતિ પુત્ર બંને ગાયબ. બેહોશ થઇ ઢળી પડી. સાયરને બૂમ મારતો નીર જંગલ તરફ દોડ્યો. ચારેય છૂટા પડી ગયા. રાણીને મહિયારણોએ બચાવી. રાજાને સાધુઓ એ ઉગાર્યો. સાયર ને નીર પણ અલગ.અજાણ્યામુલકોમાં. વિધાતાએ પરચો દેખાડી દીધો. એક જ રાતમાં. બાજી હવે સમયના હાથમાં આવી. ફિલ્મનું સૌથી રસપ્રદ પાસું. ચંદન મલીયાગરીની લોકકથા.અટપટા વળાંકો. અનેક ઘટનાઓ. દિલધડક પ્રસંગો. સમય વીતતો ગયો. કુમારો યુવાન થયા. સાયર ગામમાં ફરતો હતો. એક મા એના દીકરાને વળગીને રોતીતી. આજે એના સંતાનનો વારો હતો. ગુફામાં રાક્ષસ રાહ જોતો હતો. બાળકને બદલે સાયર પોતે ગયો.
અને ત્યાં હતું એક રૂપાળું કારણ. ફિલ્મ સુપરહિટ થવાનું. ૧૫ વર્ષની છોકરી. બિંદિયા ગોસ્વામી. પહેલી અને એકમાત્ર ગુજરાતી ફિલ્મમાં. બિંદિયાની પહેલી હિન્દી ફિલ્મ. જીવન જ્યોતિ.એ જ વર્ષે આવેલી. બિંદિયા હેમામાલિનીના માતુશ્રીની શોધ.એક પાર્ટીમાં જોયેલી. બીજી હેમા જ જોઇ લો. એવી જ સુંદર. ૧૫ જ વર્ષની. ગુફામાં રાક્ષસ ઉપાડી ગયેલો. સાયરે રાક્ષસનો વધ કર્યો. રાજકુમારીને બચાવી. એના પિતાને સાયર ગમી ગયો. સાયર રાજા થઇ ગયો. કુંવરીને પરણીને. એનો ભાઇ નીર ક્યાં ગયો? એ રોટલા શેકે. લાવો ઘડી દઉં રોટલા? ઓહોહોહો.... વધુ એક સુપરહિટ કારણ. શો અવાજનો રણકો. બેનમૂન લયદાર ઊંચો દેહ. ખૂબસૂરત નક્શીદાર ચહેરો. પૉંગા પંડિતની પામેલા.નીતા મહેતા. ગામડાંની ગોરી ગુજરાતણ. બિંદિયા અને નીતા જાની દુશ્મન. આઇ મીન, એમાં પણ સાથે હતા. બિંદિયાએ વિનોદ મહેરા સાથે લગ્ન કરેલાં. વિનોદ નીતાના લગ્નની પણ વાતો ઉડેલી. ખેર, બિંદિયાના લગ્ન ટક્યા નહોતાં. એપછી જે. પી. દત્તાને પરણ્યાં. બસ હવે.... ગૉસિપના ચસ્કા તમનેય ક્યાં ઓછા છે?સાયર રાજીવ અને નીર રવિન્દ્ર મહાજની. એ જાણવાની તસ્દી લીધી?મલ્ટિસ્ટારર સુપરહિટ હતી. ચંદન મલીયાગરી’.
નીર પણ ગામડાંની ગોરીને પરણી ગયો. રાજા અને રાણીનું શું થયું?કહી દઉં?ના, ના કહી જ દઉં. ચંદન કેદખાને પૂરાયો. કત્લના આરોપ હેઠળ. સાયર જ્યાં રાજા હતો એ જ રાજ્યમાં. મલીયાગરીને એક ભાઇ મળ્યો. લાખો વણઝારો. એણે વચન દીધું. ચંદનને શોધી આપવાનું. રાજા સાયરના રાજમાં એક દેવઅશ્વ આવ્યો. એની સવારી કરી શકે એનેબાર ગામનો ગરાસ. એલાન થયું. નીરે બીડું ઝડપ્યું. ઘોડાને વશ કર્યો. સવાર થયો. ઉડતા ઘોડાનો અસવાર થયો. પણ ગળામાંથી માદળિયું પડી ગયું. સાયરની નજર પડી. ભાઇને ઓળખ્યો. પણ ભાઇ તો પવનવેગી ઉડતા ઘોડા ઉપર. ક્યાંનો ક્યાં નીકળી ગયો. સાયર પણ પાછળ શોધમાં ગયો. બંનેની પત્નીઓ રાહ જોતી રહી. ઘણો સમય વીત્યો. હવે એ પણ પતિઓની શોધમાં ચાલી. આ હતું સૌથી મજબૂત અને સુપરહિટ રીઝન. ડિરેક્ટર. દિનેશ રાવળ. આટલી અટપટી કથા. આટલી કન્વિંસિંગ રીતે. પહેલી જ વાર ગુજરાતી ફિલ્મ જગતમાં રજૂ થયેલી. બાળવાર્તા. પ્રેમકથા. સાહસ કથા. ઇમોશન્સ. થ્રીલર. સસ્પેન્સ. હૉરર પણ ખરું. અને રમેશ મહેતા ઍન્ડ પાર્ટી. કૉમેડી કિંગ. કમ્પ્લિટ ફૅમિલી એન્ટરટેન્મેન્ટ.
બાના ઘરની સામેવાળી પેલી હીના. એ જોઇ આવેલી. વૅકેશનમાં. રોજ બપોરે પત્તા રમતા. ટુકડો ટુકડો સ્ટોરી કહે. ઘરમાં ફિલ્મનું મહૂરત બેસે નહીં. હીનલી પર એવી તો.... જાવ હવે તમનેય નહીં કહું. કે છેવટે બધા મળી ગયા.પણ કેવી રીતે?મળવા કરતાય અગત્યનું. ચંદન રાજાએ સમયસર પહોંચવું પડે લોહિયારા. એ તો વિધાતાની શરત. વિધાતાએ તિથિ અને સમય નક્કી રાખેલા. એ પહેલા ચંદન રાજા નગરમાં પગ મૂકશે? નહીં મૂકે તો રાજપાટ જશે. સાયર તો રાજા હતો જ. નીરે દૈવીઅશ્વની અશ્વ સવારી કરી.બાર ગામનો ગરાસ એ પણ મેળવી લેશે. સાધુઓની સંગતમાંચંદનરાજા સાધુ જેવો થઇ ગયેલો. એને કોઇ મોહ નહોતો. તો પછી મલીયાગરીનું કોણ?છેને બાકી સુપર ટ્વિસ્ટ!કીધુંને, નહીં કહું. કાયમ કહું છું, જોઇ લો ફિલ્મ.
લ્યો ત્યાં સુધી આ રાસ ગણગણો. આંખડી કામણગારી રે છોગાળા તારી, આંખડી કામણગારી.રાસમાં બિંદિયા પોતે જ કેવી કામણગારી લાગે!ને આ નીતા મહેતાનો ગરબો. એ હે, હે.... પારસ પીપળાના પાદરમાં, હે વાગ્યાં, કે વાગ્યાં, ઢોલીડાંના ઢોલ.આહા, શું હીચ.શું ઢોલનો ઠેકો.વાહ, દીવાળી બેન વાહ. ને આ વિરહ ગીત. કુંજલડી રે, સંદેશો મારો, જઇને વાલમજીને ક્હેજો જીરે કુંજલડી.કેવી લલક છે ગીતની હલકમાં.... કલૅક્શનના શોખીનો માટે પણ ઉમદા સંભારણું છે, ચંદન મલીયાગરી.
Viral Mehta