હવે કર મન જર્મન જર્મન
બીથોવન. બાક. વૅગનર. સ્ટ્રૉસ. શૂમન. હેન્ડલ. જેવા ખ્યાતનામ મ્યૂઝિક કમ્પોઝર્સ.
બીએમડબલ્યૂ. ઑડી. ફૉક્સવેગન જેવી ડ્રીમ કાર. હા, મને ખબર છે. ત્યાં તો ટૅક્સી પણ
મર્સીડીઝ બૅન્ઝ. આ તમારું સ્કીન ઍન્ડ બૉડી કૅર ક્રીમ, નિવિયા. બાયર. ઍડીડાસ. SAP. સિમેન્સ. જેવી મલ્ટિનૅશનલ બ્રાન્ડ્સ અને કૉર્પોરેટ્સ. નિત્શે.
માર્ક્સ. હેગલ. કેન્ટ. જેવા મહાન તત્ત્વચિંતકો. ત્યાંની ભાષા. વિશ્વમાં સૌથી વધુ
બોલાતી ભાષાઓમાં ત્રીજા ક્રમે. ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ? હાઉ ઓલ્ડ ફૅશન્ડ? વાપરીને મૂકી દીધા એક બાજુ. હવે કુદરતી ઊર્જાની ટૅક્નોલૉજી
અપનાવી લીધી. ૧૦૨થી વધુ નોબેલ પુરસ્કાર ત્યાંના લોકોને મળ્યા. વિશ્વનું સૌથી
પહેલું પુસ્તક પણ ત્યાં જ પ્રિન્ટ થયું. ટેલિફોન. ડીઝલ એન્જિન. ફ્લોરેસન્ટ લૅમ્પ. ઍક્સ
રે. પ્રેગ્નેન્સી ટેસ્ટ. તમામ શોધો ત્યાં થઇ. યુરોપની લાર્જેસ્ટ ઇકોનૉમી. અમસ્તા
હશે?
આપણે અહીં દર ત્રીજે ઘેર. અમેરિકા જવાની હોડ. ભૈલા! ચોથા ભાગના
અમેરિકનો પોતે જ જર્મન છે. અને સાહેબ. ત્યાં એક વાત નોટિસ કરી? મેક-ઇટ-ઇન-જર્મની અભિયાન. ધડાકાબંધ ચાલુ છે. એમાં વૅલ
પ્લાન્ડ પ્રોગ્રામ છે, સાહેબ. બૅકવર્ડ અને ફૉર્વર્ડ ઇન્ટિગ્રેશન સાથે. ત્યાં સાહેબ,
બીજી એક વાત નોંધી? ઍજ્યુકેશન. વિના મૂલ્યે.
માત્ર જર્મનો માટે નહીં. કોઇ પણ દેશના વિદ્યાર્થી માટે. સ્ટ્રેટેજી આને કહેવાય. જર્મનીમાં
શિક્ષણ માટે જોઇએ શું? જર્મન ભાષાની જાણકારી. કાલે
ઊઠીને ‘ગૂતીન મૉર્ગન’. સુપ્રભાત! ‘વી ગેત એસ ઇન’. કેમ છો! સુરત. રાજકોટ. અમદાવાદ. વડોદરામાં
ઘેરઘેર બોલાશે. વિશ્વગુરુ આપણા કરતા પહેલા જર્મનો થઇ પણ જાય હોં! શિસ્ત અને સમર્પણ માટે વિશ્વ વિખ્યાત પ્રજા. ધારે તે કરી
દેખાડે. વાતોના વડા કરે એ બીજા. જર્મની ભાષા શીખી જાવ તો હમણાં જ. સૌથી મોટા શિક્ષણ
અને કરિયર હબ સાથે જોડાઇ શકો.
જર્મનીમાં દરેક વિચારનું મૂળ છે, મ્યૂચ્યુઅલ ઍનરિચમૅન્ટ. એક સમૃદ્ધ વ્યક્તિ
બીજાને સમૃદ્ધ કરવા હાથ ધરે. સમૃદ્ધ ઇન ધ સેન્સ. દરેક પ્રકારે. જ્ઞાન. આરોગ્ય. આર્થિક.
આવાસ. આહાર. દરેક મૂળભૂત અધિકારોની સમૃદ્ધિ. આપણે ત્યાં? આ જ મૂળ અધિકારો
દુર્લભ. સમાનતાના સાધારણ અર્થને જર્મની નવી ઊંચાઇ આપે છે. આપે જ ને! સામ્યનો પહેલો વિચાર જ ત્યાં પ્રગટેલો. પાંચ-સાત-દસ-બાર
લોકો જ શા માટે? હેં સાહેબ? દરેક વ્યક્તિ ધનવાન. જ્ઞાનવાન. આરોગ્યવાન બને. આને કહેવાય આઉટ-ઑફ-બૉક્સ.
થવું છે તમારે? બદલી કાઢવું છે ભાવિ? શું ભણો છો? ત્યાં દરેક ક્ષેત્રે કરિયર
વિકલ્પો છે.
સૌથી પહેલો વિકલ્પ. વોકેશનલ. વ્યાવસાયિક ક્ષેત્રે. યુવા જગત માટે સંજોગો
ઉજ્જ્વળ છે. બીજે તાલીમ લીધી હોય. એમણે જર્મનીમાં ફરી ભણવાની જરૂર નથી. તમારી સ્કિલની
ડિમાન્ડ તપાસો. ઍપ્લિકેશન કરો. બનાવો કરિયર. અને હા, ત્યાં તાબડતોબ જરૂર છે. કૅરગિવર્સની.
પરિવારના સભ્ય તરીકે રહી શકે. વડીલોની સંભાળ રાખી શકે. એવા યુવક યુવતીઓ. ૨૦૨૫
સુધીમાં. અંદાજે ૧૫૨, ૦૦૦ કૅરગિવર્સ જોઇશે. નર્સિંગ. જેરિઍટ્રિક. હૅલ્થ. આ તમામ ક્ષેત્રે.
તાત્કાલિક ઓપનિંગ.
દાક્તર બાબુ? કોઇ પણ દેશમાં. એપ્રિલ
૨૦૧૨ સુધીમાં. મૅડિકલ ટ્રેનિંગ લીધી હોય. તો જર્મનીમાં મૅડિકલ લાયસન્સ મળી શકે. હૉસ્પિટલ્સમાં
સ્ટાફ ડૉક્ટર. પ્રાઇવેટ પ્રૅક્ટિસ. ઇવન. ગ્રૂપ ઑફ ડૉક્ટર્સને તો એકસાથે. મોટી હૉસ્પિટલમાં
અપૉઇન્ટમૅન્ટ. આ ક્ષેત્રે પણ તાબડતોબ જરૂર છે. રેડિયોલૉજિસ્ટ. ઍક્સ-રે. સોનોગ્રાફી.
ચૅમ્પિયન્સની. મૅડિકલ ઍન્જિનિયરિંગ. ડૉક્ટરી ત્યાં સૌથી વધુ માનપાત્ર પ્રૉફેશન.
અને બીજો નર્સિંગ. બોલો, છે વિચાર? તો કરો તપાસ ને
વધો આગળ.
હવે આવો ઍન્જિનિયર બાબુ. હમણાં જ કીધુંને! ન્યૂક્લિયર પાવર
બંધ. હવે નૈસર્ગિક ઊર્જા. સમાન્તર ઊર્જા વિકલ્પો. એનું જ્ઞાન ધરાવતા ઍન્જિનિયર્સ. જુઓ
જર્મની બોલાવે તમને. સોલર પાવર. વિન્ડ પાવર. વૉટર પાવર. પાવર આને કહેવાય સાહેબો. આ
ઉપરાંત પણ દરેક ઇજનેર માટે અહીં લાલ જાજમ. ઇલૅક્ટ્રિકલ. મિકૅનિકલ. ઑટોમોટિવ. સિવિલ
ઍન્જિનિયરિંગ. ઇન્ફૉર્મેશન ટૅક્નોલૉજી. અને ટૅલિકમ્યુનિકેશન. તાત્કાલિક જોઇએ છે. આ
ક્ષેત્રે જરા મહેનત કરવી પડશે. જર્મન ને જર્મન અમસ્તા નથી કહેતા. ઍન્જિનિયરિંગના
તો એ લોકો ખાં’સાબ છે. એટલે અહીં ભણ્યા
પછી ત્યાં તમારી ક્ષમતાની પરીક્ષા લઇ કાઢશે. તો આપી દેવાની લ્યા. બહુ પરીક્ષા આપી.
એક વધારે. કરિયર તો સુધારે....! ફાર્મા. રીસર્ચ
સાયન્સ. લૅબોરેટરી મૅનેજમેન્ટ. સિરૅમિક. ગ્લાસ. સ્પેસ સાયન્સ. ઇ-કૉમર્સ. જર્મનીમાં
તમામ ક્ષેત્રો યુવાનોને આવકારી રહ્યા છે.
શું કો’છ, દોસ્તો! શું તમેય યાર? અહીંથી અમેરિકા બાવીસ-ચોવીસ કલાક. અને બર્લિન? માત્ર સાડા સાત કલાક. અલ્યા ટ્રેનમાં દિલ્હી સત્તર કલાકે પહોંચાય.
વાત વિચારવા જેવી ખરી કે નહીં? જર્મની માટે થોડી
ટિપ્સ આપું તમને. ત્યાં કોઇ દા’ડો ‘થૅંક્સ’ નહીં કહેવું. એનો મતલબ એ
લોકો ‘ના’ સમજે. કોઇ કૉફી ઑફર કરે.
વિવેકથી થૅંક્સ બોલ્યા. તો પેલો હેંડતી પકડશે. અહીંની માફક ‘હેલ્લો ચીકુ. હૅપ્પી બડ્ડે ઇન એડવાન્સ’! નહીં કહેવાનું. ભૂલથીય નહીં. એને ત્યાં અશુભ માને. હરખપદુડા
થવાનું નહીં. જર્મનોને પ્રલય. મહાવિનાશ. એમાં પૂરેપૂરી શ્રદ્ધા. તમે માનો કે ના
માનો. ત્યાં એનો વિરોધ નહીં કરવાનો. નહીંતર તરત જેલ ભેગા. હા, જર્મનીમાં
હૉલોકોસ્ટનો વિરોધ ગુનો ગણાય. હમણાં જ એક કાયદો નવો બહાર પડ્યો. ૨૦૧૩માં. કાનને
સાંભળવા ના ગમે એવાં નામ રદ્દ કરવામાં આવશે. પત્યું? અડધું
જર્મની....? શશશશશ.... આપણાથી એવું ના કહેવાય યાર. એ એમનો
મામલો છે. તમારું નામ નહીં બદલે. અમસ્તાય ઇંગી. ઇંગા. ઇંગો. હ્યુગો. ગિસિલા.
ગિસિલબર્ટ. થવામાં વાંધો ક્યાં?
જર્મનીનો સૌથી ફેમસ ફૅસ્ટિવલ ખબર છે? ઑક્ટોબરફૅસ્ટ. ઑક્ટોબરમાં
શરૂ નહીં, પૂરો થાય. એની મજા માણવા સપ્ટેમ્બરમાં ત્યાં જવાનું. જર્મન એટલે બાકી જર્મન!
Viral Mehta