કરિયરનો ઝબકાર
બી. કોમ. પછી જલય જોબ માટે વિચારતો હતો. એકાઉન્ટન્ટ બનવું નહોતું. આગળ ભણવાની કોઇ રુચિ નહોતી. ભણ્યા પછી મળતી જોબ, સેલરી અને ફ્યુચરના વિચાર કંઇ મેળ નહોતા ખાઇ રહ્યા. ઘરમાં પડ્યા રહેવાની શરમ આવતી. સોશ્યલ નેટવર્ક ઉપર પણ કેટલો ટાઇમ પાસ કરે? કમ્પ્યુટરથીય હવે કંટાળો આવતો હતો. મોબાઇલ પરના શાયરી, જોક્સ બોરિંગ લાગતા હતા. બહાર નીકળે તો પોકેટ મની ખાલી થવાની બીક રહેતી. કડક સ્વભાવના ડેડી સાથે ડિસ્કસ થાય તેમ નહોતું. અકળાતો ત્યારે મમ્મી સાથે ચડભડ કરી લેતો. મમ્મી મોટાભાગે હસી કાઢતી.
એક શ્રેયસી હતી જેની સાથે જલય દિલ ખોલીને વાત કરી શકતો. સ્કૂલથી બંને સાથે હતા. બહુ ઝગડતા પણ બેસ્ટ ફ્રેન્ડ્ઝ હતા. શ્રેયસીએ સીએસ શરુ કરેલું. જલય કંટાળતો ત્યારે તેના સેન્ટર પર પહોંચી જતો. આજે પણ એ ત્યાં જ જઇ રહ્યો હતો. ત્યાં પાછળથી બાઇક પર આવી કોઇએ ટપલી મારી. 'ક્યાં રખડે છે ટપોરી....'? યોગેશને ઓળખ્યા ન હોત તો જલયે સામે વળગાડી હોત. 'એક કામ છે તારું દોસ્ત, જો ખોટું ન લગાડે તો....', એના મૂડને પામી યોગેશે સીધી વાત જ શરુ કરી. 'આજે મારો લાઇટ મેન નથી, પ્રોબલેમ ના હોય તો એક બર્થ ડે પાર્ટીમાં હેલોજન પકડીશ'? યોગેશ વિડિયોગ્રાફર હતા. કોઇ ફંક્શન માટે જલયની મદદ માગતા હતા. 'બે કલાકનું કામ છે, 400 આપીશ'.
જલયને એવી તો દાઝ ચઢી કે, ડેડીના ફ્રેન્ડ ન હોય તો યોગેશને બે ચોપડાવી દઉં. 'ના....ના.... મને નૈ ફાવે, મારે બીજું કામ છે'. એણે સમસમીને કીધું. 'રિક્વેસ્ટ છે યાર, પ્લીઝ, તું ઘરનો છે એટલે તને કહેવાય નહીંતર.... પ્લીઝ, એક ફેવર સમજીને....', યોગેશના અવાજમાં ખરેખર વિનંતિ હતી એવું જલયને લાગ્યું. 'ઓ.કે. પણ કેટલા વાગે અને ક્યાં? હું મારી રીતે પહોંચી જઇશ'. જલયે કીધું. 'અરે હમણાં જ.... ચલ બાઇક પર બેસી જા....', યોગેશે કીક મારી. જલય થોડી રીસ સાથે બેઠો.
ફંક્શન તો શરુ પણ થઇ ગયું હતું. યોગેશે ફટાફટ કેમેરા લીધો, જલયને હેલોજન પકડાવી કામ શરુ કર્યું. ત્યાં તો જલયના ચહેરાનો રંગ ઉડી જાય તેવી ઘટના બની. જેનો જન્મ દિવસ હતો એ સ્નેહા તૈયાર થઇને આવી. જલય સાથે એ કોલેજમાં ભણતી હતી. 'એ જલય યાર લાઇટ આ બાજુ,' યોગેશે મોટેથી કીધું. સ્નેહા સહિત બધાની નજર જલય પર પડી. તેમાં જલયના જૂના ક્લાસમેટ્સ પણ હતા. મોં સંતાડવું ભારે થઇ ગયું હવે. થોડા લોકો હસ્યા પણ ખરા. 'કોઇ ફોટોગ્રાફર નથી'? યોગેશને સ્નેહાના ડેડી પૂછતા હતા. 'સર આપણે તો વિડિયોની વાત થઇ હતીને'? યોગેશ મૂંઝાયો. સ્ટીલ ફોટોગ્રાફરની વાત જ એના ધ્યાન બહાર ગઇ ગતી. હવે તાત્કાલિક આવે પણ કોણ? ખરી હાલાકી થઇ હતી. 'શું યાર? બેબી યુ. એસ. જતા પહેલાની બર્થ ડેમાં પણ ફોટા નહીં પડે'? ડેડી ગુસ્સામાં હતા. 'ચલો હવે કેક કટિંગ શરુ કરો', સ્નેહાના મમ્મીએ કહ્યું. નારાજગી સાથે ડેડી તેમાં જોડાયા. જલય પોતે તો છોભીલો પડ્યો હતો પણ યોગેશની હાલત સમજી શકતો હતો. એણે ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો. એક હાથમાં લાઇટ અને બીજા હાથે મોબાઇલ કેમેરામાં સ્ટીલ્સ લેવાનું શરુ કર્યું.
'એ તો અમનેય આવડે છે ભૈ, તમે લાઇટ પકડો બરાબર', સ્નેહાનો ભાઇ જલયની મજાક ઉડાવતા બોલ્યો. સ્નેહાના ડેડીએ પણ મોં બગાડ્યું. 'તમે.... સર.... ફંક્શન એન્જોય કરો, હું ફોટોગ્રાફ્સ લઉં છું, નોટ ટુ વરી સર....', જલય બોલ્યો તો ખરો પણ એનેય નવાઇ લાગી, આટલી મેનર્સ? આ સિચ્યુએશનમાં? પોતાનામાં આવી ક્યાંથી? સેલિબ્રેશન આગળ ચાલ્યું. જલય બંને કામ સાથે કરતો રહ્યો. સ્નેહા જ્યાં જતી ત્યાં કેમેરા ફરતો. એ ફ્રેન્ડ્સ સામે અફસોસ કરી રહી હતી, 'આઇ નેવર થોટ, આ મોસ્ટ મેમોરેબલ બર્થ ડેના ફોટોગ્રાફ્સ મોબાઇલ કેમેરામાં પડશે'. 'અને એ પણ ઇન્ડિયાના વન ઓફ દ બેસ્ટ ફોટોગ્રાફર્સના હાથે', કોઇ બોલ્યું ને બધા હસી પડ્યા. 'નો જોક્સ સ્નેહા, થોડી લેટ છું, પણ હકીકત કહું છું', કહેતા શ્રેયસી આગળ આવી. બધા ફરી હસ્યા. શ્રેયસીની મજાકથી જલય ગુસ્સે થયો હતો. પણ અત્યારે માત્ર ઇશારાથી એને ચૂપ રહેવા કીધું. યોગેશને પણ આ મજાક ગમી નહોતી. 'સ્નેહા તારી આ બર્થ ડે, રીયલી મોસ્ટ મેમોરેબલ છે', શ્રેયસી બોલતી રહી. હવે સૌ ધ્યાનથી સાંભળતા હતા. જલય તમતમી રહ્યો હતો. 'આજે તારા ફોટોગ્રાફ્સ લઇ રહ્યા છે, તે જનાબ જલય કુમારના પાંચ મોબાઇલ ફોટોગ્રાફ્સને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ઇનામ મળ્યું છે', શ્રેયસી મક્કમ સ્વરે મંદ સ્મીત સાથે રહસ્ય ખોલી રહી હતી. 'જલયને ખ્યાલ નહીં હોય પણ એણે સોશ્યલ નેટવર્ક પર શેર કરેલા મોબાઇલ પિક્ચર્સ મેં કોમ્પિટિશનમાં મોકલાવ્યા હતા. એન્ડ લૂક....', એક ઇમેલની પ્રિન્ટ શ્રેયસીએ સૌને બતાવી. યોગેશનો કેમેરા આપોઆપ એની ઉપર ઝૂમ-ઇન થયો. જલયની જીતનું એ બયાન હતું. ફંક્શનનો તો જાણે રંગ બદલાઇ ગયો. તાળીઓના ગડગડાટ સાથે જલયની આંખોનો મોસમ પણ મૂશળધાર થઇ ગયો.
ટેક્નોલોજીનો જમાનો છે દોસ્તો! મોબાઇલ કેમેરાની ક્લિક, માઉસની ક્લિકના રસ્તે ક્યાંથી ક્યાં કરિયરના દ્વાર ખોલી નાખે તે કહેવાય નહીં. તમને ખ્યાલ પણ ન હોય એવી કોઇ કાબેલિયત તમારામાં ક્યાંક સંતાઇને બેઠી છે. અકળામણ, દ્વિધાના અંધારમાંથી બહાર આવી હિંમતની હેલોજન પકડો. સફળતા સામેથી તમારી ઉપર ઝૂમ-ઇન થવા તૈયાર છે.
Viral Mehta