ક્રાંતિ – કમાલનો વિષય
બાકી હતી માત્ર ઔપચારિકતા. 3જી વાર કોલેજ ઇલેક્શનમાં લતેશની જીત નક્કી હતી. કેમ્પસમાં એના સપોર્ટર્સ સ્ટૂડન્ટ્સને રોકીને લગભગ બળજબરી જ કરી રહ્યા હતા. 'મેડમ, હેલ્લો.... નાઇસ બેગ હોં કે.... વોટ ફોર લતેશ.... ઓક્કે'? છોકરીએ પેલાએ આપેલું કાર્ડ લીધું અને બેગમાં મૂકી આગળ ચાલી. અચાનક.... નાનો ધડાકો થયો અને તરત નઠારું હાસ્ય સંભળાયું. છોકરીએ વળીને જોયું તો જિગરના પગ આગળ કોઇએ ભીંત ભડાકો કરેલો. તે ચમકી ગયો હતો. 'આવોને પાર્ટી.... તમારો વોટ તો તમને મળશેને, કે એ પણ લતેશને'? સાહેબના આગ્રહથી જિગર ઇલેક્શનમાં ઊભો હતો. લતેશના સાથીઓ એની હાંસી ઉડાવી રહ્યા હતા. ધીમા પગલે એ આગળ ચાલ્યો. નીચા મસ્તકે. ક્ષોભમાં. પેલી છોકરીથી થોડું અંતર રાખીને.
'શરમ આવે છે? બીક લાગે છે? કંઇ કરવું નથી? કે કરી શકો એમ જ નથી'? છોકરીના ટોન્ટને ઇગ્નોર કરી જિગર ઝડપથી આગળ વધ્યો. 'હાર માની જ લીધી છે, તો લડો છો શા માટે'? હવે જિગર અકળાયો. 'લૂક, આ હાર જીતથી મને કોઇ મતલબ નથી. હું સરના કહેવાથી ઊભો છું બસ'. 'ઓકે.... હું માનું છું કે તમારી હાર નક્કી છે. પણ ધારો કે, જીતી ગયા તો? હારનો એક જ રસ્તો છે. જીતના અનેક. ક્રાંતિમાં વિશ્વાસ હોય તો કાલે કેન્ટિનમાં મળીશું. મારું નામ સંગિની'. વેધક મક્કમતાથી કહીને સંગિની ટુ-વ્હિલર પર નીકળી ગઇ. પાગલ બલા છે. છોકરીઓ અને એમની ઇમ્પોસિબલ વાતો, હારવા તો ઊભો છું. મનમાં પોતાની જ મજાક ઉડાવતો જિગર પણ રવાના થયો.
પછીના દિવસે જિગરને કેન્ટિનમાં જવું નહોતું, છતાંય ચોરીછુપી ડોકિયું કરી જોયું. 'ટોટલ 407 સ્ટુડન્ટ્સ, એમાં 152 ગર્લ્સ, જે ઇલેક્શનમાં એબ્સન્ટ રહેશે', સંગિની પાછળથી આવીને બોલી રહી હતી, 'બાકી 255. 130 વોટ મળે તો જીત તમારી'. 'ઇઝ ધેટ અ જોક? જીત તમારી? ગણીને દસ દોસ્તો પણ જાહેરમાં મારી સાથે ફરતા ખચકાય છે', જિગર એક શ્વાસે બોલી ગયો.
'બોલાવો તો ખરા તમારા ડરપોક દોસ્તોને'. સંગિનીએ કહ્યું. 'ડરપોક? વી આર જસ્ટ કેરફૂલ ઓકે....', જિગરે બચાવ કર્યો. 'હા પણ બોલાવો તો ખરા, હું ખાઇ નહીં જઉં'. ધીમું હસતી સંગિની સામે મોં બગાડી જિગરે ગ્રૂપ sms કર્યો. થોડી વારે બધા કેન્ટિનમાં આવ્યા. જિગરે મજાક ઉડાવતા ઓળખાણ આપી, 'તો બોસ, આ ક્રાંતિકારી સંગિની મેડમ છે, એ કહે છે, જીતવા ફક્ત 130 વોટ જોઇએ, સો સિમ્પલ'? 'અં.... હં.... માત્ર 60. એમાંથી 10 અહીં હાજર છે. દરેક બીજા દસની જવાબદારી લે તો છોકરીઓના એટલીસ્ટ 145ની જવાબદારી મારી', સંગિનીની વાતથી બધા એટેન્શનમાં આવી ગયા. 'યસ, એઝ યુ સેઇડ, ક્રાંતિ.... એ કોઇ શોખ કે માત્ર ઉન્માદ નથી. ક્રાંતિ તો કરવી પડે. કેમ્પસ બહાર બધાને મળો. વિશ્વાસમાં લો. જુઓ શું થાય છે. આપણે સીધા ઇલેક્શનના દિવસે મળીશું. ઓલ દ બેસ્ટ', બધાને સ્તબ્ધ કરીને સંગિની ચાલી ગઇ. પણ પછીના 7 દિવસ એમણે એડીચોટીનું જોર લગાવી દીધું. ટી સ્ટોલ. બસ સ્ટેન્ડ. શક્ય હોય ત્યાં બધે જ સ્ટૂડન્ટ્સનો વ્યક્તિગત સંપર્ક કર્યો.
પછી આવ્યો ઇલેક્શનનો દિવસ. અને ગજબ થઇ ગયો. સંગિનીના કહેવા પ્રમાણે ગર્લ્સના 145 વોટ હતા પણ કોઇ છોકરી દેખાતી નહોતી. ક્રાંતિના નામે જિગર અને એના સાથીઓ મૂર્ખ ઠર્યા હતા. વોટિંગ પૂરું થયું. લતેશ કેમ્પ જીત માટે તૈયાર હતો. 'એટેન્શન પ્લીઝ....', કેમ્પસનું માઇક બોલ્યું અને લતેશ કેમ્પમાં હર્ષની ચિચિયારીઓ ગૂંજી ઊઠી. 'આજના ઇલેક્શનમાં 217 વોટ મેળવી જીતે છે....', હવે તો લતેશને બધાએ ઉંચકી જ લીધો. '217 વોટ મેળવી જીતે છે..... જિગર કુમાર.... ખૂબ ખૂબ અભિનંદન'. સોપો પડી ગયો. જિગર ધબકાર ચૂકી ગયો. એને વિશ્વાસ નહોતો બેસતો. લતેશનો ગઢ તોડવો અસંભવ હતો પણ એમ થયું હતું.
'કોન્ગ્રેજ્યુલેશન્સ જિગર ધ વિનર'. રણકતા અવાજ તરફ જિગરે જોયું અને ચહેરા પર ગુલાલની છાલક આવી. સંગિની હતી. તેની સાથે કોલેજની વિદ્યાર્થિનીઓનો કાફલો હતો. અને જિગરના ચહેરા પર પ્રશ્નાર્થ હતો. 'અમે કમિટીને રિક્વેસ્ટ કરી. આગલી સાંજે અમે એકસાથે વોટ કાસ્ટ કર્યો'. સંગિનીએ કીધું પણ જિગર હજીય અચંબામાં હતો. એ વાતોમાં હતા ત્યાં લતેશ ટોળાં સાથે આવી પહોંચ્યો. વાતાવરણ તંગ થયું. જિગર આગળ વધ્યો, હાથ લંબાવ્યો, 'વિદ્યાર્થી લીડર તરીકે અમારે તારા અનુભવની જરૂર છે. કાઉન્સિલ સેક્રેટરી તરીકે તારું સ્વાગત છે લતેશ'. અને ઘડીક પહેલાંનું ટેન્શન આનંદના શોરગુલમાં, ગુલાલની છોળોમાં ખોવાઇ ગયું. કેમ્પસમાં એક નવો ઇતિહાસ રચાઇ રહ્યો હતો. હાર-જીતથી ઉપરનો. હવે હાર રહી જ નહોતી. હવે બંને તરફ જીત હતી. 'ગુડ હોલ્ડ મેન....', સંગિનીએ પણ જિગરને સલામ મારી. સર્વત્ર ઉલ્લાસ છવાઇ ગયો.
'પણ ઓય.... ક્રાંતિકારી.... તું.... તું ....આ બધું શીખી ક્યાંથી'? ઢોલ નગારાના અવાજો વચ્ચે જિગરે સંગિનીને પૂછ્યુ. 'http://stellar.mit.edu/S/course/21H/fa08/21H.001/ પરથી. સુપ્રસિદ્ધ એમઆઇટીનો ઓનલાઇન ફ્રી કોર્સ છે – હાઉ ટુ સ્ટેજ અ રિવોલ્યુશન. ઇતિહાસ છે. વિશ્વભરની ક્રાંતિઓનો. કમાલનો વિષય છે, ક્રાંતિ'. સંગિની કહી રહી હતી. અને જિગર ફરી એક પઝલમાં ખોવાયો હતો.... શું વધુ ગુલાબી હશે? ગુલાલ... ? કે સંગિનીનો ચહેરો?
વિખ્યાત આઇરિશ અભ્યાસુ એડમંડ બ્રૂકે કહ્યું છે, 'પોતાના ઇતિહાસથી અજાણ પ્રજા કમનસીબે તેનું પુનરાવર્તન કરે છે'. એન્જિનિયરિંગ, માર્કેટિંગ, મેડિસિન જેવા અભ્યાસક્રમો માટે વિશ્વપ્રસિદ્ધ એમઆઇટી દ્વારા ઇતિહાસના અનેક ફ્રી કોર્સ અમસ્તા ઓનલાઇન નહીં જ મૂકાયા હોય? તમે પણ ક્રાંતિનો ઇતિહાસ જાણો અને ક્રાંતિ આણો.
Viral Mehta