કોર્નરની કીટલી પર
બિરેન- 'લોસ્ટ જનરેશન' ક્લબમાં સ્વાગત છે.... કેતન, પૂજા, નિશા, સાગર.... હવે કોલેજ 'કાળ' પૂરો થયો અને 'કાળ' કલેજું ફાડીને ઊભો થયો.
પૂ- બેચલરની સાથે મળતા 'બેકાર'ના લેબલને 2 વર્ષ પાછું ઠેલવા માસ્ટર્સ કર્યું. કોલેજે પ્લેસમેન્ટની ગેરંટી પણ આપેલી.
નિ- અને મફત લેપટોપની લોલીપોપ. એને માટે પાંચ લાખની એજ્યુકેશન લોન લીધી. ઇંગ્લિશ મિડિયમ કોર્સ હિન્દી અને ગુજરાતીમાં ભણ્યા. ભણ્યા તો ખરા પણ શીખ્યા શું?
સા- દર એક-બે મહિને સો-કોલ્ડ ફેકલ્ટી બદલાય. મોટા ભાગના ફેસબુક ફ્રેન્ડ લિસ્ટ મોટું કરવા, સ્ટુડન્ટ્સમાં પોપ્યુલર થવા આવે, તો કોઇ આપણી જેમ બેકારીનું લેબલ ઢાંકવા.
કે- આજકાલ કંઇ નથી કરતા એ પોતાને ફ્રી-લાન્સર કે કન્સલ્ટન્ટ કહે છે, કોઇ પછી વખાના માર્યા વિઝિટિંગ ફેકલ્ટી થાય છે.
બિ- એ બધું તો ઠીક પણ, હવે જોબ મળે કે ન મળે, માસ્ટર ડિગ્રી સાથે દર મહિને મોટા વ્યાજનો ઇન્સ્ટોલમેન્ટ શરુ થશે.
સા- 'માસ્ટર' પ્લાન.... યુવા જગતને પહેલા જ દિવસથી દેવામાં ડૂબાડવાનો. એજ્યુકેશનનું માર્કેટિંગ કરીને માર્કેટિંગનું એજ્યુકેશન આપવાનું.
નિ- કોમ્પ્યુટર પ્રોગ્રામિંગના નામે કંપની, આઇ મીન, કોલેજની વેલ્થનું પ્રોગ્રામિંગ થાય.
બેકાર. બોગસ. બેફામ. બુદ્ધિવિનાના. બિન્ધાસ્ત. બેશરમ.... જેવા શબ્દોથી નવાજીને જે યુવાજગત માટે તમે સ્વીકૃતીના દરવાજા બંધ કર્યા છે, એ જ આ દેશની આવતીકાલ છે. બરછટ, સંવેદનહીન શિક્ષણ પ્રથા. ફેન્ટાસ્ટિક ફિશિયારીઓ મારતું ખોખલું કોર્પોરેટ કલ્ચર. રાજરમતમાં પડેલા નેતાઓ. ઉપવાસને ઓજાર બનાવી છવાઇ જતા લોકો. તમામને ગરજ યુવાનોની, પણ એ છતી નથી કરવી. આ બધા અને સર્વાઇવલની જફામાં પડેલા મા-બાપના આંખ-કાન ખોલી નાખતી, કીટલી પરની ચર્ચા જરા ધ્યાનથી સાંભળજો....
સા- ચલો ભૈ, ડાહી વાતો પછી પહેલા પૂરા પાંચ-પાંચ કાઢો તો અડધી આવે. ઘેર જઇને બાપાની બે સાંભળવાનો સ્ટેમિના રહે....
પૂ- જો પેરેન્ટ્સની મજાક નહીં. એ લોકો કેટલી મહેનત કરે છે. મારા તો મોમ-ડેડ બંને જોબ કરે છે.
કે- હં.... મારે તો પપ્પાને અઠવાડિયે મળવાનું થાય. વહેલી સવારે નીકળે ને રાતે બહુ મોડા આવે. શું કરે, ત્રણ નોકરી કરે ત્યારે મહિનો માંડ પહોંચે.
નિ- મારા પપ્પાની તો ઇચ્છા હતી કે હું પણ લાલ ઇંટોવાળી કોઇ ઝમકદાર કોલેજમાં ભણું પણ ક્યાંથી એટલું ફંડ લાવે?
બિ- એ લાલ ઇંટોમાં ભણેલાની તો આ કરામત છે. નામ મોટા પણ નામ માત્ર. ઉત્પાદન કંઇ જ નહીં તોય બિઝનેસ મેન. એમને પૂછો કે શું બનાવો છો?
સા- ઉલ્લુ.... (બધા હસે છે). આ દેશમાં ઉત્પાદનના આંકડા ભલે નીચા જાય માર્કેટિંગના ગ્રાફ ઊંચા દેખાડવાનો રિવાજ છે.
પૂ- માર્કેટિંગ પણ વિદેશી બનાવટની ચીજોનું. આપણી આસપાસ વાહનોથી માંડીને ઘરનો સામાન જુઓ.... 90% ચીજો વિદેશી કંપનીઓની બનાવટ છે.
કે- બનાવટ.... બિલકુલ બનાવટ.... વિદેશીઓ બનાવે અને આપણે બની જઇએ....
બિ- હવે બેસને છોનું મોનું.... કાલે પ્લેસમેન્ટ થશે તો તુંય મોબાઇલ ને ઓટોમોબાઇલ વેચવા નીકળી પડીશ....
નિ- સાહેબ આનો ટચસ્ક્રીન જોરદાર.... મેડમ આનો વિન્ડસ્ક્રીન જોરદાર.... (બધા ખડખડાટ હસે છે)
સા- ખરેખર, આ મોબાઇલ ને ઓટોમાબાઇલે તો ઇંડિયાને ઇમ્-મોબાઇલ કરી દીધો....
કે- અરે ભાઇ, પ્લેસમેન્ટ મળે તો ખરું....? હવે તો નાના છોકરાઓ સાથે ક્રિકેટ રમતા પણ શરમ આવે છે.
પૂ- પેરેન્ટ્સ પાસે પોકેટ મની લેતા પણ.... મને તો એમ થાય છે કે....
સા- ....કે જંતર-મંતર પર ઉપવાસ આંદોલન કરું? પૂજા તુમ આગે બઢો.... હમ તુમ્હારે સાથ હૈં.
પૂ- જસ્ટ શટ્ અપ.... આ દુનિયામાં સૌથી વધુ યુવાનો ધરાવતો આપણો દેશ....
નિ- સૌથી વધુ લાચાર યુવાનો.... ટુ બી સ્પેસિફિક.... સ્કૂલથી શરૂ થતા ભારેખમ ભણતરે કોઇ ઇતર પ્રવૃત્તિ, સ્કીલ વિનાના કરી દીધા....
બિ- જે સ્કીલ આપમેળે વિકસવી જોઇએ તેના અભ્યાસક્રમો શરૂ કરી દીધા.... આ ચાવાળો કાનજી રોજનો હજારનો વકરો કરી લે છે.... ને આપણે?
સા- ચલો, આપણી બેકારી કો'કને તો રોજગાર આપે છે.... વાહ જોરદાર લાઇન આવી નૈ?
કે- ફેસબુક પર લખી કાઢ.
સા- બસ હવે એ જ બાકી રહ્યું છે. ફેસબુક. દુનિયા પકડાવે કાનપટ્ટી તોય ફેસબુકમાં શાણપટ્ટી.
પૂ- ઝકરબર્ગ, બિલ ગેટ્સ, લિંકન, સ્ટીવ જોબ્સ જેવા હિંમતવાન થઇ ભણતર છોડવાનું ભારતીયોનું શું ગજું? કમનસીબી તો એ છે કે, ભારતનો સામાન્ય માણસ કે મોટો મિલિયોનર, ફાયનાન્શિયલી ઇનસિક્યોર છે અને એજ્યુકેશન, ડિગ્રી, ગ્રેડ જાણે સ્ટેટસ સિમ્બોલ.
કે- એવી ડિગ્રી જેની કોઇ વેલ્યુ નથી. અને નેતાઓને તો બસ દિલ્હી મહત્ત્વનું છે, દેશની આવતીકાલ નહીં. યુથ-પાવરને વાતોમાં ભેળવી, મત મેળવી, મમ્મત ચલાવવાની....
બિ- ચલો આજે આટલું બહુ થયું..... જઇશું હવે?
કીટલી પરથી તો સહુ ગયા, પણ એમની વાતો, એમની રમૂજો પાછળની કરૂણતા તમને સંભળાય છે? કંઇ સમજાય છે? દરેક રીતે સશક્ત છતાં કંઇ જ કરવા અશક્ત. આવી હોય દુનિયાના સૌથી યુવાન દેશની આવતીકાલ? દુનિયામાં પગ મૂકતા પહેલાં જ દેવાદારનું લેબલ? પ્લેસમેન્ટની લાલચે જિંદગીના બે મહત્ત્વનાં વર્ષો અને ભારે રકમ વેડફતા યુવાધનને આપણે ક્યાં સુધી છેતરીશું? શું શિક્ષણ પોતે જ કોઇ નવો અભ્યાસ નથી માંગતું? શું રીઢા કોર્પોરેટ જગતને નવા વિકાસશીલ વિચારનો ખપ નથી?
યુવાની પાણીના વહેણ જેવી છે. વહેણને માર્ગ આપણે આપીએ તો સારું છે. નહીંતર, પાણી પોતાનો માર્ગ કરી જ લેશે. પછી.... પહાડનુંય શું ગજું....

Viral Mehta