ઠીકોનોમિક્સ ઝીંકોનોમિક્સ ફ્રીકોનોમિક્સ
બાગેશ્રી અને બિહાગના લગ્નની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. બાગેશ્રીની પાંચ ખાસ ફ્રેન્ડ્ઝ એના શણગારમાં રત છે. બિહાગના પણ પાંચ ખાસ દોસ્તાર અણવર બનીને આવ્યા છે. કોઇ એકબીજાંને કહેતાં નથી, પણ મિસરીનું નામ પડતાં એમનાં હૈયાં ઘબકાર ચૂકી જાય છે. મિસરી, બાગેશ્રીની પાંચમાંની એક ફ્રેન્ડ. પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રીજય કુમારની એકની એક દીકરી. સ્વરા, લયા, રસા, રાગા પણ કંઇ ઓછી સુંદર તો નહોતી જ પણ મિસરીની વાત અલગ હતી. રાતાં ગાલ. મરોડદાર આસમાની આંખો. લયદાર ઊંચું કદ. હોઠથી મલકતી ગુલાબી માસૂમીયત. બાગેશ્રી સહિત પાંચેય ફ્રેન્ડ્સને મિસરી પર ગર્વ હતો. સુંદરતા કરતા વિષેશ એણે મેડિકલ એન્જિનિયરિંગમાં મેળવેલા ગોલ્ડ મેડલ ઉપર!
એટલે જ બિહાગના અણવર એને ઇમ્પ્રેસ કરવા થનગની રહેલા. વેદુ પાંચેયમાં થોડો સિન્સિયર ટાઇપ હતો. એને બિહાગની બાજુમાં બેસાડી બાકીના ચાર કન્યાપક્ષની સેવામાં પરોવાયા હતા. એક જણ તો મિસરીના હાથમાંથી રિફ્રેશમેન્ટની પ્લેટ લઇ જાતે સર્વ કરવા લાગ્યો. બીજાએ બાગેશ્રીની બાજુમાં મિસરીને ખુરશી ગોઠવી આપી. બાકીના બે નવી ભાભીને મસકા મારવા લાગ્યા. જવાનિયાઓની આ મસ્તી કોઇથી અછાની નહોતી. બધા મેરેજ ફંક્શનના જુવાની જંક્શનની મજા લઇ રહ્યા હતા.
વેદુ પોતાના ટેબમાં કોઇ મેથેમેજિક પઝલમાં પરોવાયો હતો. નિનાદે આવીને વેદુની ટીખળ કરી, 'અલ્યા આજે તો સંસારી બન? ત્યાં સામે જો આખું ઇન્દ્રલોક ઊતર્યું છે'. 'પણ તમારા કોઇના નસીબમાં નથી માય ડિયર', વેદુએ કીધું, 'શું તમે એમ માનો છો, આટલી સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ છોકરી તમને ઘાસ નાંખશે? મિસ્ટેક, બીગ મિસ્ટેક માય ફ્રેન્ડ. મારા કેલ્ક્યુલેશન પ્રમાણે તમે પહેલાં મિસરીને ઇમ્પ્રેસ કરવા ટ્રાય કરશો. એમાં સફળ નહીં થાવ એટલે ભાભીની બાકીની ફ્રેન્ડ્સ પાસે જશો. એ લોકો પણ તમને રિજેક્ટ કરશે. કારણ કે, તમે પહેલા મિસરી પાસે રિજેક્ટ થઇને આવ્યા હશો. સો માય મેથેમેજિક ઇઝ, તમે ચારેય મિસરી સિવાયની ભાભીની ફ્રેન્ડ્સની નજીક રહો. તો ચારેયનું આજે જ સગપણ પાક્કું થઇ જવાની પ્રોબેબલિટી મેક્સીમમ છે'.
નિનાદ અને બીજાં ત્રણેયને વેદુના મેથેમેજિક પર કોઇ શક નહોતો. એમણે મિસરીની પાછળ ઘેલા થવાનું બંધ કર્યું. બીજી ચાર કન્યાઓની સરભરા શરૂ કરી. આઇડિયા ક્લિક થયો અને સાથે ચાર નવયુગલના ફોટોગ્રાફ્સ પણ ક્લિક થવા લાગ્યા. બાગેશ્રી-બિહાગ આશીર્વાદ મેળવવામાં બિઝી હતા. મંચ પર વેદુ એના ટેબમાં મશગૂલ હતો. મિસરી એકલી બોર થતી હતી. એ વેદુની બાજુમાં આવીને બેઠી. 'હલો! કેમ છો? હું મિસરી. અહીં બેસું'? વેદુએ એની સામે જોયું. 'આપણે કેમ છો, મજામાં, ફરી ક્યારે મળશું, કીપ ઇન ટચ, આઇ મિસ યુ, દોસ્તીને સંબંધનું ક્યારે નામ આપશું? એવી લાંબી અનશ્યોર સિસ્ટમમાં ફસાવું છે? કે પછી, મેં પૂછી લીધું ને તેં મેરેજ માટે હા પણ કહી દીધી? ત્યાંથી વાત શરૂ કરવી છે'? વેદુએ તો ધડ કરતાકને પૂછી લીધું.
શરમાઇ ગઇ મિસરી. વેદુની વાત પર એને હસવું પણ આવી ગયું. 'અત્યારે ગોળ ધાણાથી ચાલશે કે, વરઘોડો કાઢીએ, દામાદજી'? શ્રીજય કુમાર થોડે દૂરથી ક્યારના આ માસ્ટર માઇન્ડ વેદુ પર નજર જમાવી બેઠા હતા. એમના જેવા કાબેલ બિઝનેસ મેનને મેથેમેજિશિયન જમાઇ ગમી જાય એમાં નવાઇ નહોતી. વેદ અને મિસરીનું સગપણ ત્યાં જ ગોઠવાઇ ગયું. નિનાદ સહિત બાકીના ત્રણે તો વેદને ભરપૂર ટપલાં મારી ધમાલ મચાવી દીધી.
દોસ્તો, ટુ બી ઓનેસ્ટ! નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વિખ્યાત ઇકોનોમિસ્ટ અને ગણિતશાસ્ત્રી, જ્હોન નેશ પર બનેલી, અ બ્યૂટિફૂલ માઇન્ડ મૂવિના એક દ્રશ્યનું આ ગુજરાતી રૂપાંતર છે. જ્હોન નેશનું નેશ ઇક્વિલિબ્રિયમ આ પ્રકારની અનેક રિયલ લાઇફ સંભાવનાઓ પર આધારિત છે. ઇકોનોમિક્સ, સ્ટોક માર્કેટ, સાયન્સ, એસ્ટ્રોનોમી, ખગોળશાસ્ત્ર, જ્યાં જ્યાં ગણિતનો ઉપયોગ હોય તે દરેક ક્ષેત્રે આજે નેશ ઇક્વિલિબ્રિયમનો ઉપયોગ થાય છે. તમારા કમ્પ્યુટરની ડિસ્ક, RAM, બાયસ પણ આ જ આધારે કામ કરે છે. જ્હોન નેશે સ્ક્રીઝ્ઝોફેનિયા પર કોઇ પણ દવા વિના વિજય મેળવેલો. હકીકત અને મગજના કાલ્પનિક પાત્રો વચ્ચે એમણે એક ઇક્વિલિબ્રિયમ ઊભું કરેલું.
ઇકોનોમિક્સ જેવાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા, સૌથી રસપ્રદ વિષયને આપણે ત્યાં બોરિંગ રીતે ભણાવાય છે. ઉપર એક પ્રસંગમાં એક સમીકરણ સ્પષ્ટ થયું. એ રીતે કોઇ સ્કૂલ કોલેજ શીખવાડતાં નથી. એટલે આપણા માટે તે ઠીકોનોમિક્સ કે ઝીંકોનોમિક્સ બની જાય છે. યુનિવર્સિટી ઓફ શિકાગોના ઇકોનોમિસ્ટ, સ્ટીવન લેવિટ એને ફ્રીકોનોમિક્સ કહે છે. ઇકોનોમિક્સ એટલે કોમન સેન્સ. આ વાત સમજાવતા સંખ્યાબંધ લેખ સાથેનું એમનું ફ્રીકોનોમિક્સ પુસ્તક વાંચવા જેવું છે. આ એ ક્રાંતિકારી પુસ્તક છે, જેના એક જ લેખથી સૂમો રેસલિંગ વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. લેવિટે તેમાં એક એવી સંભાવના રજૂ કરી હતી કે બધી જ સૂમો કુશ્તી સ્પર્ધાઓ ફિક્સ થયેલી લાગે. છેવટે કોઇ માને કે ન માને ૧૯૪૬થી વિના અવરોધ ચાલતી આ કોમ્પિટિશન પહેલી જ વાર ૨૦૧૧માં બંધ રાખવી પડેલી.
દોસ્તો, ઇન્ટરનેટ પર આ જ પુસ્તક પર બનેલી એક જબરદસ્ત ડોક્યુમેન્ટરી પણ છે. શોધી કાઢજો. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઉદ્યોગ સાહસિકો માટે ફ્રીકોનોમિક્સ ઘણા અટપટા પ્રશ્નોના સરળ વ્યવહારુ જવાબો આપવા સક્ષમ છે. એટલે હવે અર્થશાસ્ત્રની વાત આવે ત્યારે પ્રોબલેમને તમારી કોઇ રોજ-બ-રોજની ઘટના સાથે સાંકળીને જોજો. તમારા જેવો સચોટ ઉકેલ કોઇ મોટા ઇકોનોમિસ્ટને પણ નહીં જડે! ગેરંટી બોસ!
Viral Mehta