મેરુ તો ડગે પણ જેનાં....
બિરુદ અને પ્રશસ્તીને તો થયું, આ લોકો મળે તો કદમ ચૂમી લઇએ. ક્યાં પેલા માત્ર પ્રસિદ્ધિ માટે મરી પડતાં ખોખલાં ખોળિયાં? અને ક્યાં જિંદગીને નવો મતલબ આપતા આ ઝિંદાદિલ મહામાનવો.... આવો એમને મળીએ....
ડોશીમા ડોશીમા ક્યાં ચાલ્યા?
બાઇક માટે ડેડી સાથે રોજ રકઝક? લાસ્ટ મિનિટ ફેશન શોધવા દોડાદોડ? લેટેસ્ટ ગેજેટ્સનો ક્રેઝ? ક્રેઝી-કૂલ-ડૂડ ને હોટ યુથ થવું એ તમારું મિશન? તો આવો એક એવાં ડોશીમા સાથે ઓળખાણ કરાવું, જેમને જોઇને ભલભલી જવાની શરમાઇ જાય.
બારામતી મેરેથોનની સ્ટાર્ટ લાઇન પર રેફરીની વ્હિસલ સંભળાય છે. લેટેસ્ટ સ્પોર્ટ ગિયરમાં સજ્જ સ્પર્ધકો માર્ક પર પહોંચે છે. પણ આ જુઓ! પગમાં સ્લીપર, કાછોટો મારીને પહેરેલો જૂનો નવવારી સાડલો, કપાળમાં ચાંદલો અને માથે ઓઢેલા છેડામાંથી ડોકિયાં કરતી સફેદ વાળની લટ.... એક માજીને જોઇને કોઇના મોં વંકાયાં તો ક્યાંક મશ્કરીનું સ્મીત....
મેરેથોન શરુ થઇ. થોડું દોડ્યા અને સ્લીપર અડચણ લાગી. માજીએ કાઢીને ફેંકી દીધી. દોડમાં બે-પાંચની આગળ નીકળ્યા. કોન્ફિડન્સ લેવલ વધતું ગયું. દરેક શ્વાસ કહેતો ગયો, બક અપ.... લતા કારે, તારે આ રેસ જીતવી જ પડશે. અને લતા ભગવાન કારે રેસ જીતી ગયાં. કોઇ જ ટ્રેક સૂટ કે સ્પોર્ટ શૂઝ કે ટ્રેઇનિંગ વિના. સપનાં સાકાર કરવામાં ઉંમર, પરિસ્થિતિ, અનુભવ કે અસુવિધાની વાતો, હાર માનવાની સગવડિયા રીત છે. બાકી, ૬૧ વર્ષના લતા બાને પૂછો, ડોશીમા ડોશીમા ક્યાં ચાલ્યા? તો કહેશે મેરેથોન જીતવા....
દુનિયાનો સૌથી મોટો શેફ
રોજ ૧.૫ મિલિયન ભાણાં તૈયાર કરે એનાથી મોટો કોઇ શેફ હોય? સુપ્રસિદ્ધ તાજ હોટેલ્સનો સફળ શેફ. સ્વિટ્ઝરલેન્ડની એક ફાઇવસ્ટાર હોટેલમાં શેફ તરીકે તેની પસંદગી પણ થઇ. કરિયરનો આ સૌથી મોટો મુકામ હતો. એ સ્વિટ્ઝરલેન્ડ જવા તૈયાર હતો. પણ નસીબ કોઇ વધુ મોટા પડાવ પર એની રાહ જોતું હતું.
એક દિવસ મદુરાઇમાં લટાર મારતાં તે સ્તબ્ધ થઇ ગયો. જડાઇ ગયો જ્યાં હતો ત્યાં. એક અબુધ વૃદ્ધ ગરીબ સડકના કિનારે ગંદકીમાં ભૂખનો ઇલાજ શોધી રહ્યો હતો. તેનું દિલ હચમચી ઉઠ્યું. એક પોકાર ઊઠ્યો, 'કોઇ ભૂખ્યાંનું પેટ ન ભરી શકે એવા શેફ થઇને શું કરવાનું નારાયણ ક્રિશ્નન'? પોતાની બચતના દોઢેક લાખની એણે આહૂતિ આપી, ભૂખ્યાં ગરીબોના જઠરાગ્નિમાં. શરૂઆતમાં તો અડચણોનો પાર નહોતો. પરંતુ આજે દુનિયાનો આ સૌથી મોટો અને દિલાવર શેફ તેની ટીમ સાથે સવારે ચાર વાગ્યાથી દરિદ્રનારાયણ માટે લાખો ભાણાં તૈયાર કરે છે. નારાયણના અક્ષય ટ્રસ્ટનું અક્ષય પાત્ર કદી ન ખૂટે, એ જ પ્રાર્થના!
આઇસ મેન – નાઇસ મેન
સિવિલ એન્જિનિયર થઇને શું કરવાનું? રીયલ્ટી બિઝનેસનું શું ઠેકાણું? આવે છેને કોઇ વાર આવો વિચાર? તો નોરફેલને મળો, ચ્યુવેંગ નોરફેલ. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ. એ પણ ૧૯૬૦માં. નોરફેલને લેહ-લદ્દાખમાં ખેડૂતો આઇસ મેન તરીકે ઓળખે છે. જમ્મુ-કાશ્મીરના ગ્રામ વિકાસ વિભાગની જોબમાંથી નિવૃત્ત થયા પછી નોરફેલ પોતાને ગામ પાછા આવ્યા. એમણે જોયું કે, ઉનાળામાં બરફ ઓગળવાથી પહાડી નદીઓમાં પૂર આવતાં અને પાક ધોવાઇ જતો. નોરફેલને એક વિચાર આવ્યો. કૃત્રીમ જળ સંગ્રાહકોનો. જેમાં પાણી ઠંડીમાં થીજેલું રહે અને એપ્રિલમાં બરાબર વાવણીની સીઝન વખતે બરફ પીગળે ત્યારે સિંચાઇ માટે ઉપબ્ધ રહે. નોરફેલે ફુકત્સે ફુ ગામમાં આ પ્રયોગ કર્યો. પરિણામ જાણો છો? ખેડૂતોની ઉપજ ત્રણગણી વધી ગઇ. નોરફેલે આખા લેહ-લદ્દાખ રાજ્યમાં આવાં અનેક હીમ-સંગ્રહ તૈયાર કર્યાં છે. ખેડૂતો જાતે જ સંગ્રાહકો તૈયાર કરી શકે તે માટે એમને તાલીમ આપી છે. દુનિયાભરના દેશના એગ્રીકલ્ચરિસ્ટ નોરફેલ પર આફરીન છે. કુદરતના ક્રમને માનવજાતિના ફાયદામાં કનવર્ટ કરનાર આ આઇસ મેને રિટાયરમેન્ટ પછી ખરી કરિયર શરૂ કરી છે.
૧૦૦ કિલોમીટર લાંબું સ્માઇલ
આંદોલનો, સભાઓ, રેલીઓ, રંગ બદલતી ટોપીઓ, એંગલોની અદલા-બદલી કરીને એકના એક ભાષણ ઠોકતા તરેહ તરેહના નેતાજીઓ. એક તરફ દાવાઓ અને વાદાઓના ઢગલા બીજી તરફ લોકોની ખરી તકલીફો.... એમાં સાવ નવો સવો યુવાન આઇએએસ. એના ગામથી ચાલીને મેઇન રોડ પહોંચતા બે દિવસ લાગે. અને આ આઇએએસ ભાઇએ ૧૦૦ કિમીનો પાકો રસ્તો બનાવી દીધો. આજે એના જ નહીં આજુબાજુના કેટલાય ગામો માટે વેપાર-વાણિજ્ય-પ્રવાસ આસાન થઇ ગયા છે. તમે કહેશો એમાં શું ધાડ મારી? સરકારી અમલદાર હતો તે કરેય ખરો.
પરંતુ, સરકારે તો રિસોર્સિસના અભાવે આર્મસ્ટ્રોંગ પામેનો પ્રોજેક્ટ રિજેક્ટ કરેલો. આર્મસ્ટ્રોંગે સોશિયલ નેટવર્કિંગનો સહારો લીધો. ફેસબુક પર એક અભિયાન શરૂ કર્યું. ભંડોળ ઊભું કર્યું. આજે આ ૧૦૦ કિલોમીટરનો માર્ગ લાખો ગ્રામજનોના ફેસનું સ્મીત બની રહ્યો છે.
બાય ધ વે, તમે ફેસબુકનો ઉપયોગ શા માટે કરો છો? પારકી ફિલસૂફી કટ-પેસ્ટ કરવા? ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સને ઇમ્પ્રેસ કરવા? કોઇથી ઇમ્પ્રેસ થવાનો પ્રયત્ન કરવા? નેતા, અભિનેતાઓના કોન્ટ્રાક પર મેનેજ કરવા આપેલા પેજ લાઇક કરવા? મોડર્ન, કમ્પ્યુટર સેવી ઇમેજ ઊભી કરવા? સ્ટેટસ લખી છવાઇ જવા? કોઇના સ્ટેટસ પર જબરદસ્ત કમેન્ટ્સ કરવા? આઇ-મી-માયસેલ્ફ, ટ્રીપ-ટુ-સિંગાપોરના ફોટોગ્રાફ્સ મૂકવા, જોવા? કોઇના વાસી જોક શેર કરી ટાઇમ-પાસ (વેસ્ટ) કરવા? કે એવાં જ કોઇ અર્થ વિનાના આશય માટે.... ? હવે લોગ-ઇન કરો ત્યારે આર્મસ્ટ્રોંગ જેવું કોઇ મિશન લઇને કરશો તો લાઇફ સલામ મારશે!
મેરુ પર્વતને ડગાવી મૂકે એવું મક્કમ મન લઇને જીવવાની મજા કંઇ અલગ છે દોસ્તો!
Viral Mehta