કેટલીક વણકહી કરિયર કથાઓ
બોધ અને શોધનાં સપનાંની કરિયરમાં આજે અનોખાં તાણાવાણા ઉમેરાયા હતા. આવું ખરેખર હોઇ શકે? અદના અમસ્તા ઇન્સાન આટલા ગજબ ક્યાંથી હોય?
આ તો રજનીકાંતનોય બાપ!
ચીનના યુદ્ધ સમયે એક તમિળ યુવકે પોતાના ગળામાંથી સોનાનો દોરો દાનમાં આપ્યો. કોઇ અખબારના તંત્રીને મળ્યો. પોતાના દાન વિષે સમાચાર છપાવવા. તંત્રીએ કીધું, 'તું તારી પોતાની કમાણીમાંથી દાન કરીશ ત્યારે છાપીશ'. અને પછી તો એણે ચેલેન્જ ઉઠાવી. ઇતિહાસ અને લાયબ્રેરી સાયન્સમાં ગોલ્ડ મેડલ સાથે માસ્ટર્સ થયો. ૩૦ વર્ષ લાયબ્રેરિયનની જોબ કરી. અને હવે જે કહું એ સાંભળશો, તો બેઠા છો ત્યાં ઊભા થઇ જશો! દર મહિને મળતા પગારની એકેએક પાઇ અનાથ બાળકોની સેવામાં વાપરી. નિવૃત્તિ પછીનું પેન્શન પણ અનાથોની સેવામાં દાન કર્યું.
તમને થશે એણે પોતાના જીવન નિર્વાહ માટે શું કર્યું? એ માટે એણે નોકરીના સમય પછી હોટેલમાં સર્વરનું કામ કર્યું. માત્ર ભોજન પૂરતી પોતાની જરૂરિયાત સંતોષવા. તમિળનાડના આ મહામાનવનું નામ છે, પી. કલ્યાણસુંદરમ્. એમને અમેરિકાની એક સંસ્થાએ 'મેન ઓફ દ મિલેનિયમ'નું સન્માન આપ્યું છે. અને હા, સુપર સ્ટાર રજનીકાંતે એમને પિતા તરીકે દત્તક લીધા છે. પણ અફસોસ, આ લખાય છે ત્યાં સુધી એમના ફેસબુક પેજને માત્ર ૧૭ જણે જ લાઇક કર્યું છે. બોલવામાં બહાદૂર નેતાઓ અને સ્ટાઇલ મારતા અભિનેતાઓને ગમાડવા વલખા મારતા આપણે દેશના સાચા હીરોઝ વિષે જાણતા જ નથી?
તેજના લીસોટા જેવી એક છોકરી
તબડક તબડક કરતા ઘોડા પર વાયુ વેગે આખા ગામનું ચક્કર મારતી એ ફરે. ગામમાં ૧૦૦ ટકા શિક્ષણનો સંકલ્પ કરે. ગ્રામજનો માટે વૈકલ્પિક રોજગાર, પાકા રોડ, પાણી, વીજળી, રી-ફોરેસ્ટેશનના કાજ હાથ ધરે. શક્તિની સાક્ષાત છબિ એટલે ગામ સોડા, જિલ્લા ટોંક, રાજસ્થાનની મહિલા સરપંચ છવિ રાજાવત. અભ્યાસ પૂછો તો રિશી વેલી સ્કૂલ, આંધ્રમાં શાળા શિક્ષણ, મેયો કોલેજ, અજમેરમાં માધ્યમિક શિક્ષણ, લેડી શ્રી રામ કોલેજ, દિલ્હીમાં સ્નાતક. પૂણેથી MBAની ડિગ્રી. તોય બ્રિગેડિયર રધુબીરસિંહની પૌત્રી હાઇ-ફ્લાઇંગ, ટોપ-નોચ કોર્પોરેટ જોબ એક ઝાટકે છોડીને પોતાના ગામની સરપંચ બની છે. દેશની આ પહેલી MBA મહિલા સરપંચ છે. શહેરી કન્યાઓની જેમ જ જિન્સ-ટીશર્ટમાં ફરતી ઊંચી, તેજના લિસોટા જેવી છવિ માને છે કે મેનેજમેન્ટનું ભણતર મારા ગામની કાયાપલટમાં મદદરૂપ થઇ રહ્યું છે. ગામના લોકોને સરકારી સહાયના મહોતાજ નહીં, પરંતુ આત્મનિર્ભર બનાવવા એ તેનું લક્ષ છે.
આ દેશમાં નાની-નાની વાતોમાં છાકો પાડનારાની કમી નથી, ત્યારે છવિ કોઇ ઢંઢેરો પીટ્યા વિના સેવા, સર્જન, સ્વાશ્રય, સહકારની ભાવનાથી એક નવા યુગ નિર્માણ તરફ આગળ વધી રહી છે. તમે પણ એ.સી. ઓફિસની બહાર આવીને જુઓ. આ દેશમાં કરવા જેવાં કામોની કોઇ કમી નથી. બસ મનમાં પાકો ઇરાદો હોવો જોઇએ.
કોલેજના ગેટ સુધી પહોંચતા, શોધ તો છવિની રાહ પર આગળ વધવાનો સંકલ્પ કરી ચૂકી હતી. બોધ એક નવો જ પાઠ ભણી રહ્યો હતો.
દુનિયાનો સૌથી નાનો હેડમાસ્ટર!
'શિક્ષણ સૌથી મોટો ધર્મ' માનતા નસીરુદ્દીન શેખ, મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળના નાનકડા ગામના વતની છે. એમનો પોરીયો નવ વર્ષનો હતો ત્યારથી માસ્તર બનેલો. ગામમાં તે એકલો જ સ્કૂલે જતો. પાછા આવીને આઠેક દોસ્તોને બેસાડી એરિથ્મેટિક ભણાવતો. શરૂ કર્યું ત્યારે તો આ ટીચર-ટીચરની રમત માત્ર હતી. આજે પોતાના ઘરના આંગણામાં ૮૦૦ વિદ્યાર્થીઓની પાઠશાળા ખોલીને બેઠો છે. 'આનંદ શિક્ષા નિકેતન'નો એ સૌથી નાની ઉંમરનો હેડમાસ્ટર છે. દિવસે આ હેડમાસ્ટર પોતે સ્કૂલમાં ભણવા જાય અને પાછા આવીને ગામમાં પોતાની સ્કૂલમાં બાળકોને ભણાવે. આ સૌથી નાના હેડમાસ્ટરનું નામ જાણો છો? શું યાર તમેય! લંડનના રાણી પણ એનું નામ જાણે છે. બાબર અલી નામ છે, આ સુકલકડી, હસમુખા, ખુશમિજાજ હેડમાસ્ટરનું.
દોસ્તો! કરિયરનો કોઇ અર્થ પેકેજ કે પૈસા કે ઇન્ક્રીમેન્ટ કે ઓફિસ કે વિમાન કે કાર થતો નથી. કરિયર એટલે કર્મ. ફળની આશા વિના કરવાનું કર્મ. કર્મનું ફળ કર્મ પોતે જ. એક કર્મમાં નિષ્ઠાથી આગળ વધો બીજાં સો કર્મ આપોઆપ મળી જશે.
સુપર – 30, સુપર આનંદ
એક બિહારી બાબુ છે. આનંદ કુમાર. ગણિતનો ઉસ્તાદ. કમાલનો માણસ છે. કેમ્બ્રિજમાં એડમિશન મળેલું, પણ પિતાનું અવસાન થયું. ભણવાનું સપનું અધુરું રહ્યું. તો શું? ભણાવી તો શકાયને? આનંદ દિવસે ગણિતમાં સંશોધન કરતો, રાતે મા સાથે પાપડ વેચતો. પછી મહિને ૫૦૦ રૂપિયાના ભાડે રૂમ રાખી રામાનુજન સ્કૂલ ઓફ મેથેમેટિક્સ શરૂ કરી. જોતજોતાંમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઇ. છતાંય એને મનમાં એક ખટકો હતો. પોતાની માફક, પૈસાના અભાવે કોઇ હોંશિયાર વિદ્યાર્થીનું ભણતર ન અટકે. એણે સુપર – 30 પ્રોગ્રામ શરૂ કર્યો. એમાં આર્થિક રીતે નબળા પણ અભ્યાસમાં સબળા વિદ્યાર્થીઓની ટેસ્ટ લઇ, 30 ટકોરા જેવા વિદ્યાર્થીઓ પસંદ કરી, કોઇ પણ ફી વિના IIT JEE પરીક્ષા માટે તૈયાર કરે છે. સુપર – 30નો રેકોર્ડ છે, આ ત્રીસેત્રીસ વિદ્યાર્થીઓ IIT JEEમાં પાસ થાય છે. સુપર – 30 માટે મોટી ઓફર્સ આનંદ કુમારે વટથી નકારી દીધી છે.
કોઇ દા'ડો ટીવીની નેગેટિવ તકરારો અને રાજકારણની ઠાલી ચર્ચાથી ફુરસદ મળે તો નજર નાંખતા રહેજો. આવી સેંકડો વણકહી કરિયર કથાઓ આપણી આસપાસ જીવંત છે.
આશા છે ઉડાનમાં કોઇવાર તમારું પણ નામ હું વટથી લખું દોસ્તો!
Viral Mehta