આઇસ બ્રેકિંગ મોમેન્ટ્સ
બસમાં એક નિમિત્તની માફક પૂર્વરાગ બેઠો હતો. આજે કોઇ અજબની ફિકર સતાવી રહી હતી. કોલેજ પહોંચીને શું થશે? ન તો, પરીક્ષાઓ હતી. ન કોઇ સબમિશન. છતાંય? એન્જિનની ઘરઘરાટી, વારેવારે હોર્નનો અવાજ અને લોકોના બોલાશથી અળગા રહેવા એણે કાનમાં હેડફોન લગાવી રાખ્યાં હતાં. પણ ગીતોમાં એનું ધ્યાન જ ક્યાં હતું? દરેક યુવકની જિંદગીમાં આવી એક મોમેન્ટ આવે છે. બરફનાં ચોસલાંની જેમ થીજી ગયેલી ક્ષણ. જેમાં પ્રશ્નની ખબર નથી હોતી. છતાંય મન જવાબ શોધવા મથતું રહે છે. પૂર્વરાગ પણ ખોવાયેલો હતો. જિંદગીના અજ્ઞાત પ્રશ્નમાં. અતિશય મૂંઝવણ હતી....
....બાર વાગે ઓફિસની મિટિંગ હતી. એક કલાક બાકી હતો. આખાં વર્ષનું પરફોર્મન્સ ડિરેક્ટર્સ સામે પ્રેઝન્ટ કરવાનું હતું. અનુમાન સંપૂર્ણપણે તૈયાર હતો. બસ ચાર ઓર્ડર્સની એન્ટ્રી માનાર્થ સાથે ક્રોસ ચેક કરવાની હતી. એ વખતે બંને સાથે હતા. અનુમાનને ડાઉટ હતો ક્યાંક એ ઓર્ડર્સ માનાર્થે પોતાના રિપોર્ટમાં તો પ્રોજેક્ટ નહીં કર્યા હોય? માનાર્થ આવ્યો નહોતો. એ હોત તો પણ અનુમાનની હિંમત નહોતી એની સાથે વાત કરવાની. છ મહિના પહેલાંની એ બેહૂદી તકરાર એના મનમાં રમી રહી હતી. કેટલું ખરાબ? આખી ઓફિસ સાંભળે તેમ બંને ઊંચા અવાજે ન બોલવાનું બોલી ગયા હતા. યારી-દોસ્તી, સાથ બધું એ જ ક્ષણે કોઇ આઇસ ટ્રેમાં પડેલું ચોસલું થઇ ગયેલાં. હવે કયા મોંએ, કોણ, કોની સાથે વાત કરે....?
....મારે પણ સ્વમાન હોય કે નહીં? એ જાણે એકલો જોબ કરે છે? આગંતુકાએ ચીડથી ખુમારનો કોલ કટ કર્યો. ફોન સાયલેન્ટ કરી પર્સમાં મૂક્યો. આ શું રોજ ઊઠીને મગજમારી? ઘરનું કામ હું કરું. ફ્લેટના હપતા મારા સેલરીમાંથી જાય. એનો ગેજેટ્સનો શોખ પૂરો કરવા ગિફ્ટ્સ હું લાવું. અને આ બધી તો સાવ મામૂલી બાબતો છે, હું એની દરેક ઇમોશનલ ક્રાઇસીસમાં એને સંભાળી લઉં એનું શું? આજે સવારે બસ બ્રેકફાસ્ટ બનાવવા માટે આટલો ઇગો? હાઉ, ઇન્સલ્ટિંગ? હવે એની સાથે કોઇ વાત નહીં કરું. નહીં જઉં હવે પાછી. ક્યારેય નહીં. આગંતુકા પણ જિંદગીના જવાબ વિનાના પ્રશ્નોનું સમાધાન પેલી થીજી ગયેલી ક્ષણ પાસે માંગી રહી હતી. વધુને વધુ મૂંઝાઇ રહી હતી....
કંટાળીને અનુમાન ઓફિસની બહાર આવ્યો. કિટલી તરફ ચાલવા લાગ્યો. 'લાઇફ ઇઝ સો રિડિક્યુલસ, મે....ન'! મનમાં બબડીને નીચે પડેલાં કોલ્ડ-ડ્રિંકનાં ટિનને જોરથી એક લાત મારી ફગાવી દીધું. આગળ ચાલ્યો. ત્યાં ફરી પાછું પેલું ટિન એનાં પગમાં આવીને અથડાયું. અનુમાને વળીને જોયું. ફૂટપાથ પર કામ કરતા મજૂરનું બાળક કમર પર હાથ મૂકીને હસી રહ્યું હતું. અનુમાને ટિનને સામે લાત મારી. બાળકને મજા પડી. એણે પણ લાત મારી. પણ આ વખતે ટિન હવા સાથે થોડું ફંટાયું. સામેથી આવી રહેલી આગંતુકાના પગ સાથે અથડાયું. એ તો ગુસ્સામાં જ હતી. એ ટિનને અલગ દિશામાં ફંગોળી બસ સ્ટેન્ડ પર ઊભી રહી.
ત્યાં ડબલું કોઇક બીજાંની પીઠ પર અથડાયું. પેલાએ પાછળ જોયું. માનાર્થ હતો. એની અને અનુમાનની નજર એક થઇ. છ મહિના જૂનું સ્મીત અનાયાસ બંનેના ચહેરે આવી ગયું. માનાર્થે ડબ્બાને સામી લાત મારી. દોસ્તી વચ્ચે થીજેલી ક્ષણોનું ચોસલું તૂટ્યું હતું. બંને સાથે ઓફિસ તરફ ચાલી નીકળ્યા.
મૂંઝાયેલો પૂર્વરાગ કોલેજ તરફ જતો હતો એની સાથે અનુમાનનો ખભો અથડાયો. એ કંઇ બોલે તે પહેલાં પેલાં બાળકે ડબ્બાને લાત મારી પૂર્વરાગ તરફ ફેંક્યું. પૂર્વરાગ તો જાણે ફૂટબોલને લાત મારવા જતો હોય તેમ દોડ્યો. બારીક કાંકરીના ઢગલા પર પગ લપસ્યો. ઢસડાયો. પટકાયો. માથું બચી ગયું. હાથના ટેકે ઊભો થવા જતો હતો ત્યાં કોઇએ હાથ ધર્યો. 'પગમાં પડવાની તારી સ્ટાઇલ ગમી, પૂર્વરાગ.... આઇ એમ ઇમ્પ્રેસ્ડ'! ઓત્તારી, આ તો પરા હતી! એ જ પરા જે હજી કોઇ પ્રશ્ન જ નહોતી થઇ છતાં કોઇક જવાબ બની હસતી હતી!
દોસ્તો, અભ્યાસ, કરિયર, સંસારની ઘટમાળમાં આપણે સહુ આપણે જ થીજવેલી કોઇ ક્ષણના ચોસલાંમાં અટવાતા રહીએ છીએ. આ એવું કાલ્પનિક ચોસલું છે જે આપણે અસ્તિત્વથી અળગું કરી શકતા નથી કે નથી ઓગાળી શકતા. ક્યાંક, નિઃસ્વાર્થ થવાનો સ્વાર્થ તો ક્યાંક મહત્વાંકાક્ષાની મગરૂરી તો ક્યાંક કંઇ બીજું, આપણને આપણા સ્વયંથી અળગા રાખે છે. આનાથી બચવાનો એક જ ઉપાય છે. ફગાવી દો એ અવરોધ. તોડી નાંખો એ ચોસલાં. બાળકની નાદાન માસૂમિયત મનમાં ભરી, મારો એક કીક એ ખાલી ટિનને. અને જુઓ ધારેલું અને ન ધારેલું બધું સામે આવી મળશે.
અનુમાન, માનાર્થ અને પૂર્વરાગ, પરા તો ગયા. આગંતુકા હજી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. અને એના પગ પાસે પડેલાં પેલાં ટિન સામે બાળક જોતું હતું. આગંતુકાની નજર બાળક પર પડી. એણે તેને બોલાવ્યું. ચોકલેટ કાઢવા પર્સ ખોલ્યું. મોબાઇલની નોટિફિકેશન લાઇટ બ્લિંક થતી હતી. ખુમારનો મેસેજ હતો. 'બ્રેક-ફાસ્ટ તો રહી ગયો, સાથે લંચ તો કરશોને યંગ લેડી'? 'શ્યોર, સોનાની થાળીમાં રૂપાના કોળિયા જ્યાં મળે ત્યાં જઇશું'. બાળકના હાથમાં ચોકલેટ આપતાં આગંતુકા પોતાના જવાબ પર હસી રહી હતી. એની મોજડી આપોઆપ પેલાં ટિનને કીક બનીને વાગી. ડસ્ટબીનમાં ઊડીને પડતું ટિન જોઇ બાળકને પણ મજા પડી. આજે તમે પણ મનના અવરોધોને ડસ્ટબીનમાં ફગાવી ઘરેથી નીકળો. જિંદગીનું બીજું નામ જલસો થઇ ન જાય તો મને કહેજો!
Viral Mehta