થેંક્સ, માય ડિયર મોમ!
બારસાખ પર તોરણો લાગી ગયાં હતાં. કોલોનીમાં વાંસના પોલ્સ પર ઝિલમિલ ઝબૂકતી લાલ-લીલી રોશની હતી. આંગણાંમાં હરિયાળી જાજમ પર ક્યાંક ગુલાબ તો ક્યાંક મોગરાની ક્યારીઓ શોભતી હતી. બરાબર મધ્યમાં ચંદરવાના ચારેય ખૂણે માટીના સુશભિત કુંભની ઉતરડ હતી. સંસ્કૃતિ બાના પ્રપોત્ર ફોબોસના લગ્નમાં અર્વાચીન અને પ્રાચીન ભારતીય સભ્યતાની મિશ્ર થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. પણ એક વાત થોડી અલગ હતી. બારાત કન્યાને ત્યાં નહીં, કુમારને ત્યાં આવવાની હતી. ફોબોસના પિતાને આંગણે....
હરખઘેલાં બા તો ઉતાવળે આમથી તેમ બધું તપાસી રહ્યાં હતાં. જરૂર લાગતી ત્યાં જાતે જ બધો ફેરફાર કરી લેતાં. ઘરમાં કોઇ નવરું જ ક્યાં હોય કે કહેવા, પૂછવાની રાહ જુએ? આટલી ઉંમરેય એમનો જુસ્સો જોવા જેવો હતો. બસ હવે બારાત આવવાને પંદર મિનિટની વાર હતી. તેમ છતાં ઘરના સભ્યો જ હાજર નહોતા. ખુદ ફોબોસ પણ ક્યાંક ગયો હતો. પણ સંસ્કૃતિ બાના ચહેરે ફિકરની એક લકીર સુદ્ધાં નહોતી. એમણે નિરાંતનો શ્વાસ લીધો અને કમ્પ્યુટર સામે ગોઠવાયાં. કન્યાને ત્યાં ચાલી રહેલો ઉત્સવ લાઇવ દેખાઇ રહ્યો હતો.
કન્યાને ત્યાં પ્રસ્થાનની તૈયારીઓ થઇ ગઇ હતી. સૌ પોતપોતાનાં વાહનોમાં ગોઠવાયા હતા. ધરતી કોલોનીથી બારાત બરાબર મહૂરતના સમયે નીકળી. બાએ પંડિતજીને મેસેજ મોકલી દીધો. એ તો પલક ઝપકતા હાજર થઇ ગયા. પણ ઘરનો એક પણ સભ્ય હજી દેખાતો નહોતો. હવે તો બેન્ડનો અવાજ પણ ધીરે ધીરે નજીક આવી રહ્યો હતો. બાએ ગેટની બહાર જોયું. અરે? આ શું? અચાનક ભારે વેગથી પવન ફૂંકાયો. સૂસવાટાભેર. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. બે ફૂટ સામે કોણ છે તે કળવું અસંભવ થઇ ગયું.
પણ સંસ્કૃતિ બા જેમનું નામ. એ ડગે નહીં, ડરે નહીં અને હારે પણ નહીં. એમણે તો જિંદગીમાં આવાં કેટલાંય વંટોળ જોઇ કાઢ્યાં હતાં. હવામાં હાથથી એક આછો લસરકો માર્યો અને બારાતથી ઘર સુધી રસ્તાની બંને તરફ હવાની દીવાલો રચાઇ ગઇ. વંટોળ ફંટાઇ ગયો. કન્યા પક્ષ હવે ઘરની સામે આવી પહોંચ્યો હતો. બા અને પંડિતજી સ્વાગતની તૈયારીમાં આંગણે ઊભા હતા. જાનૈયાને આશ્ચર્ય થયું, બસ બે જ જણ? બાકીના સભ્યો ક્યાં? કુમાર ફોબોસ ક્યાં? અટકળો ચાલી જ રહી હતી ત્યાં ઘરની ઉપર લગ્નના લાઇવ પ્રસારણ માટે લગાવેલા વિશાળ પરદા પરથી ઉતરીને ફોબોસનો ભાઇ ડિમોસ બા પાસે આવીને ઊભો રહ્યો. એની પાછળ એક પછી એક ઘરના તમામ સભ્યો ટ્રેડિશનલ વેશભૂષામાં પરદા પરથી ઉતરીને ગોઠવાઇ ગયા. પુષ્પ સુશોભિત વાહનમાંથી કોઇ રાજકુમારીને આંટી દે તેવી રૂપસી ઉતરી તો એના પગલે પગલે ગુલાબી જાજમ પથરાતી ચાલી. પિતાના ઘેરથી પોતે વિદાય લઇને આવેલાં તે પ્રસંગ આખેઆખો બાને તાજો થઇ ગયો. સંસ્કૃતિ બાની આંખો રૂપસી પર હેત વરસાવી રહી. ભારતે પહેલું મંગલયાન મોકલ્યું તે વર્ષે બાનો જન્મ થયો હતો. ૨૫૦ વર્ષ થયાં એ વાતને. અને આજે બાના હાથે મંગળ ગ્રહ પર ઘરતીથી આવેલી બારાતનું ધામધૂમથી સ્વાગત થયું.
દોસ્તો, આજથી ૩૦૦ વર્ષ પછીના વિશ્વની આ એક ભવ્ય કલ્પના છે. તમે ભલે મનમાં હસો પણ વિજ્ઞાન કલ્પનાઓને ઇચ્છાશક્તિથી વાસ્તવમાં બદલતો ચમત્કાર છે. આજથી ૩૦૦ વર્ષ પહેલાં રેડિયો તરંગો વિષે કોઇને ખ્યાલ પણ નહોતો. આજે આપણા ખિસ્સામાં મોબાઇલ ફોન છે. પૃથ્વિ પર ક્યાંક ચાલી રહેલી ક્રિકેટ મેચ ટીવી પર લાઇવ જોવી આજે આપણને સહજ લાગે છે. મનગમતું દ્રશ્ય કેમેરામાં ઝડપી લેતા આપણે પોતાની ફોટોગ્રાફીની કમાલ પર ખુશ થઇએ છીએ. ક્યારેય એની ટેક્નોલોજી તરફ ધ્યાન ગયું? ક'દી વિચાર્યું, આ મનગમતું ગુજરાત ગાર્ડિયન, વોઇસ ઓફ પીપલ રજૂ કરવા રોબોટિક મશીનો દ્વારા પ્રિન્ટ થયું છે?
એવી જ અસંખ્ય કલ્પનાઓ અને જબરદસ્ત ઇચ્છાશક્તિ લઇને આપણું MOM (મોમ) – માર્સ ઓરબિટ મિશન 'મંગલયાન' રવાના થયું છે. માનવીના મંગળ ગ્રહ પર ઉતરવાની શક્યતાઓ તપાસવા ભારતનું આ પહેલું કદમ છે. વિદ્વાન વિજ્ઞાની સામ પિત્રોડા ટેક્નોલોજી વિષે આવારનવાર કહે છે કે, વિજ્ઞાનનો વિકાસ થવાથી માનવી આજે અસાધ્ય રોગો પર વિજય મેળવી રહ્યો છે. એનું જીવનસ્તર અને આયુષ્ય સુધર્યાં છે. ભવિષ્યમાં માનવી ૨૦૦થી ૨૫૦ વર્ષનું આયુષ્ય ભોગવશે.
પૃથ્વિથી થોડાં નાના કદના મંગળ ગ્રહ પર કોઇ કોલોનીમાં આપણા વંશજો મકાન બનાવે તો નવાઇ નહીં. સતત વંટોળ ધરાવતા, ભર ઉનાળામાં વધુમાં વધુ ૨૦ ડિગ્રી તાપમાનવાળા મંગળ પર માનવી પોતાને અનુરૂપ સંજોગો ઊભા કરી પણ લે. ચંદ્રને જોઇ વ્રત છોડતી નારી ભવિષ્યમાં મંગળના બે ચંદ્ર ફોબોસ અને ડિમોસને જોઇને મંગળ પર વ્રત છોડે પણ ખરી. આજે મંગળ સુધી પહોંચતા ૧૬૮ દિવસ લાગે છે, શક્ય છે ભવિષ્યમાં મંગળથી પૃથ્વિ સુધી પહોંચવું ગાડીને સેલ મારવા જેટલું સહજ હોય.
વિજ્ઞાન એટલે કલ્પનાને વાસ્તવમાં બદલતી વિદ્યા. આવનારો જમાનો પ્યોર સાયન્સનો છે. ઇજનેરો અને તબીબો કરતા સંશોધકો અને પ્રયોગશીલ લોકોની ડિમાન્ડ વધશે. એટલે કરિયર વિષે તમે પણ એ રીતે જ વિચારો.
આવો, આજની ઉડાન મંગલયાન દ્વારા શક્યતાઓની મહાઉડાન ભરી ચૂકેલા, મંગળ તરફ સફળતાપૂર્વક આગળ વધી રહેલા, ઇસરોના તમામ વિજ્ઞાનીઓને સમર્પિત કરીએ. આવનારી પેઢીઓ વતી આપણે આજે ગર્વથી કહીએ, 'થેંક્સ, માય ડિયર મોમ'. એમણે ભારે જતનથી તૈયાર કરેલાં નેનો યાનને અગણિત શુભેચ્છાઓ સાથે.... 'કુર્યાત્ સદા મંગલમ્'.
Viral Mehta