Date: Mon, 11 Nov 2013 16:24:48 +0530
વ્હાઇટ કોલર જોબ
બેડરૂમથી થોડું ક્રોસમાં રસોડું દેખાતું હતું. એણે બારણું સ્હેજ ખોલીને ડોકિયું કરી જોયું. મમ્મી સવારનું કામ કરતી હતી. બહેન વાંચતી હતી. બીજો કોઇ અવાજ નહોતો. હાશ....! પપ્પા ઓફિસ ગયા હશે, એણે માની લીધું. ધી....મા પગલે બહાર આવ્યો. બહેનની ચોટી ખેંચી, મમ્મીને પૂછ્યું, 'બ્રેકફાસ્ટ રેડી'? 'આહા, રેડી સર એકદમ રેડી. લંચ અને ડિનર પણ રેડી રહેશે સાહેબ. તમે અવાજ તો કરો, મોટા'? પપ્પા બહારના ઓરડામાં જ હતા, 'સાંજે ચા, નાસ્તા માટે પણ ગોઠવણ રાખી છે હોં', 'હવે તમેય શું રોજ ટોણા મારે છો? હજી નાનો છે. અને જોબ માટે ટ્રાય કરે છેને'? મમ્મીએ ઉપરાણું લીધું, 'માસ્ટર ડિગ્રી પછી કોઇ વ્હાઇટ કોલર જોબની તો આશા રાખે કે નહીં? ગમે તેવી જોબ થોડી કરાય'? 'ના.... ના.... ના જ કરાયને, મા-બાપ છો કામ કરીને ઉંધા પડે. સાહેબના શર્ટની ઇસ્ત્રી ભાંગવી ન જોઇએ', પપ્પા ગિન્નાયા અને બબડતા કામે નીકળી ગયા. સવાર સવારમાં ગર્વનું મન પણ ખાટું થઇ ગયું.
દોસ્તો, માત્ર ગર્વ જ નહીં, ભારતના દરેક ભણેલા યુવાનની સવાર લગભગ આ રીતે પડે છે. કોઇ મા-બાપ ઉગ્ર થઇ બોલી નાંખે, તો કોઇ ચૂપ રહેવું યોગ્ય સમજે. અનએમ્પલોયમેન્ટ ભારત માટે નવી વાત નથી. કારણ? ઉચ્ચ અને ઉપયોગી એજ્યુકેશન એટલે ગરીબ માટે સપનું, મધ્યમ વર્ગને રિચ દેખાડતું સોશિયલ સ્ટેટસ અને ઘનવાનો માટે વિદેશ યાત્રાનો શોખ. પૂર્વનિશ્ચિત અભ્યાસક્રમો બદલીનેય કેટલા બદલાય? એ જ છે, વિવિધતા વિનાના ભણતરને અનુરૂપ જોબની અછતનું કારણ. ડિમાન્ડને અનુરૂપ સપ્લાય નથી. સપ્લાય છે એની ડિમાન્ડ નથી. જોબને અનુરૂપ ભણતર? આજ દિન સુધી એવો કોઇ કોર્સ બન્યો જ નથી. એટલે હજીય આપણે બોલીએ છીએ, કામ જ કામને શીખવે! તો ભણતર શું શીખવે?
કોઇ સરકાર, કોઇ શૈક્ષણિક સંસ્થા કે કોઇ વિદ્વાન ગમે તે દાવા કરે, જમીની હકીકત આપણું મન જાણે છે. કેમ્પસ ઇન્ટર્વ્યૂ તો ફેક જોબ પોર્ટલ્સનું રિહર્સલ જોઇ લો. ઉપરથી વિદેશની કોલેજો બોલાવીને લાગતા એડ્યુકેશન ફેરના માંડવા? થોડી શરમ તો હોય કે નહીં? વિદેશ ખરેખર ભણવા કોણ જાય છે? જે ખરેખર ભણવા ગયા એમને લાયક કોઇ જોબ છે આ દેશમાં? ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, કેનેડાથી અમેરિકા જવાની આશા સાથે યુવાધન છ અને સાત બેન્ડની વચ્ચે આઠ-દસ ટ્રાયલ સુધી ટલ્લાય છે.
....ખૈર! પપ્પા ગયા પછી ગર્વ પણ બહાર નીકળ્યો. ગલીમાં થોડો આગળ ગયો ત્યાં કોઇએ બોલાવ્યો. ભાષા હતી. ફિલ્મ એનિમેશનનો કોર્સ કરતી હતી. એનું કોમ્પ્યુટર બગડ્યું હતું. ગર્વને હેલ્પ માટે પૂછી રહી હતી. એ ત્યાં ગયો. જોયું તો બ્રાન્ડેડ કોમ્પ્યુટર હતું. પણ એક મોટી ફાઇલ રેન્ડર કરતાં ડચકાં ખાઇ રહ્યું હતું. ગર્વએ સિસ્ટમ બંધ કરી. થોડી ગડમથલ કરીને કોમ્પ્યુટર ચાલુ તો કરી દીધું. પરંતુ, જે પ્રકારનું કામ ભાષા કરતી એ માટે તેના કોમ્પ્યુટરની ક્ષમતા ઘણી ઓછી હતી. પ્રોસેસર, રેન્ડમ એક્સેસ મેમરી અને હાર્ડ ડિસ્કના આરપીએમ ઘણા ઓછાં હતાં.
એણે ભાષાને નવાં કોમ્પ્યુટર માટે સલાહ આપી. 'એ ભાઇ, નવાં કોમ્પ્યુટર મફત નથી મળતાં', ભાષાએ કહ્યું, 'તું કહે છે એવું એક્ઝેક્ટ કોન્ફિગરેશન તો શોધવું પડે. ને ખર્ચો કેટલો થાય એ ખબર છે'? ગર્વએ અંદાજ લગાવ્યો તો બજારમાં તૈયાર મળતા કોમ્પ્યુટર કરતા ઘણા ઓછી કિંમતમાં નવું બની શકે તેમ હતું. એ પણ ભાષાની રિક્વાયરમેન્ટને અનુરૂપ અને ફ્યુચરમાં અપગ્રેડ થઇ શકે તેવું. 'તું તો ફાર્મસી ભણ્યો છે, તને વળી કોમ્પ્યુટર બનાવતા ક્યાંથી આવડ્યું', ભાષાનું આશ્ચર્ય સ્વાભાવિક હતું. 'મારું કોમ્પ મેં જાતે જ બનાવ્યું છે, નેટ પર સંખ્યાબંધ વેબસાઇટનો સ્ટડી કરીને. તું કહે તો તારું પણ....', 'આટલા બજેટમાં બનતું હોય તો શ્યોર, હું પપ્પાને મનાવી લઇશ', ભાષાએ પરમિશન આપી દીધી.
પછીના દિવસની સાંજે ભાષાના સ્ટડી ટેબલ પર નવું કોમ્પ આવી ગયું હતું. ગર્વએ ખૂબ ઝડપથી કામ કર્યું હતું. ભાષાનું કોમ્પ્યુટર જોઇને એના ક્લાસમેટ્સે પણ ગર્વ પાસે કોમ્પ્યુટર બનાવડાવ્યાં. આજે ગર્વ પાસે ઘણી કંપનીઓના ઓર્ડર્સ છે. સપ્લાય અને મેન્ટેનન્સ બંનેના. રોજ સવારે હજી પણ એ ધી....મેથી બારણું ખોલે છે. બહેનની ચોટી ખેંચે છે. અને મમ્મીએ તૈયાર કરેલાં ટી-બ્રેકફાસ્ટની ટ્રે લઇ પપ્પા સાથે બેસે છે. હસીને કહે છે, 'બ્રેકફાસ્ટ રેડી છે સાહેબ....'. પપ્પાને પુત્ર પર ગર્વ છે. મમ્મીને એ કાયમ કહે છે, 'બ્લૂ ઇઝ ન્યૂ વ્હાઇટ. આ જ છે મારી વ્હાઇટ કોલર જોબ'.
દોસ્તો, દરેક વ્યક્તિને સતત ફરિયાદ કરતો રાખતી જિંદગીની રમતમાં આગવી સ્કીલ અને તનતોડ પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. દેશ છોડીને જવાની વાત માત્ર એસ્કેપિઝમ છે. જાત મહેનતે આગળ આવેલા ધીરુભાઇ, ઘનશ્યામદાસ બિરલા, રતન ટાટાએ ભારતને જ પોતાની કર્મભૂમિ બનાવી. આપણે જેને વ્હાઇટ કોલર કહીએ છીએ, એવી અનેક જોબના સર્જન પાછળ આ મહાન ઉદ્યોગપતિઓની દિશાસૂઝ અને પરિશ્રમ છે. એક તરફ જોબના બહાને આખો દિવસ એ.સી. ઓફિસમાં સોશિયલ નેટવર્ક પર ટાઇમપાસ કરતી પ્રજા છે. તો બીજી તરફ એકએક પળનો ઉપયોગ કરી મહેનત કરતા ખમતીધર લોકો. આમાંથી ખરી વ્હાઇટ કોલર કરિયર કોની? જિંદગી સામે ઊભી સવાલ પૂછે કે, 'તું કોણ'? એ સ્થિતિ સારી કે, જિંદગી કહે, 'તું મારો ગર્વ' એ?
Viral Mehta