ચલો દુનિયા બદલીએ
બીજો એક્સ્ટ્રા ક્લાસ પત્યો ત્યારે અંધારું થઇ ગયું હતું. અલક કોલેજના ગેટથી થોડે દૂર ઊભી હતી. ત્યાં એક ટ્રક આવી. ડ્રાઇવર કેબિનમાંથી હાથ બહાર આવ્યો અને અલકને લઇ ટ્રક હાઇવે તરફ ચાલી ગઇ. કોલેજના ગેટ પાસે ઊભેલા અલકના ક્લાસ મેટ્સ તો જોઇને ચકિત થઇ ગયા. 'જોયું? મેં કીધું ત્યારે કોઇ માનતા નહોતા. ખાતરી થઇ હવે'? મોન્ટી થોડી ચીડથી બીજાઓને કહી રહ્યો હતો, 'અલગ અલગ ટ્રકોમાં ફરે છે આ છોકરી'. 'દેખાય છે કેવી સીધી-સાદી અને.... અનરિયલ મે....ન....', પુરુ પણ અણગમા સાથે બોલ્યો.
અલકને જુદી જુદી ટ્રકોમાં આવતી-જતી જોવી તે નિત્યક્રમ બની ગયો હતો. કેમ્પસમાં ખાસ્સી ચકચાર જાગી હતી. દૂરથી એને આવતી જોઇ છોકરીઓ મોં ફેરવી જતી અને છોકરાઓ છાનો ઠઠ્ઠો કરી લેતા. છેવટે પ્રિન્સિપાલ સાહેબ પાસે વાત પહોંચી. સાહેબ ડિસિપ્લિન બાબતે કડક હતા. એમાંય આ તો કોલેજની પ્રેસ્ટિજનો સવાલ હતો. એમણે અલકને હાજર થવા કહ્યું.
કોલેજના પ્રોફેસર્સ, સ્ટુડન્ટ્સ જનરલ સેક્રેટરી અને અન્ય અગ્રણીઓની સમિતિ સામે અલક હાજર થઇ. 'શું સમજો છો તમે'? 'કોણ છે આ ટ્રકવાળાઓ'? 'આ અહીં નહીં ચાલે'. સવાલોની સલાખો પાછળ અલક બંદી બનીને ઊભી હતી. 'તને સ્પષ્ટતાનો એક મોકો આપવામાં આવે છે છોકરી. કાલે તારા મા-બાપને લીધા વિના અહીં આવીશ તો અમે તારે ઘેર આવીશું'. પ્રિન્સિપાલે છેલ્લું ફરમાન સંભળાવી દીધું. 'બાપ રે.... જો એવું થયું તો ગજબ થઇ જશે'. અલકના અસ્તિત્વમાં એક કંપન પસાર થઇ ગયું.
બીજા દિવસે કોલેજમાં ધસમસતી એક ટ્રક આવીને ઊભી રહી. એક ઊંચો, પાતળો જવાન ઉતર્યો. સાદો પહેરવેશ અને તીખી આમળેલી મૂછો. એની ચપળ આંખો જાણે આસપાસ ઊભેલાઓની આરપાર જોઇ રહી હતી. બીજી તરફથી એણે અલકને ઉતારી. થોડા સંકોચ સાથે બંને પ્રિન્સિપાલની કેબિન બહાર બેઠા. સમિતિના સભ્યો આવ્યા એટલે બંનેને અંદર બોલાવાયા. 'આ કોણ છે? તારા મા-બાપ ક્યાં છે છોકરી'? સાહેબે પૂછ્યું અલક પેલાની સામે તાકી રહી. 'સાહેબ બે મિનિટ મારી વા....', 'તમે એના મા-બાપ છો? મેં તમને પૂછ્યું? તમે ચૂપ રહો', પ્રિન્સિપાલે પેલાને બોલતો બંધ કરી દીધો. 'મિસ. અલક, આ વ્યક્તિ સાથે અમે વાત કરવા માગતા નથી. તમારા પેરેન્ટ્સ હાજર નથી. તમને ડિસમિસ કર્યા સિવાય હવે....', 'એમ ન કરો સાહેબ. તમારા હાથ જોડું છું'. પ્રિન્સિપાલની વાતથી ગભરાઇને પેલો એમના પગમાં પડી ગયો. 'એય.... એ.... ય કોણ છે તું'? પ્રિન્સિપાલ આવેશમાં ઊભા થઇ ગયા. 'અલક મારી પરણેતર છે મોટા સાહેબ....', યુવાને નરમ અવાજે કહ્યું.
'જુઠ્ઠું બોલે છે, બદમાશ'? સાહેબ વધુ અકળાયા. 'જો એમ જ કરવું હોત તો ગમે તેને મારા મા-બાપ બનાવી લઇ આવી હોત ને સાહેબ. અમારી વાત માનો. એ મારા પતિ છે', અલકે કહ્યું. કેબિનમાં સ્તબ્ધતાનું વાતાવરણ હતું. 'અમારાં લગ્ન તો બાળપણમાં થઇ ગયેલાં. આગળ ભણવું તો મારેય હતું સાહેબ, પણ બારમી સુધી પહોંચતા તો ઘરની જવાબદારી આવી પડી'. યુવાનની વાત સમિતિ ધ્યાનથી સાંભળી રહી હતી. 'એટલે મેં અલકને ભણતર પૂરું કરાવવાનું નક્કી કર્યું. ચોરીછુપીથી. કેમ કે, અમારે ત્યાં પરણેલી છોડી જો કોલેજ જાય તો મોટી પસ્તાળ પડે. હું ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવરની નોકરી કરું છું. અમારા મા-બાપને ખબર પડશે તો બહુ ભારે થશે સાહેબ'. અલકના પતિની વાત સાંભળીને સભ્યો વિચારમાં પડી ગયા.
'અલક ભણીને કમાવા જાય ને મને બે પૈસા વધારે મળે એ માટે હું એને નથી ભણાવતો. અલક ભણશે તો અમારાં સંતાનોને ભણાવશે. એમની જિંદગી સારી બનશે. એ લોકો પણ તમારી માફક આવી ખુરશીમાં બેસશે. અને સમાજ દાખલો લેશે કે છોકરીનું ભણતર કેમ જરૂરી છે. એટલે મેં સ્ટિયરિંગ ઝાલ્યું છે. છો થોડી મહેનત વધારે....', પતિ પર અલકને અપાર સ્નેહ હતો પણ આજે એની સમજ ઉપર એ પણ બધાની જેમ આફરીન થઇ રહી હતી. 'મા-બાપને લાઇશ, ચોક્કસ લાઇશ.... જે દા'ડે તમે પેલા કોટ-ટોપી અલકને પે'રાવશો તે દા'ડે સાહેબ, હું વટથી અમારા મા-બાપને અહીં લાઇશ'. પ્રિન્સિપાલ અને સમિતિના સભ્યોના હૃદય આ જવાનિયાના ઓરતાં પર આશિષ વરસાવી રહ્યા હતા.
'તારું નામ તો કહે જુવાન'! ઘડીક પહેલાં જેની સાથે વાત કરવા તૈયાર નહોતા એ સાહેબો હવે રોજ અલગ ટ્રકમાં અલકને લેવા આવતા ડ્રાઇવરના ફેન થઇ ગયા હતા. 'આ અલક તો હું એનો મલક'. એણે હસીને કહ્યું. એ યુગલને માનભેર સાહેબ ટ્રક સુધી મૂકવા આવ્યા ત્યારે કેમ્પસમાં સૌની આંખો પલકવાનું ચૂકી ગઇ.
દોસ્તો યુએનના ૨૦૦૨-૨૦૧૧ના સર્વે અનુસાર ભારતમાં આજેય ૪૭ ટકા કન્યાઓને ૧૮ વર્ષ પહેલા પરણાવી દેવાય છે. પરિણામે તેમના ભણતર સહિત બૌદ્ધિક, શારીરિક અને આર્થિક સ્તર પર ભારે માઠી અસર પડે છે. આજીવિકાના સ્રોત મર્યાદિત બને છે. ભણેલી કન્યા જ સમાજના સર્વાંગી ઉત્કર્ષનો પાયો છે. કરિયરના દરેક ક્ષેત્રે સવાયા જોશથી આગળ વધતી, પરિવારોને તારતી નારીના અનેક પ્રમાણ આપણી નજર સામે છે. એટલે જ આપણે દેશની દરેક કન્યા ભણે એ માટે પ્રવૃત્ત બનીએ. એની કરિયરની દુનિયા બદલીએ.
આજે તો આઝાદીના લડવૈયા અને દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મદિવસ છે. તો આવો કન્યા શિક્ષણનો સંકલ્પ કરીએ. જાણો છો, ફિલ્મ સ્ટાર આમીર ખાનનો જન્મ મૌલાના આઝાદના પરિવારમાં થયો છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસૈન પણ આમીરના પૂર્વજ થાય.
Viral Mehta