પ્રતિશોધનો નવો પ્રકાર
બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક જનરલ મીટિંગમાં કોઇની રાહ જોવાઇ રહી હતી. આમ તો આવી રહેલા તહેવારો પહેલાની સામાન્ય મીટિંગ જ હતી. મોં મીઠું કરીને બધા લગભગ વિદાય જ થવાના હતા, પણ રોકાઇ ગયા. એક ડિરેક્ટરે કંપનીની એપોઇન્ટમેન્ટ પોલિસી સામે વાંધો ઉઠાવ્યો હતો. વાત એમ હતી કે છેલ્લાં લગભગ ચારેક વર્ષથી કંપનીમાં જેટલી નવી નીમણૂંક થઇ તેમાં ૮૦ ટકા સંખ્યા એક જ રિક્રુટમેન્ટ એજન્સી – પીઆરએસ તરફથી આવેલા ઉમેદવારોની હતી.
જો કે પીઆરએસની માટે પોતાની સ્પષ્ટતા એચ.આર. પ્રેસિડેન્ટ આપી ચૂક્યા હતા. ત્યાંથી પસંદ થઇને આવતા કેન્ડિડેટ્સ ખરેખર ઉમદા હતા. કંપનીના દરેક વિભાગની કામગીરી ઉત્તરોત્તર ઝડપી બની હતી. ઇન્ટરનલ ઓડિટમાં એનાં પરિણામો સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. પરંતુ, પેલા ડિરેક્ટરના વાંધા પછી આખી ઘટનાને શંકાની નજરે જોવામાં આવી રહી હતી. આ કોઇ કોન્સપિરસી હશે? કે કોઇ કોમ્પિટિટરની ચાલ? યા કોઇ સાબોટાજ કરવાની પેરવી? કે પછી પેલી અજન્સીની કંપનીમાં કોઇની સાથે સાંઠગાંઠ? ડિરેક્ટર્સના મનમાં અનેક શંકા-કુશંકાઓ જાગી હતી.
પીઆરએસના હેડને હાજર થવાનો આદેશ થયો હતો. પાછલા તમામ વર્ષોના દસ્તાવેજ સાથે. પોતાની ક્ષમતા અને ઇમાનદારી સાબિત કરવા.... 'રિક્રુટમેન્ટ એજન્ટ છો કે આમારા કોઇ કોમ્પિટિટરના'? 'બિઝનેસ તો સારો એવો કરી લીધો, કોણ છે તમારા સાગરિત આ કંપનીમાં'? 'કોની ચાલનું મહોરું છો તમે'? બોર્ડના ડિરેક્ટર્સ તપાસ સમિતિના સભ્યોની જેમ સવાલોની ઝડી વરસાવી રહ્યા હતા. પીઆરએસના હેડને તો હતું કે, આજે એના કામની કદર થશે પણ અહીં કંઇક અવળું જ બની રહ્યું હતું. અચાનક થયેલા સવાલોના હુમલાથી ઘ્રાસકો અને આઘાતના ભાવ એના ચહેરા પર સ્પષ્ટ વરતાઇ રહ્યા હતા. ઇમાનદારી પર આવા પ્રહારોથી એ સ્તબ્ધ હતો. 'કંઇક બોલો મહેરબાન, એક કારણ આપો કે અમારે તમારી સાથે આગળ-ઉપર બિઝનેસ શું કામ કરવો'? એક ડિરેક્ટરે પૂછ્યું.
'મારા સાગરીતો, એક નહીં કુલ ૧૨૪ છે. તમારી કંપનીના દરેક વિભાગમાં'. પેલાએ ખુરશીમાંથી ઉભા થતા કહ્યું. 'પીઆરએસ – પ્રકાર રિક્રુટમેન્ટ સર્વિસની સ્થાપના આજથી સાડા ચાર વર્ષ પહેલા આ જ ઓફિસના ગેટ પર થઇ હતી'. ડિરેક્ટર્સ હવે એક-બીજાના મોં જોઇ રહ્યા હતા. 'જરા વિચારો મારા સાહેબો, એક સાધારણ વ્યક્તિનું ઘર. રિટાયર્ડ પિતાની બચતથી ચાલતું ઘર. ક્રેડિટ પર કરિયાણું લાવતી માની ત્રેવડથી ચાલતું ઘર. અવાર-નવાર આવતા પ્રસંગો, વ્યવહાર, તહેવાર. બહેનના લગ્નની જવાબદારી. તેમ છતાંય ઉત્સાહથી ધબકતો એક યુવાન. જિંદગીમાં કંઇક કરી બતાવવાની તમન્નાઓ. કરિયરના તમારી કંપની કરતાંય ઊંચા ગોલ. બિમાર થઇને બેડ-રેસ્ટ લેવાનો વૈભવ તો ક્યાંથી હોય એના નસીબમાં. ૧૦૨ તાવમાં ધીખતું બદન લઇને એ ઇન્ટર્વ્યૂ આપવા આવ્યો હતો. અહીં, આ જ ઓફિસમાં. સામે બેઠેલા નંદન સાહેબને આજે તો કદાચ એનો ચહેરો કે નામ પણ યાદ નહીં હોય'.
બધાની નજર નંદન તરફ ગઇ. એ આંખો ઝીણી કરી કંઇક યાદ કરવા મથી રહ્યા હતા. 'પ્રકાર, એનું નામ. તમારો ગુનેગાર,' એ બોર્ડરૂમના દરવાજા તરફ ગયો. 'આ રહ્યો એ શખ્સ જેને કારણે તમારા મનમાં આટલી શંકાઓ ઊભી થઇ છે'. પેલાએ દરવાજો ખોલતા એક યુવાન અંદર આવ્યો. નંદનને સાડા ચાર વર્ષ પહેલાની એ બપોર યાદ આવી ગઇ. એમણે પ્રકારની પસંદગી કરી જ લીધી હતી બસ હા કહેવાની વાર હતી, ત્યાં મોબાઇલ રણક્યો હતો અને.... 'સોરી મિ. પ્રકાર', એવો જવાબ પરખાવ્યો હતો.
'આ એ જ પ્રકાર છે, સર! તમારી જ નહીં, દેશની ૩૦ કંપનીઓમાં કુલ ૨૦૦૦થી વધુ યુવાનોને કરિયરનો પ્રકાર આપી ચૂક્યો છે.' ડિરેક્ટર્સ હવે પ્રકારને સાંભળવા આતૂર હતા. 'આને મારો પ્રતિશોધ કહો કે પછી પ્રતિભા શોધ, પણ એ દિવસે પેલા ગેટ સુધી પહોંચતા મેં મનસૂબો કર્યો. શક્તિશાળી યુવાનોની ફોજ તૈયાર કરવાનો. એવા સક્ષમ કેન્ડિડેટ્સ કે એક મોબાઇલની રિંગ ફરી કોઇ પ્રકારને નાસીપાસ ન કરે. મેં મારી જાતનો અભ્યાસ કર્યો. મારા રસના વિષયો, ઇન્ટર્વ્યૂ વખતે મારામાં શું ખૂટતું એનું લિસ્ટ બનાવ્યું. અને એક ટ્રેઇનિંગ પ્રોગ્રામ તૈયાર કર્યો. એમ્પ્લોયમેન્ટ અને રિક્રુટમેન્ટની પરિભાષા બદલી. આજે પીઆરએસમાંથી જતો દરેક કેન્ડિડેટ એની સ્કીલ, અભ્યાસને આધારે ચોઇસની જોબ માટે તાલીમ લઇને ઇન્ટર્વ્યૂમાં જાય છે. એ પણ વિનામૂલ્યે. અમે ટિપિકલ જોબ પ્રોવાઇડર્સ નથી. અમે કંપનીનું ભાવિ તૈયાર કરીને તમારી પાસે મોકલીએ છીએ. એટલે જ પીઆરએસના કેન્ડિડેટ્સની રિજેક્શન એવરેજ અલમોસ્ટ નીલ છે, સાહેબ'. શ્વાસ તો જાણે બધા લેવાનું જ ભૂલી ગયા હતા. કારણ? વિશ્વાસ બેસી ગયો હતો.
હિંમત હારવી એ કોઇ વિકલ્પ જ નથી દોસ્તો. ક્ષમતા એટલી વિશાળ બનાવો કે, તમારો અન્ય કોઇ વિકલ્પ ન મળે.
આજે તમને એક બીજી વાત પણ કરવાની છે. નોબેલ પ્રાઇઝની. વિશ્વશાંતિના આ સર્વોચ્ચ સન્માનના મૂળમાં ડાયનેમાઇટ છે. હા, નોબેલ ફાઉન્ડેશનના સ્થાપક, આલ્ફ્રેડ નોબેલે ડાયનેમાઇટની શોધ કરી હતી. જ્યારે એમના ભાઇનું નિધન થયું ત્યારે એક અખબારે ગફલતથી આલફ્રેડનું નિધન માની લીધું. અને હેડલાઇનમાં લખ્યું, 'મોતના સોદાગરનું મૃત્યુ'. અખબાર વાંચીને આલ્ફ્રેડને થયું, શું આ મારી ઇમેજ? મારા પછી દુનિયા મને આ રીતે યાદ કરશે? એમણે પોતાની સંપત્તિનું એક ફાઉન્ડેશન બનાવ્યું. જેને નોબેલ ફાઉન્ડેશનના નામથી આપણે જાણીએ છીએ. તે જ્ઞાન અને વિશ્વશાંતિ માટે ઉમદા કાર્ય કરતા વ્યક્તિઓને પુરસ્કૃત કરે છે. આજે આલ્ફ્રેડનો જન્મદિવસ છે. હેપી બર્થ ડે.... મિ. નોબેલ!
Viral Mehta