સાહેબોના સાહેબ
બધા જ સમયસર ક્લાસમાં આવી ગયા હતા. મેનેજર્સ, વાઇસ પ્રેસિડેન્ટ્સ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સના હેડ આજે સ્ટૂડન્ટની માફક ગોઠવાયા હતા. માર્કેટની સ્થિતિ અને દેશની આર્થિકતા જોઇ આવનારા દિવસોમાં સક્ષમ રહેવા કંપનીએ મેન્યુફેક્ચરિંગથી માર્કેટિંગ સુધી દરેક સ્તરે સઘન ટ્રેઇનિંગનું આયોજન કર્યું હતું. એના ભાગરૂપે આજથી કમ્યુનિકેશન, કરસ્પોન્ડન્સ અને પ્રેઝન્ટેશન સ્કીલ્સની 3 દિવસની વર્કશોપ શરૂ થઇ રહી હતી. કોઇ પ્રવક્તા આવે તેની રાહ જોવાતી હતી. જુદી જુદી શિફ્ટમાં કામ કરતા લોકો ઘણા સમયે સાથે થયા હતા. પોતાના ક્ષેત્રમાં અનુભવી અને કામયાબ લોકોને જો કે, આ રમત જેવું લાગતું હતું, એટલે હળવી મજાક-મસ્તી પણ ચાલી રહી હતી.
'શાંતિ રાખો દેસાઇ સાહેબ, અવાજ કરશો બેન્ચ પર અંગૂઠા પકડાવવામાં આવશે'.
'પણ મેં શૂઝ પહેરેલા હોય તો કેવી રીતે અંગૂઠા પકડવાના, ગરબડદાસ ગુપ્તા'? અને હાસ્યનું મોજું ફરી વળ્યું.... ને પછી એક રણકાર જેવો અવાજ સંભળાયો....
'જુઓ આવી રીતે.... '
લાઇટ મૂડમાં વાતો કરતા બધાનું ધ્યાન એ તરફ ગયું. સ્ટાઇલિશ શર્ટ, ટ્રાઉઝર અને જેકેટમાં બાવીસની લાગતી યુવાન છોકરી એક હાથથી બીજા હાથનો અંગૂઠો પકડીને હસી રહી હતી. ચપળ આંખો, સુંદર ચહેરો અને આકર્ષક સ્મીત. પરિપક્વ ઉંમરના સાહેબોને આ નાની છોકરી ભણાવશે? બધા ગુસપુસ કરી રહ્યા હતા.
'સબ લોગ કુર્સી કી પેટી બાંધ લો ઔર મોબાઇલ ફોન બંધ કર દો', અવાજ બદલીને માર્કેટિંગના મજાકિયા, જીતુ જાદૂગરના નામથી ફેમસ મેનેજરે યુવતીને એર-હોસ્ટેસ સાથે સરખાવવા મજાક કરી. 'વેલ, પાયલટનો હુકમ છે કે, એર-હોસ્ટેસે બધાની સામે આવીને ડેમો આપવો', યુવતીએ વળતી મજાક કરી અને આખો ઓરડો જીતુ સામે જોઇ હસી પડ્યો. જીતુને સમજાઇ ગયું કે વધારે તોફાન કરવામાં પોતાની જ જોક થઇ જશે. છતાંય પોતાનો વટ દેખાડવા પૂછ્યું, 'પાયલટ મેડમ, તમારું નામ શું છે'? 'જીતુભાઇ તમે તો બહુ ઉતાવળા? મારું નામ કદંબિની....' જીતુ સહિત સૌ કોઇ છક્ક થઇ ગયા. એનું નામ કહ્યું એ તો ઠીક પણ જીતુનું નામ પણ એ જાણતી હતી? 'નામ થોડું અઘરું નથી મેડમ? લોકો તમને પ્રેમથી શું કહીને બોલાવે?' જીતુએ તંત ઝાલી રાખ્યો. 'તમે વાણીને પ્રેમથી જે કહો, એ મને પણ કહી શકો જીતુભાઇ', હવે જીતુ ખરેખર સડક થઇ ગયો હતો. વાણી એની દીકરી હતી. કદંબિની જેટલી જ ઉંમર હશે. સૌના મનમાં એક જ સવાલ હતો, શું આ છોકરી અહીં બેઠેલા બધાની રજેરજ જાણતી હતી?
'હા, એ આજનો સૌથી પહેલો પાઠ છે. આપણા કલીગ્સ, ક્લાયન્ટ્સ, એસોસિએટ્સ વિષે પૂરી માહિતી હોય તો જ કમ્યુનિકેશનમાં લાઇફ આવે', એક જ વાક્યમાં બધાની શંકાનું સમાધાન આપીને કદંબિની બધાનો આદર અને પ્રેમ જીતી ગઇ હતી. હવે લાગતું હતું કે છોકરી દમદાર છે. સ્તબ્ધ અને શાંત થઇ સૌ એની વાત પર ધ્યાન આપી રહ્યા હતા. 'હું તમને કંઇ શીખવવા નથી આવી. એવી કોઇ મારી લાયકાત પણ નથી. તમારું કામ તો તમે જાણો જ છો. બલ્કે એમાં એક્સપર્ટ છો. હું તમારી એ એક્સપર્ટીઝની રજૂઆત બહારની દુનિયામાં અસરકારક બને, વિશ્વસનીય બને એ માટે તમારી સાથે થોડી વાતો કરવા આવી છું'. કદંબિનીએ પોતાનો વિષય સ્પષ્ટ કર્યો.
'એક ટ્રેઇનર તરીકે હું માનું છું કે, સવાલ પૂછવા મારું નહીં, તમારું કામ છે. તમને કોઇ પ્રશ્ન હોય તો ત્યાંથી જ વાત શરૂ કરીએ', કદંબિનીએ લેપટોપ પ્રોજેક્ટર સાથે ગોઠવતા કહ્યું. 'મેનેજર અને લીડરમાં શો ફેર'? કોઇએ પૂછ્યું. 'મેનેજર પદ્ધતિસર કામ કરે અને લીડર કામની પદ્ધતિ નક્કી કરે', કદંબિનીએ જવાબ આપ્યો અને સૌના આશ્ચર્ય વચ્ચે પ્રોજેક્ટર પર પહેલી જ સ્લાઇડ ખૂલી, 'મેનેજમેન્ટ અને લીડરશીપ'. કંઇ કમાલની હતી કદંબિની! એક અમસ્તી મજાકથી શરૂ થયેલી વાત એણે આબાદ રીતે વર્કશોપમાં તબદીલ કરી હતી. એક પછી એક મુદ્દા પર સ્લાઇડ એ રીતે ફરતી કે જોનારને પ્રેઝન્ટેશન પોતે તૈયાર કર્યું હોય તેમ લાગતું. એક સફળ ટ્રેઇનરની આ જ તો ખૂબી છે. પાકા ઘડે કાંઠા ચઢાવવાનું કપરું કામ એટલે પ્રોફેશનલ ટ્રેઇનર.
આધુનિક બિઝનેસ જગતમાં કર્મચારીઓને તાલીમ આપી શકે તેવા ટ્રેઇનર્સની ભારે માગ છે. અને એનો કોઇ અભ્યાસક્રમ નથી હોતો. આત્મવિશ્વાસ, આત્મસૂઝ, વિષયોની જાણકારી, બારીક અભ્યાસ વૃત્તિ, એક જ ક્ષણમાં સૌને પ્રિય થવાની આવડત, નમ્ર હાજરજવાબીપણું, ભાષાઓનું જ્ઞાન, હસતો ચહેરો અને ધીરજ તમારામાં હોય તો પ્રતિષ્ઠિત સંસ્થાઓની 'ટ્રેઇનિંગ ધ ટ્રેઇનર્સ'ની ઘણી વર્કશોપ ચાલે છે. એમાં ભાગ લો અને બિઝનેસ કાર્ડ બનાવી કામ શરૂ કરી દો. કરિયર ઘડવાની કરિયરમાં, સાહેબોના સાહેબ થવાની અલગ મજા છે.
લંચ બ્રેકમાં જીતુએ ફોન કરીને દીકરી વાણીને બોલાવી લીધી હતી. કદંબિની સાથે પરિચય કરાવતા કહ્યું, 'આ મારી વાણી છે અને વ્હાલથી હું તેને બેટા કહું છું. તને પણ કહું'? સંબંધથી મોટો કોઇ ઉત્સવ નથી એવું ત્યાં હાજર રહેલા સૌનો શ્રાવણ કહી રહ્યો હતો. 'સ્કૂલમાં હું તમારા પિતાનો વિદ્યાર્થી હતો અને આજે તમારો', કદંબિનીએ બોલનાર તરફ જોયું. પ્રોડક્શન મેનેજર દહીંવાલા હતા. 'સહયોગીઓ વિષે બધી માહિતી રાખવાનું તમે જ શીખવ્યુંને કદંબિની'! દહીંવાલાએ કહ્યું અને ગ્રૂપમાં આનંદ છવાઇ ગયો.
ભણતર અને ડિગ્રી જ્યારે કરિયરના કપરાં કદમ પર થાકી જતા હોય ત્યારે કદંબિનીની આ વાત ચોક્કસ યાદ રાખજો દોસ્તો. 'અભ્યાસ તો જીવનભર ચાલતી પ્રક્રિયા છે, તો જ ઝડપી જમાના સાથે તાલમેળ રાખી શકાય. અને એટેલે જ અગત્યનું છે લોકોને અભ્યાસ કરતા શીખવવું....'
Viral Mehta