લેબલ ડીજીટલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ડીજીટલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

31 મે, 2015

સ્માર્ટ ગીક્સની સિમ્પલ ટ્રિક્સ (Dr Gizmo 13)


સ્માર્ટ ગીક્સની સિમ્પલ ટ્રિક્સ
બજારમાં રોજ નવાં ગેજેટ્સ ઠલવાય. દરેક માટે જાતભાતની એક્સેસરીઝ. પ્રોટેક્ટિવ કવર. હજાર રૂપિયા. સાદું હોલ્ડર. સાડા સાતસો. કાર હોલ્ડર. બે હજાર. બધું કેટલું મોંઘુંદાટ. મોડેલની કિંમત પ્રમાણે ઍક્સેસરીઝના ભાવ. તોડી નાંખે એવા. જૂના ગેજેટની ઍક્સેસરીઝનો નવામાંકોઇ ઉપયોગ નહીં. આ તે કંઇ રીત છેયાર?લૂંટમલૂંટ મચી છે. ભપકા ભારી ને ખિસ્સા ખાલી. અરે ભપકાય શાના? સ્માર્ટ ગેજેટની ઍક્સેસરી ડોબી ડમ્બ દેખાય. વગર કવરનું ગેજેટ કેટલું સ્લીમ ને સોજ્જું સોજ્જું લાગે. ને બજારુ ડગલો પહેરાવો તો? સોજ્જા ચઢ્યા હોય એવું તગડું થઇ જાય. આખો શો ખરાબ....
જિગ્ગુ તો બગડ્યોતો બરાબર. ડૉક્ટર મંદ સ્મીત સાથે બેઠેલા. પણ એની વાત સાથે પૂરેપૂરા એગ્રીમેન્ટમાં હતા. ચાલ.... ગિઝ્મોજીએ જિગરને કીધું. બંને ઉપડ્યા. જગા શહેરની બહાર હતી. ચારે તરફ બાગ. વચ્ચે મકાન. લાકડાંની ઝાંપલી ખોલી.ગાર્ડનમાં આવ્યા. અજબ ઘર હતું. વૃક્ષ પાસે પુસ્તકો તરે. બિલકુલ આધાર વિના. જૂના કૅમેરાના આકારનો કૉફી મગ. વીજળીના બલ્બમાં છોડ ઉગાડેલા. પીવીસીની પાઇપમાં ટાઇમ પીસ બનાવેલો. કલાકારનું ઘર લાગતુંતું.આ છે, ગાર્ડન મૉલ. ગિઝ્મોજીએ કીધું.હેં?આ બધું વેચવા માટે મૂક્યું છે?ના, બધું ફ્રી છે. બાજુની ઝાડીમાંથી જવાબ આવ્યો.ગીકુભાઇ દેખાયા. ડૉક્ટર,જિગરને ખૂબ ઉમળકે મળ્યા. અંદર લઇ ગયા. વિશાળ થડના ટેબલ ફરતેત્રણે બેઠા. ગીકુભાઇ આ આપણો જિગર. આજે જરા ગુસ્સામાં છે. ગેજેટ ઍક્સેસરીઝ વિરુદ્ધ મોરચો ખોલવા તૈયાર છે. મામલો તમે જ સંભાળો હવે.
બોલ આની કૉસ્ટ કેટલી હશે?સ્માર્ટ ફોન સ્ટેન્ડ. વિથ ચાર્જર. ટેબલ પર ગોઠવતા ગીકુભાઇએ પૂછ્યું. અમેઝિંગ!બજારમાં હજારથી ઓછું નહીં હોય. આ સાવ ફ્રી છે. ગીકુભાઇએ જૂના મજબૂત ટેબલ કૅલેન્ડરમાંથી ફોન સ્ટેન્ડ બનાવેલું. બૉટમના હિસ્સામાં નાનો કટ મૂકેલો. ત્યાંથી ચાર્જરનો કેબલ પસાર થાય. બિલકુલ સરળ રચના. કોઇ ખર્ચ વિના. સ્માર્ટ લાગતું મોબાઇલ સ્ટેન્ડ. જિગરને તો મજા પડી ગઇ. હજી કંઇ નવું દેખાડોને? ગીકુભાઇએ એનાથી પણ સરળ ડિઝાઇન દેખાડી. બે પેપર બાઇન્ડર ક્લિપ્સ. સામસામે. એમાં એક જાડો કાગળ. અને ક્લિપ્સના હેન્ડલમાં સ્માર્ટ ફોન. વાહ! બિલકુલ સરળ. હમણાં જ બની જાય એટલું ઇઝી. ડૉક્ટરને પણ મજા પડી.
હવે ગીકુભાઇ પણ બરાબર રંગમાં આવેલા. બોલ જિગર સ્માર્ટ ફોન યા ટૅબમાંથી મ્યૂઝિક સાંભળવા તું શું કરે? એ જ તો પ્રૉબલેમ છે ગીકુભાઇ. દરેક ગેજેટમાં સ્પીકર મોસ્ટલી પાછળ હોય. ટેબલ પર મૂકો તો સ્પીકર દબાઇ જાય. રીંગ વાગે તો પણ ના સંભળાય. મ્યૂઝિક તો ઇયર ફોનમાં જ સાંભળવું પડે. દર વખતે એ ફાવે નહીં. ઍમ્પ્લિફાયર સ્પીકર તો પૂછતા જ નહીં. વીસ વીસ હજાર કિંમત હોય. ના રે ના. ગીકુભાઇએ બોલ્યા. સાવ રૂપિયા બે રૂપિયામાં બને. એક જ સેકન્ડમાં તૈયાર. જિગરને થયું હવે ગીકુભાઇ પણ ડૉક્ટરની માફક.... હું મજાક નથી કરતો જિગર. લાવ તારો ફોન. વગાડ મ્યૂઝિક.જિગરે વિનીને ગમતું ગીત વગાડ્યું. ગીકુભાઇએ એક પેપર કપ લીધો. પાર્ટી પિકનિકમાં સાથે રાખીએ એવો. થર્મોકૉલ કપ. જિગરનો સ્માર્ટ ફોન એમાં ગોઠવી દીધો. ગજ્જબ.... નૉર્મલ કરતા ડબલ સાઉન્ડ. ગાર્ડના ખુલ્લા વાતાવરણમાં પણ સ્પષ્ટ અવાજ. રૂમમાં તો કેવો જલસો પડે બાક્કી!કૉમન સેન્સ માય બૉય. ગિઝ્મોજીએ કીધું. ગેજેટ ગિઝ્મો. ગીક માસ્ટર થવા આ જ તો જોઇએ!
સુપર્બ.... જિગર થનગની ઉઠ્યો. ગીકુભાઇ, બીજો એક મોટો પ્રૉબલેમ. ઘરમાં પાંચ જણના એટ લીસ્ટ પાંચ ગેજેટ્સ. બધાને બેટરી ચાર્જિંગનું મહૂરત એક સાથે નીકળે. એકેએક પ્લગ રોકાઇ જાય. મને તો જગા જ મળે નહીં. તો કરી કાઢીએ તારી જગા જિગર. ગીકુભાઇએ એક લેટર બૉક્સ બતાડ્યું. આપણા ઘરમાં પણ હોય. એક જમાનામાં પત્રો આવતા ત્યારે વપરાતું. હવે ઇમેલ ને મૅસેજ આવવા માંડ્યા. એટલે લેટર બૉક્સ અભેરાઇ પર ધૂળ ખાય. ગીકુભાઇએ એના દરેક ખાનામાં ડ્રીલથી હોલ કરેલું. ચાર્જરનો કેબલ જાય એટલું. પાછળ મોટા ખાનામાં ટૅબ રહે. આગળના ભાગે મોબાઇલ. એકસાથે પાંચેય ફોન ચાર્જિંગમાં મૂકીશકાય. મોંઘાદાટ મલ્ટિ ચાર્જરની પણ હવે જરૂર નહીં.
જિગરનો બધો રોષ ઉતરી ગયો.ઘરમાં જ પડેલી ચીજોમાંથી ગીકુભાઇએ જાતજાતની સ્માર્ટ ઍક્સેસરીઝ બનાવેલી. એ વિચારતો હતો ત્યાં એની સામે લાંબી લાકડી આવી. વૃક્ષની ડાળી. આ શું ગીકુભાઇ? આજકાલની ફેમસ. સેલ્ફી. એને માટે સેલ્ફી સ્ટીક. અરે હા, ગીકુભાઇ બજારમાં પાંચસોથી નીચે ના મળે. આપણે ત્યાં ફ્રીમાં બને. રસોડામાંથી તાવેતો લો. આવી વી શેપ વાળી ડાળખી લો. પ્લાસ્ટિકનું ડસ્ટ કલેક્ટર. એક પીવીસી પાઇપ. અને બે રબરની રીંગ. મોબાઇલ એમાં ગોઠવો. સેલ્ફ ટાઇમર પર કૅમેરા ગોઠવો. અને મન ફાવે તેવા ઍંગલ્સથી સેલ્ફી મેળવો. હાથ ગમે તેટલો લાંબો કરો. ક્યાંક માથું તો ક્યાંક ગળું.... કટ થાય જ. ગ્રૂપ સેલ્ફી તો હાથથી પૉસિબલ જ નથી. એટલે હાથને આ પાઇપનું ઍક્સટેન્શન. ને પછી બોલો ઍક્શન....
ગિઝ્મોજી અને જિગર મસ્તીમાં આવી ગયા. ચા-કૉફી આવ્યા. કપ પણ અજબ હતા. જૂના કૅમેરા લેન્સમાંથી બનેલા. રીયલી સ્માર્ટ ગીકુભાઇ. ના રીયલી સિમ્પલ જિગ્ગુભાઇ. આ એક કપ હું લઇ જઇશ. વિનીને સરપ્રાઇઝ આપવા. જિગરે કપ ઉપાડ્યો. શૂગર કેટલી?હેં? આ રણકો અહીં ક્યાંથી? જિગરે ઊંચું જોયું.... વિન્મયીતું?નીસ છે મારી. બહેનની દીકરી.... ગીકુભાઇએ ઓળખાણ આપી. જિગ્ગા.... મામુઉઉઉ?કહેતા ગિઝ્મોજી જોરથી હસી પડ્યા. જિગ્ગુને આજે મામુ બનવાની પણ મજા પડી. કૅમેરા લૅન્સમાં ચાની ચુસ્કી. ફ્રેશ અનુભવ હતો!
Viral Mehta

24 મે, 2015

પડઘો એટલે ઇકો એટલે કુદરતનો સાદ (Dr Gizmo 12)


પડઘો એટલે ઇકો એટલે કુદરતનો સાદ
બલમા ખૂલી હવા મેં. મહેંકી હુઇ ફિઝા મેં. દિલ ચાહતા હૈ મેરા. બહેકના ઇધર ઉધર. ગીતકાર એસ. એચ. બિહારી. સંગીતકાર ઓ. પી. નૈયર. ગાયિકા આશા ભોંસલે. ફિલ્મ કશ્મીર કી કલી. સાથીઓ વાત ખૂલ્લી હવાની. ફૂલોથી મહેંકતા મોસમની. ભીની માટીની સુવાસની. આપણા આ બાગ. અને આવા વધુને વધુ બાગની. જિગ્ગુ અને પપ્પુ. ગાર્ડનના પ્લૅટફૉર્મ ઉપરથીબોલતા હતા. સાથીઓ આધુનિક ઉપકરણો. ઇલૅક્ટ્રોનિક ગેજેટ્સ. ગ્રીન ગેજેટ્સ હોય. હોવા જ જોઇએ. એવું મિશન શરૂ થયું છે. જાગૃત ગેજેટ ચાહકોમાં. તે ભૈ આ ગ્રીન ગેજેટ લીલાં રંગના હોય? ટાપશીડબકાવાળાને સવાલ થયો.
આસમાની. બ્રાઉન. બ્લૅક. રંગબેરંગી. કોઇ પણ રંગના હોય. ડૉક્ટરે આવતા જ મંચ સંભાળી લીધો. આ સ્પીકર્સ જુઓ. વિશાળ મેદાનમાં. આ બાગમાં. અગાશી પર. દરિચા કિનારે. એવા કોઇ પણ સ્થળે. જ્યાં સૂર્ય પ્રકાશ મળે. ત્યાં વીજળીના ઉપયોગ વિના ચાલે. એની સાથે ફોન. પૉડ. કોઇ પણ પ્લેયર.કનેક્ટ થઇ શકે. ગોળ ડિશ જેવાં સ્પીકર્સ. સેન્ટરમાં સોલર પૅનલ. એ જ એનો પાવર. સ્પીકર્સની વેવ રેન્જમાં પ્લેયર ઑન કરો.અને મહેફિલ શરૂ.
ટાપશીને હવે મજા પડી. ડૉક્ટર આ ખાલી ખોખાં શેના લાયા?બેશને દોઢું થયા વગર. ટેંગલાએ ટાપશીને ટપલી મારી. એ પણ જોવા જેવું છે. ગિઝ્મોજીએ કીધું. એ ખાલી ખોખાં નથી. સ્પીકર્સ છે. એનો દરેક હિસ્સો રીસાયકલ મટીરિયલનો છે. પણ અવાજ બિલકુલ તાજોમાજો. જિગરે સંગીત વગાડ્યું. આ એન્ટિના જેવું શું છે જિગ્ગા? એ સોલર પાવર સ્ટેશન છે. આટલામાં જ આખી મ્યૂઝિક સિસ્ટમ. તે બળ્યું આ સોલર તો દાડે જ ચાલેને? ના રે ના. કોણે કીધું. આ એની સોલર પૅનલ.દિવસેસેલ ચાર્જ થાય. આખી રાત નિરાંતે ગીતો સાંભળો.પ્લેયર ને સ્પીકર્સ બધું એકમાં. આ તો લ્યા જબરું. કેટલી વીજળી બચે, નૈ?
યસ, ટેંગલા. આ તમારો મોબાઇલ છેને? એના ચાર્જિંગમાં ખાસ્સી વીજળી વેડફાય. ગિઝ્મોજીએ કીધું.તું નહીં માને ટાપશી, ફૂલ ચાર્જ થયેલો ફોન. અમસ્તો કનેક્ટેડ રાખો તો ૯૫% વીજળી બરબાદ. ઓત્તારી ભલી થાય. ઍક્ઝેક્ટલી ટાપશી. પણહવે ઉપાય છે. પૉર્ટેબલ સોલર ચાર્જર. દિવસે એને પ્રકાશમાં રાખો. જરૂર પડે ત્યારે ફોન. લૅપ્પી. ચાર્જ કરીલો. ચાર્જિંગ પૂરું થાય એટલે ચાર્જર પોતે જ બંધ થઇ જશે.ગિઝ્મોજીની વાત તમે પણ વિચારો! સોલર ચાર્જર. સોલર ગેજેટ. તમારું લાઇટબિલ લાઇટ કરી શકે.
ઉનાળામાં તાપમાન કરતાંય ગરમીની તીવ્રતા વધારે રહે. એવું કેમ? વિચાર્યું કદી?ઘરના વડીલો પણ કહેતા હશે. ગમે તેવો ઉનાળો હોય. પહેલા આટલી ગરમી નહોતી લાગતી હોં’!ટેંગલા, ટાપશી. ગિઝ્મોજીએ બંનેને ટપાર્યા. એનું કારણ ખબર છે?આ તમારાં ઍરકંડિશનર્સ. રેફરીજરેટર્સ. ઍલિવેટર્સ. મોટર્સ. આમ તો ડૉમેસ્ટિક સાધનો. પણ એને માટે બે-ત્રણ ગણી વીજળી વપરાય. ઑફિસમાં તો થ્રી ફેઝ પણ જોઇએ. એસીમાં ઓરડો તો ઠંડો થઇ જાય. બહાર એનું સ્પ્લિટ યુનિટ?એની ગરમી તો માણી જ હશે!જમીનમાં દાટેલા વીજળીના કેબલ્સ. ડીપી બૉક્સ. ગરમ લ્હાય જેવા.ધોમધખતી ગરમીમાં ધમધમતો વધારો.ટાઢા થવાની લ્હાયમાં. સૂરજ આથમે તોય વાતાવરણ ગરમ. આટલા સાધનનો નહોતા. ત્યારે આટલી ગરમી પણ નહોતી. ટાપશીએ હવે ટેંગલાને ટપલી મારી. બહુ એસીના હવાદ લેવાતા. લે હવે ખા ગરમ હવા.
આ ગરમીનો ઇલાજ પણ સૂરજ દાદા પાસે જ છે. સોલર ઊર્જા. આ ટેન્ટ જુઓ. સોલર કૉન્સેપ્ટ ઉપર બનેલો છે. ઉપરના ભાગે પૅનલ્સ. દિવસે સેલ ચાર્જ થાય. રાતે લાઇટ. લૅપટૉપ. ફૅન બધું ચાલે. નાનો કૉમ્પૅક્ટ બેડ-રૂમ જ જોઇ લો. ડૉક્ટર આવો ટેન્ટ અહીંયા મળે? મળશે થોડા વખતમાં.પછી તો ટેંગલો નેટેંગલી ચોગાનમાં જ રહેશે. ટાપશીએ મસ્તી કરી.પણ ગિઝ્મોજી, ઘરની લાઇટ આ વીજળીને બદલે સોલર પાવરથી ના ચાલે?
વાહ ટાપશી, હવે તેં ખરો સવાલ પૂછ્યો. એની પણ તૈયારી છે. ઘણી જગ્યાએ. હાઇવે અને મેઇન રોડ પર. સ્ટ્રીટ લાઇટ્સ. સોલર પૅનલથી ચાલે જ છે. આ ઘર જુઓ. ગિઝ્મોજીએ લૅપટૉપમાં તસવીર બતાડી. અમારા એક સંબંધીનું છે. અને આ સોલર પૅનલ્સ. એની છત ઉપર. એ ઊર્જા ઉત્પન્ન કરે. ઘરમાં એના રીઝર્વૉયર્સ હોય. ઊર્જાનો સંગ્રહ એમાં થાય. દિવસ રાત લાઇટ, ઉપકરણો એનાથી ચાલે.આ જબરું યાર. એકવાર પૅનલ મૂકાવી દો. પછી વીજળીના તોતિંગ બિલથી કાયમનો છૂટકારો. ડૉક્ટર આ તમારું લૅપ્પી લાડકાંનું કેમ છે? ટાપશીને ફરી સવાલ થયો.
આ ઇકોબુક કહેવાય. એનું બહારનું બૉડી વાંસમાંથી બને. અંદરનો દરેક પાર્ટ રીસાયકલ મટીરિયલનો. રીસાયકલ એટલે? ના, ના.મ.... મ, મને તો ખબર છે. હેં હેં હેં.... આ ટેંગલા હેં હેં હેં....ડફોળને....હેં હેં હેં....જિગ્ગુ અને પપ્પુ પણ જોરથી હસ્યા. એમાં શરમ શેની. પૂછી લેવાનું. ડૉક્ટરે કીધું. પૂછતા પંડિત થવાય. રીસાયકલ મટીરિયલ એટલે. દરેક પાર્ટ પહેલા ક્યાંક વપરાયેલો. અને ફરી ક્યાંક વાપરી શકાય તેવો. આ લૅપટૉપમાં અંદર બધું કાર્ડબોર્ડ સાથે જોડેલું. ક્યાંય પેઇન્ટ. સ્પ્રે. ઇલૅક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ નહીં. ઇકોબુક ગ્રીન ગેજેટ લવર્સમાં ખૂબ લોકપ્રિય.
જબ્બરદસ્ત કહેવાય ટેંગલા શું કે?સાચ્ચમસાચ્ચું ટાપશી. પડઘો એટલે ઇકો એટલે કુદરત. એનો સાદ. સાંભળવો જ પડે. એ રહેશે તો માણસ રહેશે. ડૉક્ટર એકછેલ્લો સવાલ. પેલા વિની બેન....?આ રહી હું. ગિઝ્મોજીના લૅપ્પીમાં વિની દેખાઇ. ઓહ્ લાઇવ કૅમ એમ? હા, આ કૅમેરા પણ સોલર કૅમ. હેં? હવે કૅમેરા પણ સોલર? બધાની આંખોપહોળી!વિની અને ગિઝ્મોજીના ચહેરા મલકી રહ્યા....
Viral Mehta

17 મે, 2015

તારી મુસ્કાનની છાયામાં.... (Dr Gizmo 11)


તારી મુસ્કાનની છાયામાં....
બસંતી કો મોસમની ધારે. ઉછળતા કિનારાની પાળે. ઉડતા બિલ્લોરની સાંજે. ચાલ્યાતા યાદ છે? ડગ બે ડગ સાથે મ્હાલ્યાતા. યાદ છે? રંગીલ હિલ્લોળની માયામાં. તારી મુસ્કાનની છાયામાં.... ઊફ્ફ, વૉટ લીરિક્સ!પપ્પુ છક્ક થઇ ગયો. જિગ્ગા કવિ! યુ રૉક મૅન. હવે એને તું રોક મૅન!ડૉક્ટરે આવતા જકટ મારી. પણ વંડરફુલ ઍડપ્ટેશન જિગર. તમને કેવી રીતે ખબર પડી?વિનીને મળ્યે જિગર કુમારને એક અઠવાડિયું થયું.એટલે આવા જ ગીતો સૂઝે.ઓરિજિનલી આ ગીત પૉલ ફ્રાન્સિસ વૅબ્સ્ટરની શબ્દ રચના. ધ શૅડો ઑફ યૉર સ્માઇલ. મ્યૂઝિક રાઇટર જ્હૉની મેન્ડેલ. ઑસ્કર પણ મળેલો. ધ સેન્ડપાઇપર મૂવિમાં. બેસ્ટ ઓરિજિનલ સૉંગ માટે. વૅલ ડન જિગર. ઓરિજિનલ જેવું જ સુંદર.
ચલ આજે મસ્તીલા મ્યૂઝિકલ ગેજેટ્સની વાત કહું. એક છલાંગમાં બાંકડે બેસી ગયો જિગર. મ્યૂઝિક અને ગેજેટ્સ. બંને ગમતા વિષયો. એકસાથે.જિગ્ગા, સૌથી પહેલું ઇલૅક્ટ્રોનિક મ્યૂઝિકલ ગેજેટ કયું ખબર છે?સીન્થેસાઇઝરથી પણ પહેલા. એક રશિયને શોધેલું. ૧૯૧૯માં. થેરેમિન. લેડ ઝેપલિનના ક્લાસિકલ ટ્રૅકમાં સંભળાય. એમાં બે એન્ટિના. ઇલૅક્ટ્રૉનિક તરંગો ઉત્પન્ન કરે. વગાડનારહાથથીતરંગોને સ્પર્શે. ખાસ પ્રકારનો અવાજ સંભળાય.લીયોન થેરેમિન. એનો શોધક. એના નામ ઉપરથી ઇન્સ્ટ્રુમેન્ટનું નામ પડ્યું. લીયોને પહેલું ઇલૅક્ટ્રૉનિક ડ્રમ મશીન પણ બનાવ્યું. લેટેસ્ટ કી-બૉર્ડ. સીન્થ. બધાનો દાદો એટલે થેરેમિન.મોટા સીન્થેસાઇઝર પછી બન્યાં.
મોટા સિન્થમાં મોટો પ્રૉબલેમ. સ્ટુડિયોમાં વપરાય. લાઇવ પ્રોગ્રામ્સમાં લઇ જવાની અગવડ. એટલે બન્યું મિનીમૂગ. ક્રાફ્ટવૅર્ક અને હૅર્બી હૅનકૉક એના પ્રણેતા. હાર્મોનિયમથી થોડું લાંબું. પિયાનો જેવું એનાલૉગ કી-બૉર્ડ. પેટીની માફક ફોલ્ડ થાય. સામે એક પૅનલ.ત્યાં બધા કન્ટ્રોલ્સ. સાઉન્ડ ઇફૅક્ટ્સ. પીચ સેટિંગ. વાહ!આ તો વિકાસના સૂર. હા, પપ્પુ ઉસ્તાદ!ઇલૅક્ટ્રૉનિક ઍન્જિનિયરિંગ ઝડપથી વિકસી રહેલું. ૧૯૮૧માં સંગીતકારોને એક નવો સાથી મળ્યો. ઓમ્નીકૉર્ડ. એક ટચ પ્લેટ. માઇનર,ફ્લૅટ, મેજરસ્કેલ. અને સાત કૉર્ડ. કૉર્ડ દબાવો. ટચ પ્લેટ પર આંગળી.કે ગિટારની પિક. હળવેથી ફેરવો. પછી જુઓ કમાલ. વગાડતા ના આવડે એ પણ વગાડી શકે. એટલું સરળ.બજારમાં આવતાં જ પરફૉર્મર્સનું લાડકું બની ગયું ઓમ્નીકૉર્ડ.
હવે આવો મૉડર્ન દુનિયામાં. ગોર મહારાજ પાસે. એટલે? જિગર અને પપ્પુ બંને એકસાથે બોલ્યા. GOR ગોર. ગિબ્સન રોબૉટ ગિટાર. એટલે હવે રોબૉટ ગિટાર પણવગાડશે? વૅલ જિગર, એવી શોધ પણ ક્યાંક હશે જ. આ છે, ગિટારિસ્ટ માટેની રોબૉટિક ગિટાર. કમ્પ્યુટરાઇઝ્ડ.લાઇવ પર્ફૉર્મન્સમાં સૌથી મહત્ત્વનું શું હોય?પિચ સેટિંગ ગિઝ્મોજી. એ પરફૅક્ટ હોવું જોઇએ. ચાલુપ્રોગ્રામેપણ સેટિંગ બદલતા રહેવું પડે. ખરી કસોટી ગિટારિસ્ટની.ઍક્ઝેક્ટલી. હવે એ સેટિંગમાં આ રોબૉટ ગિટાર હૅલ્પ કરશે. સામેના ઇન્સ્ટ્રુમેન્ટની પીચ રોબૉટ સાંભળશે. એ મુજબ ઑટોમેટિક તાર ઢીલા કે તંગ કરશે. એટલે પરફૅક્ટ પીચ સેટિંગ. વાહ ડૉક્ટર ઉસ્તાદ વાહ!
ગિઝ્મોજીએ એક જૂની તસવીર દેખાડી. એક સ્ત્રી મોટું તાર વાદ્ય વગાડી રહેલી. વિશાળ ધનુષ આકારનું વાજિંત્ર. આ તો હાર્પ છે, ગિઝ્મોજી. બહુ જૂનું ઇન્સ્ટ્રુમેન્ટ. અતિ કર્ણપ્રિય. સ્પીકર વિના પણ હૉલમાં એનો નાદ સંભળાય. જલસો પડી જાય.તો જિગ્ગા, હવે એ જલસામાં ટૅક્નોલૉજીનો સાઉન્ડ. એઝ ઇન? એઝ ઇન જબરદસ્ત શોધ. ૧૯૯૭માં એક ભેજાંબાજ સંગીતકારે કરેલી. જીન માઇકલ જૅર. એણેવિચાર કર્યો. આ લેસર બીમ હોય. એનો તાર તરીકે ઉપયોગ થાય?એક છેડેથી બીમ રિલીઝ થાય. બીજે છેડે રીસિવકરીએ. તો એક તાર બને. એ લેસરતરંગોને અવાજમાં કન્વર્ટ કરીએ તો?એણે મગજ દોડાવ્યું. અને એક દિવસ સંગીતની દુનિયામાં લેસરનો સૂરજ ઊગ્યો. લેસર હાર્પની શોધ થઇ.
માઇન્ડ બ્લોઇંગ ડૉક્ટર! આ ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ હાર્પની જેમ વાગે?બિલકુલ. હાર્પના તારને અલગ અલગ જગ્યાએ પ્લક કરો. એ જ રીતે લેસર હાર્પમાં પણ થાય. દરેક સ્વર માટે પ્લક પૉઇન્ટ્સ બને. આ તો કમાલ થઇ ડૉક્ટર. ત્યાં તો ગાર્ડનના બાજુના હિસ્સામાં સંગીત સંભળાયું. બધાનું ધ્યાન ખેંચાયું. અરે ગિઝ્મોજી, આ તો મારું ફેવરિટ ગીત. ધ શેડો ઑફ યૉર સ્માઇલ. સૌ એ તરફ ગયા. બૅન્ચ ઉપર એક પ્લેયર હતું. આસપાસ કોઇ નહીં. નજીકજઇને જોયું.
લૉંગ પ્લે રેકૉર્ડ. વિનાઇલ ડિસ્ક. બ્લૅક કલરની. આવું તો પ્લેયર જ આજકાલ જોવા ના મળે. ઉપર રેકૉર્ડ વાગે. નીચે પિયાનો કી-બૉર્ડ.ડો-રે-મીપ્લેયર? ઇમ્પૉસિબલ! આ મળે જ નહીં. કોણ લાવ્યું હશે?એન્ટિક ચીજ. એ પણ આમ ખુલ્લામાંમૂકીને? કોઇ ઉપાડીને હેંડતી પકડે તો?
અહીંત્રણ જણ છે. એમાંથી બે ચોર નથી. ત્રીજો લઇ જાય કદાચ. તોય પાછું મારી પાસે જ આવશે!બોલો કોણ બોલ્યુંહશે?યસ, વિન્મયી હતી. એ!તું તો કેતીતી.... હા, આવી ગયા ફોઇબા. ખાસ તારા માટે આ પ્લેયર.... બોલતા રોકાઇ ગઇ વિની. ના, ના બોલ તું તારે. ખાસમખાસ કોના માટે. અમારે તો કાન છે જ નહીં.ગિઝ્મોજીએ ફિલમ ઉતારી.ઓકે, ખાસ જિગર માટે મગાવ્યું. જિગ્ગુ તો આ નાના જાદૂમાં ખોવાઇ ગયેલો.પિયાનો પર એ જ ગીતની ટ્યૂન વગાડી.
બસંતી કો મોસમની ધારે. ઉછળતા કિનારાની પાળે. ઉડતા બિલ્લોરની સાંજે. ચાલ્યાતા યાદ છે?ડગ બે ડગ સાથે મ્હાલ્યાતા. યાદ છે? રંગીલ હિલ્લોળની માયામાં. તારી મુસ્કાનની છાયામાં.... ગિઝ્મોજીએ પંક્તિઓ દહોરાવી. વાહ!કોણે લખ્યું? વિનીએ પૂછ્યું.અં.... છે એક આશક.... જિગર તરફ ઇશારો કરી ડૉક્ટરે કીધું. પછી શું થાય. તમે તો જાણો જ છો! ઍક્ઝેક્ટલી.આખો બાગ. બ્લશ બ્લશ!
Viral Mehta