પડઘો એટલે ઇકો એટલે કુદરતનો સાદ
બલમા ખૂલી હવા મેં. મહેંકી હુઇ ફિઝા મેં. દિલ ચાહતા હૈ મેરા. બહેકના ઇધર ઉધર. ગીતકાર
એસ. એચ. બિહારી. સંગીતકાર ઓ. પી. નૈયર. ગાયિકા આશા ભોંસલે. ફિલ્મ કશ્મીર કી કલી. સાથીઓ
વાત ખૂલ્લી હવાની. ફૂલોથી મહેંકતા મોસમની. ભીની માટીની સુવાસની. આપણા આ બાગ. અને
આવા વધુને વધુ બાગની. જિગ્ગુ અને પપ્પુ. ગાર્ડનના પ્લૅટફૉર્મ ઉપરથીબોલતા હતા. સાથીઓ
આધુનિક ઉપકરણો. ઇલૅક્ટ્રોનિક ગેજેટ્સ. ગ્રીન ગેજેટ્સ હોય. હોવા જ જોઇએ. એવું મિશન
શરૂ થયું છે. જાગૃત ગેજેટ ચાહકોમાં. તે ભૈ આ ગ્રીન ગેજેટ લીલાં રંગના હોય? ટાપશીડબકાવાળાને સવાલ થયો.
આસમાની. બ્રાઉન. બ્લૅક. રંગબેરંગી. કોઇ પણ રંગના હોય. ડૉક્ટરે આવતા જ મંચ
સંભાળી લીધો. આ સ્પીકર્સ જુઓ. વિશાળ મેદાનમાં. આ બાગમાં. અગાશી પર. દરિચા કિનારે.
એવા કોઇ પણ સ્થળે. જ્યાં સૂર્ય પ્રકાશ મળે. ત્યાં વીજળીના ઉપયોગ વિના ચાલે. એની
સાથે ફોન. પૉડ. કોઇ પણ પ્લેયર.કનેક્ટ થઇ શકે. ગોળ ડિશ જેવાં સ્પીકર્સ. સેન્ટરમાં
સોલર પૅનલ. એ જ એનો પાવર. સ્પીકર્સની વેવ રેન્જમાં પ્લેયર ઑન કરો.અને મહેફિલ શરૂ.
ટાપશીને હવે મજા પડી. ડૉક્ટર આ ખાલી ખોખાં શેના લા’યા?બેશને દોઢું થયા વગર. ટેંગલાએ ટાપશીને ટપલી મારી. એ પણ જોવા
જેવું છે. ગિઝ્મોજીએ કીધું. એ ખાલી ખોખાં નથી. સ્પીકર્સ છે. એનો દરેક હિસ્સો રીસાયકલ
મટીરિયલનો છે. પણ અવાજ બિલકુલ તાજોમાજો. જિગરે સંગીત વગાડ્યું. આ એન્ટિના જેવું
શું છે જિગ્ગા? એ સોલર પાવર સ્ટેશન છે. આટલામાં
જ આખી મ્યૂઝિક સિસ્ટમ. તે બળ્યું આ સોલર તો દા’ડે જ ચાલેને? ના રે ના. કોણે કીધું. આ એની સોલર પૅનલ.દિવસેસેલ ચાર્જ થાય.
આખી રાત નિરાંતે ગીતો સાંભળો.પ્લેયર ને સ્પીકર્સ બધું એકમાં. આ તો લ્યા જબરું. કેટલી
વીજળી બચે, નૈ?
યસ, ટેંગલા. આ તમારો મોબાઇલ છેને? એના ચાર્જિંગમાં ખાસ્સી વીજળી
વેડફાય. ગિઝ્મોજીએ કીધું.તું નહીં માને ટાપશી, ફૂલ ચાર્જ થયેલો ફોન. અમસ્તો
કનેક્ટેડ રાખો તો ૯૫% વીજળી બરબાદ. ઓત્તારી
ભલી થાય. ઍક્ઝેક્ટલી ટાપશી. પણહવે ઉપાય છે. પૉર્ટેબલ સોલર ચાર્જર. દિવસે એને
પ્રકાશમાં રાખો. જરૂર પડે ત્યારે ફોન. લૅપ્પી. ચાર્જ કરીલો. ચાર્જિંગ પૂરું થાય
એટલે ચાર્જર પોતે જ બંધ થઇ જશે.ગિઝ્મોજીની વાત તમે પણ વિચારો! સોલર ચાર્જર. સોલર ગેજેટ. તમારું લાઇટબિલ લાઇટ કરી શકે.
ઉનાળામાં તાપમાન કરતાંય ગરમીની તીવ્રતા વધારે રહે. એવું કેમ? વિચાર્યું ક’દી?ઘરના વડીલો પણ કહેતા હશે. ‘ગમે તેવો ઉનાળો
હોય. પહેલા આટલી ગરમી નહોતી લાગતી હોં’!ટેંગલા, ટાપશી. ગિઝ્મોજીએ
બંનેને ટપાર્યા. એનું કારણ ખબર છે?આ તમારાં ઍરકંડિશનર્સ. રેફરીજરેટર્સ.
ઍલિવેટર્સ. મોટર્સ. આમ તો ડૉમેસ્ટિક સાધનો. પણ એને માટે બે-ત્રણ ગણી વીજળી વપરાય. ઑફિસમાં
તો થ્રી ફેઝ પણ જોઇએ. એસીમાં ઓરડો તો ઠંડો થઇ જાય. બહાર એનું સ્પ્લિટ યુનિટ?એની ગરમી તો માણી જ હશે!જમીનમાં દાટેલા વીજળીના
કેબલ્સ. ડીપી બૉક્સ. ગરમ લ્હાય જેવા.ધોમધખતી
ગરમીમાં ધમધમતો વધારો.ટાઢા થવાની લ્હાયમાં. સૂરજ આથમે તોય વાતાવરણ ગરમ. આટલા
સાધનનો નહોતા. ત્યારે આટલી ગરમી પણ નહોતી. ટાપશીએ હવે ટેંગલાને ટપલી મારી. બહુ
એસીના હવાદ લેવા’તા. લે હવે ખા ગરમ હવા.
આ ગરમીનો ઇલાજ પણ સૂરજ દાદા પાસે જ છે. સોલર ઊર્જા. આ ટેન્ટ જુઓ. સોલર
કૉન્સેપ્ટ ઉપર બનેલો છે. ઉપરના ભાગે પૅનલ્સ. દિવસે સેલ ચાર્જ થાય. રાતે લાઇટ. લૅપટૉપ.
ફૅન બધું ચાલે. નાનો કૉમ્પૅક્ટ બેડ-રૂમ જ જોઇ લો. ડૉક્ટર આવો ટેન્ટ અહીંયા મળે? મળશે થોડા વખતમાં.પછી તો ટેંગલો નેટેંગલી ચોગાનમાં જ રહેશે.
ટાપશીએ મસ્તી કરી.પણ ગિઝ્મોજી, ઘરની લાઇટ આ વીજળીને બદલે સોલર પાવરથી ના ચાલે?
વાહ ટાપશી, હવે તેં ખરો સવાલ પૂછ્યો. એની પણ તૈયારી છે. ઘણી જગ્યાએ. હાઇવે અને
મેઇન રોડ પર. સ્ટ્રીટ લાઇટ્સ. સોલર પૅનલથી ચાલે જ છે. આ ઘર જુઓ. ગિઝ્મોજીએ
લૅપટૉપમાં તસવીર બતાડી. અમારા એક સંબંધીનું છે. અને આ સોલર પૅનલ્સ. એની છત ઉપર. એ
ઊર્જા ઉત્પન્ન કરે. ઘરમાં એના રીઝર્વૉયર્સ હોય. ઊર્જાનો સંગ્રહ એમાં થાય. દિવસ રાત
લાઇટ, ઉપકરણો એનાથી ચાલે.આ જબરું યાર. એકવાર પૅનલ મૂકાવી દો. પછી વીજળીના તોતિંગ
બિલથી કાયમનો છૂટકારો. ડૉક્ટર આ તમારું લૅપ્પી લાડકાંનું કેમ છે? ટાપશીને ફરી સવાલ થયો.
આ ઇકોબુક કહેવાય. એનું બહારનું બૉડી વાંસમાંથી બને. અંદરનો દરેક પાર્ટ રીસાયકલ
મટીરિયલનો. રીસાયકલ એટલે? ના, ના.મ.... મ, મને તો
ખબર છે. હેં હેં હેં.... આ ટેંગલા હેં હેં હેં....ડફોળને....હેં હેં હેં....જિગ્ગુ
અને પપ્પુ પણ જોરથી હસ્યા. એમાં શરમ શેની. પૂછી લેવાનું. ડૉક્ટરે કીધું. પૂછતા
પંડિત થવાય. રીસાયકલ મટીરિયલ એટલે. દરેક પાર્ટ પહેલા ક્યાંક
વપરાયેલો. અને ફરી ક્યાંક વાપરી શકાય તેવો. આ લૅપટૉપમાં અંદર બધું કાર્ડબોર્ડ સાથે
જોડેલું. ક્યાંય પેઇન્ટ. સ્પ્રે. ઇલૅક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ નહીં. ઇકોબુક ગ્રીન
ગેજેટ લવર્સમાં ખૂબ લોકપ્રિય.
જબ્બરદસ્ત કહેવાય ટેંગલા શું કે’છ?સાચ્ચમસાચ્ચું ટાપશી. પડઘો એટલે ઇકો એટલે કુદરત. એનો સાદ. સાંભળવો જ પડે. એ રહેશે તો માણસ રહેશે. ડૉક્ટર
એકછેલ્લો સવાલ. પેલા વિની બેન....?આ રહી હું. ગિઝ્મોજીના
લૅપ્પીમાં વિની દેખાઇ. ઓહ્ લાઇવ કૅમ એમ? હા, આ કૅમેરા પણ સોલર
કૅમ. હેં? હવે કૅમેરા પણ સોલર? બધાની આંખોપહોળી!વિની અને ગિઝ્મોજીના ચહેરા મલકી રહ્યા....
Viral Mehta