29 મે, 2015

ઓય.... જાય છે ક્યાં? ચલ પાછી વળ.... (Hollywood Cafe 72)

ઓય.... જાય છે ક્યાં? ચલ પાછી વળ....
બઝ્મ તો હવે શરૂ થઇ. દિલના તાલ હવે જામ્યા. ને તું આમ ચાલતી પકડે? અરે જવાય છે. બેસ જરાનિરાંતે.તાકી તાકીને શું જુએ છે?ઓહ્ માથે પળિયાં?ચહેરાના સળ?એ તો તારા જ સાજ અસબાબ. એક વાત કહું? પગ વાળીને બેસવાની ફુરસદે. બેસવાનું મન નથી. જવું છે ક્યાંક.મને ખબર છે. એક જગા. એક વેલી હતી. એમાં સુંદર ફૂલ આવતાં. ખળખળ વહેતું ઝરણું. વાડીએ ઝૂલો ઝૂલતા. રાતે ખુલ્લા આકાશ નીચે.તારા ગણતા. ત્યાં ફરી જવું છે. જ્યાં હું જન્મી. મારા પિતાનું ખોરડું. મારું ઘર. મારું ગામ. એ હવા ફરી શ્વાસમાં ભરવી છે.હયાતીમાંખોબે ખોબે ઠાલવી દઉં. પાણીનો રવ. ખેતરની હરિયાળી. કલશોર. ગૂંજન. બાકીની જિંદગીનું ભાથું બાંધી લઉં. બસ એકવાર.મને જવા દો પ્લીઝ!
મૅડમ, સાહેબ!ઉંમરનો એક પડાવ આવશે. જિંદગી બંને હાથ ખોલીને બોલાવશે. એક લલક જાગશે. આખી જિંદગી ફરી જીવી લેવાની. વાળની સફેદી રંગીન લાગશે. ચહેરાના અવળ-સવળ સળ. એમાં શૈશવ ફરી દોડશે. સંભારણા સાથે તાર જોડશે. જૂના ઘરની ઇંટો જીવતી લાગશે. અડવાની તલબ લાગશે. કૅરીને પણ લાગેલી. બૉન્ટિફૂલ જવાની. મને એકવાર જવા દે દીકરા. યુવાન પુત્ર. કડક મિજાજની એની વહુ. બંને ટાળી દેતા. કેવા નિષ્ઠુર?કૅરી હઠે ચઢી. નીકળી પડી બૅગ ભરીને. એકલી. ગામ સુધી પહેલા ટ્રેન જતી. હવે બંધ હતી. તો કંઇ નહીં. બસમાં જઇશ. એ પણ છેક નહીં જાય. પાસેના ગામ સુધી તો જશેને? બેસી ગઇ. ખુશખુશાલ ચહેરો. વારે વારે સ્મીત.બહુ ખુશ લાગો છો?બાજુમાં બેઠેલી યુવતીથી રહેવાયું નહીં.કૅરીએ તો સંભારણાંની ગઠરી ખુલ્લી મૂકી દીધી. જૂના સંબંધી. ગામના લોકો. સખા સહેલીઓ યાદ આવતા. વારેવારે હૈયું ભરાઇ આવતું. આંખો છલકાઇ જતી. છોકરી અને કૅરી બંને દોસ્ત બની ગયાં.
કૅરી પડોશના ગામસુધી પહોંચી. બૉન્ટિફૂલ? એવું તો કોઇ ગામ આસપાસમાં નથી. લોકોએ કીધું. શૅરિફને મળી. એને ગામની ખબર હતી. બંને ત્યાં પહોંચ્યા. પણ હવે ત્યાં બંજર જમીન હતી. ન વાડી. ન વેલી. ન ઝરણું. યુદ્ધથીપારાવાર ખાનાખરાબી થયેલી. જમીનદોસ્ત મકાનો.એમાંએક તૂટેલું મકાન. થોડા આકાર. જૂની યાદો સાથે મેળ ખાતા. પેલી બારી. રોજ ત્યાં ઊભી રહેતી. કલાકો સુધી. આ જ.... આ જ મારું ઘર. કૅરીનો અવાજ રુંધાઇ ગયો. જિંદગી આંખથી ચોધાર વહી. ખભે કોઇએ હાથ મૂક્યો. મમ્મી!ચલ ઘેર જઇએ!પુત્ર હતો. કૅરીની પાછળ. છેકથી આવેલો. ધ ટ્રીપ ટુ બૉન્ટિફૂલ. જેરલ્ડિન પેજ. બેસ્ટ ઍક્ટ્રેસનો ઑસ્કર મળેલો. ૧૯૯૮માં. પીટર માસ્ટરસનની ફિલ્મ.
પાકટ ઊંમર. કોણે કીધું જિંદગીનો અંતિમ મુકામ? આ તો એ અવસ્થા. પહેલી વાર જ્યાં જિંદગી વસે. આ ઉંમરે પણ પ્રણય પાંગરે. એક કિસ્સો કહું. એક યુગલ હતું. પ્રૉફેસર રીટાયર્ડ થયેલો. હવે જો કે, સુધરી ગયો. જવાનીમાં બહુ રંગરલીયા મનાવી. પત્ની બધું જાણતી. દુઃખી થતી. આઘાત જીરવતી. મન વારીને. મન મારીને. નિભાવી લીધું. પણ મન પર એની અસર પડીને રહી. બધું ભૂલવતા. પોતે જ ભૂલકણી થઇ ગઇ. અલ્ઝાઇમર્સ ડીસીઝ. પોતાને માટે તો ઠીક. પતિ માટે પણ આફત નોંતરશે. રાતે ગૅસ ઑન રહી ગયો તો?અવનમાં સૉફ્ટ ડ્રિંક કૅન મૂકી દીધું તો? એના કરતા,નર્સિંગ હોમમાં ચાલી જઉં. ત્યાં શરત હતી. મુલાકાતીને નો ઍન્ટ્રી. પહેલા ૩૦ દિવસ. હશે, મહિના પછી મળીશું. બંને ભારે મન સાથે છૂટા પડ્યા. મહિના પછી પતિ એને મળવા ગયો. ધ્રાસકો પડે તો વેઠી લેજો, બૉસ!પણ પત્નીએ એને ઓળખ્યો જ નહીં. પાછલી જિંદગીની એક પણ વાત યાદ નહોતી. એક જ જણને એ ઓળખતી હવે. એનો પ્રેમી. નર્સિંગ હોમનો જ પેશન્ટ. બોલી ન શકે. વ્હીલ ચૅર ઉપર જ ફરે.એ જ એની જિંદગી હતી. કે પછી પત્ની પતિને પાઠ ભણાવવા આમ કરતી હશે?
પ્રેમીની આર્થિક હાલતસારી નહોતી. એની પત્ની પાછી ઘેર લઇ ગઇ. પ્રોફેસરની પત્ની ઝૂરવા લાગી. પ્રેમીની યાદમાં. સીન જુઓ સાહેબ. પતિની નજર સામેપત્ની એના પ્રેમી માટે તરસે. કસોટી હવે પતિની હતી. એ પેલાને ઘેર ગયો. એની પત્નીને સમજાવી. બંનેને મેળવવા માટે. આનાકાની પછી માની. રોજ પ્રૉફેસર જ એને રૂમમાં લાવતો. વ્હીલચૅર પત્નીની સામે ગોઠવતો. એકવાર રોજના ક્રમ મુજબ. પ્રોફેસર પેલાને લાવવા ઉઠ્યો. ને કોઇ પાછળથી વળગ્યું. હા, પત્નીની યાદશક્તિ પાછી આવેલી. પણ કેટલા સમય માટે?‘અવે ફ્રૉમ હર. કેનેડિયન ડિરેક્ટર સારા પૉલીની ફિલ્મ. ૨૦૦૬માં બનેલી. ઍલિસ મુનરોની ટૂંકી વાર્તા.અ બૅર કેમ ઓવર ધ માઉન્ટેન ઉપરથી.
એક મ્યૂઝિક કંપનીનો માલિક હતો. અઢળક સંપત્તિ. ઉંમર તો દાદા બનવાની. ને પૌત્રી જેવડી છોડીઓને ડેટ કરે. બેટ્ટાને યંગ તંગ સંગ મળી પણ રહેતો. આ છોડીઓ તો તમને શું કહું? ડોહાની બધી ગર્લફ્રૅન્ડ્સ૩૦થી ઓછી ઉંમરની.પોતાની ઉંમરની સ્ત્રીઓ કાકાની લીગમાં જ નહીં. હમણાંથી તરવરતી મરીન સાથે ફરતોતો.કોઇ મસ્ત જગા ખોળી કાઢને?લંપટ દાબોલ્યા. મારી મૉમનું બીચ હાઉસ. ખાલી જ હશે. તો ચલને રાહ કોની જોવાની? બંને ઉપડ્યા. પણ એરિકા. મરીનની મમ્મી. ત્યાં જ હતી. એને ગમ્યું નહીં. નૅચરલી!પણ જવાન છોકરીને કેટલું કહેવાય?ચલવી લીધું. તમે નહીં માનો, એ રાતે ડોહા પૂરા રંગમાં બાક્કી.ડીનર પછી. મરીન સાથે રૂમમાં ગયા. આ હા.... શું દળદાર પથારી છે. ચલ ખૂંપી જઇએ. યાઆઆઆહૂકહેતા પડ્યા. તે પડ્યા. હાર્ટ ઍટેક. હવે થોડા દિવસ ક્યાંય જશો નહીં. ડૉક્ટરે કીધું. મારી નજર સામે જ રહેજો. પરાણે એરિકાને ઘેર જ રોકાવું પડ્યું.
જો બેટા, માએ મરીનને સમજાવી. આનું હવે ભલું પૂછવું. બ્રેક અપ કરી કાઢ. દીકરીનું તોડાવ્યું. ચાકરી એરિકાએ કરી. એમાં જ પોતે લપટાઇ ગઇ. અંકલનું દિલ પણ ધડક્યું. હૃદય રોગ પછી પ્રેમ રોગ. જિંદગીમાં પહેલી વાર.રંગીલદાસનેપ્રેમ થયો. એ પણ મૅચ્યૉર સન્નારી સાથે. નૉર્મલ સંજોગોમાં અંકલ સામેય ના જુએ. હવે તડપ જાગેલી.એરિકાને પામવાની. સમથિંગ્સ ગોટ્ટા ગિવ. ૨૦૦૩ની કૉમેડી. જૅક નિકલ્સન અને જાજરમાન ડિયાને કેટન. ઑડિયન્સ. ક્રિટિક્સ અને અવૉર્ડ્સ. બધાને ગમેલી. ડિરેક્ટર નેન્સી મેયર્સની મૂવિ.
કોઇવાર જિંદગી અજબ રમત કરી બેસે.પતિ. સંતાનો. ખુશાલી. લહેરથી જીવ્યા પછી.કોઇ એન્ટ્રી થાય. એક મહિલા સાથે થયેલું. પતિ અને બાળકો મેળો માણવા ગયેલા. ત્યારે એ મળ્યો. ફોટોગ્રાફર. શહેરના સેતુઓ વિશે જર્નલ તૈયાર કરવા આવેલો. માત્ર ચાર દિવસ માટે. ખરેખર, ખરું જ કીધું છે. જિંદગી ચાર દિવસની. બંનેના મન મળી ગયા. હવે અલગ નહીં રહી શકાય. બધી જ તૈયારી કરેલી. ભાગી છૂટવાની. પણ નાનો પુત્ર. વ્હાલી દીકરી. સાંભર્યા વિના રહે?આવું પગલું ભરે તો, પતિનું શું થાય? રોકાઇ ગઇ. ફોટોગ્રાફર પણ એની વાત સમજ્યો. પરીકથા સામે ખરીકથા જીતી. આ વાત ક્યારેય બહાર આવી ના હોત. પણ વર્ષો પછી એના સંતાનો જૂના ઘેર આવ્યા. ત્યારે માની ડાયરી મળી. પત્રો મળ્યા. છેક ત્યારે ખબર પડી. એમની માતા વૉર વાઇફ હતી. યુદ્ધ વખતે મજબૂરીમાં લગ્ન થયેલા. સોલ્જર પિતા સાથે. સ્નેહનો સેતુ મનમાં જ રચાયો ને વિસરાયો. ધ બ્રિજિસ ઑફ મેડિસન સિટી. હૈયું વલોવતી ફિલ્મ. ૧૯૯૫માં બની. ડિરેક્ટર ખબર છે? ક્લિન્ટ ઇસ્ટવૂડ. સુપર સ્ટાર પોતે. મુખ્ય પાત્રમાં. મૅરિલ સ્ટ્રીપ સાથે.
જૈફ ઉંમરની એકલતા!રીટાયર્ડ લાઇફ. આખી જિંદગીનો એક સંગાથ.સફરમાં આગળ થયો. ત્યારે થાય આવું જીવ્યું શા કામનું?વૉરેન નિવૃત્ત થયેલો. ટીવીમાં ઍડ જોઇ. ટાન્ઝાનિયાના બાળકનેમદદની જરૂર હતી. વૉરેન સહાય કરતો. ચિઠ્ઠી પણ લખતો. પત્ની સાથેના સંભારણાં. યાદ આવતું તે બધું. બાળક તરફથી કોઇ જવાબ નહીં. ત્યાં જૅનીનો સંદેશો મળ્યો. એની દીકરી. બીજા શહેરમાં રહે. એના લગ્નનું આમંત્રણ?વૉરેન ચોંકી ગયો. આ છોકરો ના ચાલે. જૅનીને સમજાવી. તને આ મૂર્ખ સાથે નહીં ફાવે. રોકાઇ જા. જૅની ના માની.અપમાન છતાં વૉરેન લગ્ન સુધી રોકાયો. બ્લેસિંગ સ્પીચ પણ આપી. હતાશ મને પાછો ફર્યો. હવે તો જૅની પણ એની ના રહી. ખાલીપાના ભાર સાથે ઘરનો દરવાજો ખોલ્યો.
પત્રોનો ઢગલો હતો. એમાં એક કવર.ટાન્ઝાનિયાથી આવેલું. સેવિકાનો પત્ર હતો. એ અંગ્રેજી નથી જાણતો. પણ લાગણની ભાષા સમજે છે. તમારો પત્ર જોઇને ખુશ થઇ જાય છે. સાથે બાળકે દોરેલું ચિત્ર હતું. ચિત્રમાં બે જણ. એક મોટો. એક નાનો. બંનેના ચહેરા હસતા.હાથમાં હાથ લઇને ચાલતા. ને ઉપર ઝળહળતો સૂરજ.... ક્યા બાત હૈ!સો કૉલ્ડ આર્ટની ટાયલાશમાં. ઍક્ઝિબિશનીયા વાયડાશમાં. આટલો દમક્યાંથી હોય? યારોં.... મતલબ તો છે, જિંદગીનો. વૉરેનની નજર સામે ચિત્ર ધૂંધળું થયું. કદાચ આંખો ભીંજાઇ રહેલી!‘અબાઉટ શ્મિટ. ૨૦૦૨માં બનેલી. એલેક્ઝાન્ડર પ્લેનની ફિલ્મ. હૃદયદ્રાવક કૉમેડી!
આવશે એક મોકો. સાહેબો ને મૅડમો. જિંદગી ત્યારે આવું જ ટીખળ કરશે. ઊઠીને ચાલતી પકડશે. તમને એકલા છોડીને. એ તોએનોસ્વભાવ.થોડી કરામતી. થોડીશરારતી.પણ પાર્ટી.... જિંદગી આગળ દોડેને! ત્યારનીઘડી સંભાળી લેજો. હાક દેજોએને. ઓય.... ચલ પાછી વળ! એ વળશે. આખેઆખી. ફરી મળશે....
Viral Mehta