સૌથી મોટી હોનારત ભરખે તે પહેલા....
બડબોલો. હડદોલો. ધતિંગ અને પૂણી. ઍક્ઝેક્ટલી. પાશેરામાં પહેલી. ના ઓળખી? આગળ ઓળખાણ પડશે. બધા જિગરના કઝિન્સ. વૅકેશનમાં ધમકેલા.
અણધારી આફતની માફક. એમને ચગાવતા નહીં પ્લીઝ. બિલકુલ સેન્સલેસ લોકો છે, ગિઝ્મોજી. જિગ્ગુએ
એલર્ટ આપી. પણ ડૉક્ટરનો સ્વભાવ. એમની વચ્ચે જ બેઠા. શું ચાલે છે? શશશશ! બોલતા જ નૈ
ડૉક્ટર. બડબોલો બોલ્યો. હૅવ્વી ડિસ્કશન. એમ? શેનું? કીટલી પર એસી માટે. ઓહો! કોની સાથે ચર્ચા
કરો છો? કીટલી ગ્રૂપ સાથે. કોણ કોણ છે એમાં? અમે ચાર. તો આમને-સામને વાત કરોને? ગિઝ્મોજી, ઑનલાઇન
લાઇફ છે. આ ચૅટ સોશિયલ નૅટવર્ક પર મૂકીશું. પછી? પ્રોજેક્ટ બનશે.
પછી? કીટલીમાં એસી. એવું ના થયું તો? તો આંદોલન. પછી? ઇલૅક્શન. પછી? અમારું રાજ.
ઓ શેખચલ્લી! એવું કો’ક જ વાર થાય.... મેં પહેલા જ કીધું, ગિઝ્મોજી. સેન્સલેસ
લોકો છે. યૂ સેન્સલેસ! પૂણી ભડકી. હડદોલા, જા જિગ્ગા
પર પડ તો. ધતિંગ ધમક્યો. ઓકે ઓકે, શાંતિ. ડૉક્ટર વચ્ચે પડ્યા. મને એમ કહો. મોબાઇલમાં
કામનું કંઇ કરો કે? દુનિયામાં શું ચાલે. એની
ખબર ખરી? વૉટ દુનિયા ફુનિયા? નેપાળ, દિલ્હીનો
ભૂકંપ. કાશ્મીરમાં પૂર. બિહાર યુપીમાં સાયક્લોન. હવા, પાણીમાં વધતા કૅમિકલ્સ. સ્કીન
પ્રૉબલેમ્સ. રેડિયેશનથી મગજને નુકસાન. હાડકાં, સાંધાની બિમારીઓ. છે એની ફિકર? માય ડીયર, ફૅર-વૅલ પાર્ટીઓ! વૅલ-ફૅરની કૅર
કરો ખરા? ચારેય જણ સીયાંવીયાં. સુધરી જાવ. ફાલતુ ચૅટ છોડો.
કામની ચૅટ કરો. એવી પણ ચૅટ હોય? હા, યુબીઍલર્ટ. નામ
સાંભળ્યું છે?
ગ્લોબલ સોશિયલ નૅટવર્ક. એમાં લોકો સમજ. જ્ઞાન. શોધ. શૅર કરે. આફતમાં ફસાયેલાની
મદદ માટે. જગતભરની હોનારતો વિશે માહિતી મળે. પણ ગિઝ્મોજી! ધતિંગ શરૂ થયો.
એનાથી ફાયદો શો? એમાં આફત પહેલા એલર્ટ મળે? અલ્યા દોઢ, તને તારી પોતાની એલર્ટ નથી. ઉપરથી.... પણ જિગર, એનો
સવાલ પરફૅક્ટ છે, ડૉક્ટરે કીધું. હા, એલર્ટ પણ મળે. યુબીઍલર્ટમાં. ઘટના. પ્રદેશનો
મૅપ. એની અસરની વિગત. ફોટોગ્રાફ્સ અને વિડિયોઝ પણ ખરા. હાઉ નાઇસ! પીક્સ ને વીડ્સ હું શૅર બી કરું. પૂણી બોલી. આભાર મૅડમ. જિગરે
મજાક કરી. પૂણી વખાણ સમજી. પેલું શું કે’તા’તા ડૉક? સ્કીનની સંભાળ. આઇ તો
એં.... વૅરી મચ કૅર હોં!
HAZMAT. એક શબ્દ યાદ રાખ પૂણી. હૅઝ્મેટ? યસ, હઝાર્ડસ મટીરિયલ. બાયોલૉજિકલ. કૅમિકલ. રેડિયોલૉજિકલ. માનવસર્જિત
ગંદકી. એની આફતોની વિગતવાર માહિતી માટે. WISER એપ. વાયરલેસ ઇન્ફૉર્મેશન સિસ્ટમ ફૉર ઇમર્જન્સી રિસ્પૉન્ડર્સ. ખતરાની
ઇન્ફૉર્મેશન ઉપરાંત, અસરગ્રસ્તોને સહાય પણ કરે. ઓહો? મોબાઇલ ઍપ આટલું
બધું કરે? હડદોલો ઊભો થઇ ગયો. યાર, આપ્પડે તો કંઇ કરતા ન જ
નથી. બડબોલા, કામનું કામ તો આ ઍપ્સ ઉપર ચાલે.
આગ લાગે ત્યારે કૂવો ખોદવા કરતા પહેલેથી ચેતી જવું સારું. અરે વાહ રે! મારી પાશેરામાં પહેલી પૂણી.... જિગરે એની ચોટી ખેંચી. માય
ડિયર, આગ સામે સુરક્ષાની પણ એપ છે. ગિઝ્મોજીએ બતાવી. નૅશનલ ફાયર પ્રોટેક્શન
અસોસિએશન. અમેરિકન સંસ્થા છે. એની NFPA એપ. ફાયર
ડિઝાસ્ટર રોકવા. હોનારત વખતે શું કરવું. વૃદ્ધો. બાળકો. મહિલાઓની મદદ. પોતાની
સુરક્ષા. એની વિગતવાર માહિતી. એપ સ્ટોર્સમાં ફાયર સેફ્ટીની મેબાઇલ ગેમ્સ પણ મળશે.
એ તો બધું ઠીક ડૉક્ટર. બડબોલાથી રહેવાયું નહીં. સ્વાઇન ફ્લુ. કૉલેરા. જૉન્ડિસ.
એની એલર્ટ તો અમારા ચૅટવર્ક ઉપર જ હોય. સ્લોગન. પોસ્ટર. મૅસેજ. એવરીથિંગ. બડિયા એ
બધા ફેક અને જોક. ટાઇમ પાસ માટે હોય. ઇન્ફો કરતા અફવા વધારે. ખરી વિગત મળે પ્રીપેરિસ
એપમાં. કુદરતી આફતો. રોગચાળો. અન્ય હોનારતો. એટલું જ નહીં. આતંકવાદ. ઑફિસ
વાયોલન્સ. એની પણ ઇન્ફૉર્મેશન. એમ? હા ધતિંગ, વધવાનું હવે આ
બધું. ૨૧મી સદીના થ્રેટ્સ. સૌથી મોટી હોનારત. બહારથી મૉડર્ન. અંદરથી સંકુચિત થતો સમાજ.
વધતો સ્વાર્થ. દેખાડાબાજી. હૂંસાતૂંસી. સહનશક્તિ ખતમ. નકારાત્મકતાનું લોહી ચાખેલી
પ્રજા. કંઇક અવળું શોધવા. અવળા પગે દોડે. પહોંચેલા ધૂતારા એનો લાભ લે. પામર વૃત્તિ
પ્રબળ થાય. હું કહું એ જ સાચું. બીજા માત્ર જંતુ. સમાજ નફરતમાં ભડકે બળે. આ સૌથી
મોટી હોનારત. આતંકવાદ તો હજી શરૂઆત. ક્યાં જઇને અટકશે? એની એલર્ટ. ઉપાય.
બધું પ્રીપેરિસ એપમાં મળે.
બડબોલા. હડદોલા. ધતિંગ. પૂણી ડીયર! શું લાગે છે? ડૉક્ટરે પૂછ્યું. આ જ્ઞાન શૅર કરો. તો લોકોય તમને માની જશે.
આ FEMA એપ પણ જુઓ. એ પણ અમેરિકન સંસ્થા. ધ ફેડરલ
ઇમર્જન્સી મૅનેજમૅન્ટ એજન્સી. ડિઝાસ્ટર એલર્ટ માટે સૌથી મોખરે. પૂર. સાયક્લોન.
ભૂકંપ. અતિવૃષ્ટિ. દુનિયાની કોઇ પણ હોનારતની એમાં વિગત. ઇમર્જન્સી કિટ. ઇમર્જન્સી
લોકેશન. આફતથી બચવાના મૅપ. તમામ તૈયારી સાથેની એપ.
બડબોલો ચૂપ હતો. એણે લૅપ્પી ઑન કર્યું. ઓય! હજી તને આમાં રસ
નથી? ધતિંગે પૂછ્યું. ના ધત્તુ. હું બીજું વિચારું
છું. આ તો ફૉરેન એપ્સ. આપણી ઇન્ડિયન એપ પણ હોવી જોઇએને? હું ડેવલપ કરીશ. બડબોલો
કમ્પ્યુટર ઍન્જિનિયરિંગ સ્ટુડન્ટ. પહેલીવાર એને પ્રોગ્રામિંગનું મહત્ત્વ સમજાયું. મારી
કોઇ હૅલ્પ? ગિઝ્મોજી! તમારી વાતમાંથી જ
આ વિચાર મળ્યો. જિગ્ગા, બ્રો! તું પણ જો હવે. આ
સેન્સલેસનો લોકોનો કમાલ.
અરે કમ્મૉન બડ્ડુ જિનિયસ! હું તો જસ્ટ મજાક
કરતો’તો. ત્યાં તો બાગમાં લહેર દોડી. કોઇ ગમતું
આવ્યાની એંધાણી. હોલ્ડ એવરીવન. પૂણી બોલી. હવે એક એલર્ટ હું આપું. ટૂંક સમયમાં. દુનિયાનું
સૌથી બ્યૂટિફૂલ ફૂલ ખિલશે. કોયલ ટહૂકો કરશે. હાથમાં ફ્રેશ જ્યૂસ સાથે. આપણી વચ્ચે
આવી રહ્યા છે. વિની ભાભી....! ઓ પૂણી, આ એલર્ટ નથી.
આને ધડાકો કહેવાય. ડૉક્ટરે કીધું. બૉય્ઝ જોતા રહી ગયા. પહેલી જ વાર આખો પરીલોક નજર
સામે. વિની જિગર શરમથી લાલચોળ. સીનમાં મજા બે જણને પડી. ડૉક્ટર અને પૂણીએ તાળીઓ
લીધી.
Viral Mehta