દુનિયા મેરી ‘ટૅબ મેં’
બાગની ફિતરત ખુશનુમા. બાગની સોબત તરન્નુમા. દૂર ક્યાંક ગિટાર ઝણઝણી. ડ્રમ પૅડ
પર રીધમ સંભળાય. એના તાલમાં તાલ મિલાવતા ક્લૅપ્સ. ગિઝ્મોજીએ લટાર મારતા જોયું. સવાર
સવારમાં સૂરીલું વાતાવરણ. કોણે બોલાવી હશે ઑરકેસ્ટ્રા? જતા આવતા હર કોઇ.
પેલી જરા નીચી બૅન્ચ ફરતે ગોઠવાતા હતા. એ પણ ત્યાં પહોંચ્યા. ગીત શરૂ. ‘ઠોકર પે હૈ સારા ઝમાના. જો બન જાએ મેરા નિશાના. મુશ્કિલ હૈ
ઉસકા બચ જાના. ક્યોં કે....’. જિગર હતો. બાકીની લાઇન
ગિઝ્મોજીએ પૂરી કરી. ‘ક્યોં કે.... સારી કી
સારી યે દુનિયા.... મેરી ટૅબ મેં’. ટૅબ મેં નહીં ડૉક્ટર
જેબ મેં. કો’ક બોલ્યું. એ બદલાઇ ગયું. ટૅબ મેં થઇ ગયું. જિગરના
હાથમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું. ડૉક્ટરે લીધું. કમ્પ્લિટ સિન્થસાઇઝર. ડ્રમ. બેઝ
ગિટાર. સ્ટ્રિંગ્સ. દરેક વાજું એમાં વાગે એવું ટૅબ. કરાઓકે મોડ પણ ખરો.
નવું ટૅબ લાગે છે, ડૉક્ટર? ટૅબ તો દોઢેક વર્ષ જૂનું
છે. મ્યૂઝિક ઍપ લેટેસ્ટ છે. કોઇ પણ ટૅબમાં ઇન્સ્ટૉલ કરો. મ્યૂઝિક પાર્ટી શરૂ. કઇ
ઍપ ગિઝ્મોજી? એક નહીં અનેક છે. મેક યૉર સૉંગ. ગરાજ બૅન્ડ. વન
મૅન બૅન્ડ. મ્યૂઝિક સ્ટુડિયો. મનપસંદ ઍપ ઇન્સ્ટૉલ કરો. ગીત રેકૉર્ડ કરો. ઑન લાઇન
શૅર કરો. બની જાવ રાતોરાત સુપરહિટ! સુપર્બ ગિઝ્મોજી.
આ તો મ્યૂઝિકની વાત થઇ. દુનિયા આખી ટૅબમાં કઇ રીતે?
આર્ટના શોખીનો માટે ટૅબ ધમાલ કમાલ છે. નૉર્મલ કરતા ખાસ્સો મોટો સ્ક્રીન. એને
વ્હાઇટ પેપર બનાવી દો. આંગળીઓનું બ્રશ તો છે જ. સ્ટ્રોક્સનો ફીનેસ જોઇને તમે પણ
તમને સલામ મારશો. પેઇન્ટ કરો. સ્પેશ્યલ ઇફૅક્ટ્સ ભરો. કલર ટોન આપો. ક્રિએટિવિટીની
કોઇ સીમા નથી. દુનિયા આંખો ચોળશે. એવાં પેઇન્ટિંગ બનશે. ડૉક્ટરે એક ફોટોગ્રાફ
દેખાડ્યો. હૉલિવૂડ સુપરસ્ટાર મૉર્ગન ફ્રીમેન. આ તસવીર ભલે લાગે. આ ફોટોગ્રાફ નથી.
ચિત્ર છે. કોઇ વિદેશી આર્ટિસ્ટે ટૅબમાં બનાવ્યું છે.
બધાના ચહેરે હજી પણ સવાલો હતા. પૂછાય તે પહેલા. ડૉક્ટર કંઇ કહે તે પહેલા. કોઇ
રણક્યું. ડિજીટલ ફોટો ફ્રેમ. સૌથી ઍફિશિયન્ટ. અને એટ્રેક્ટિવ. ટૅબ ઉપયોગ વિના
પડ્યું હોય ત્યારે. કૉફી ટેબલના સેન્ટરમાં સજાવો. જુઓ અને બતાવો. ફેમિલી ટૂર.
વૅડિંગ પિક્ચર્સ. લૅન્ડસ્કેપ્સ. વૅકેશન. ઇન્ટરેક્ટિવ સ્ક્રીન સેવર ઑન કરો. ઇવનિંગ,
મૉર્નિંગ મૉર ધેન રિફ્રેશિંગ! અમે તો નવા
અપાર્ટમેન્ટમાં.... આગળ બોલતા જરા શરમાઇ ગયું કોઇ. પાર્કમાં બેઠેલા દરેકની નજર એ ગુલાબ
પર. ગિઝ્મોજીએ જિગ્ગુને કમરમાં પોક કર્યું. બ્લશ, બ્લશ.... આખો બાગ.
અંહંહંહં.... બધા પાછા કઇ રીતે જવાના? લોકોનું ધ્યાન
બદલવા ગિઝ્મોજીએ ખોંખારો કરતા પૂછ્યું. કેમ ડૉક્ટર? હવે અમને કાઢી
મૂકશો? અરે ના યાર! એક નવો ઉપયોગ
કહું. કાર માટે. બજારમાં સ્ટેન્ડ મળે છે. ડૅશ બૉર્ડ માટે. એમાં ટૅબ ગોઠવી દો. નૅવિગેશન
ઑન કરો. અહીંથી ઘર સુધી. તમારા નહીં. કોઇના પણ. આખો રસ્તો નજર સામે. ભૂલા પડવાના
જમાના ગયા હવે. જોડેજોડે બીજી મજા. ઑડિયો જૅક કારની સિસ્ટમમાં. ઝિંગબૅંગ જ્યુકબૉક્સ.
ગાતા લહેરાતા ફરો હરો.
આટલા ટાઇમથી ટૅબમાં ટપાટપ કરીએ છીએ. પહેલી વાર એના ખરા ઉપયોગ ખબર પડી હોં! થેં.... અરે શું થેંક્સ? હજી વાર છે. આખી
દુનિયા ટૅબમાં ભરી તો લો. કારમાંથી ઘરમાં આવો. ટીવી ઑન કરો. મૅચ મૂવીની રકઝક શરૂ
થાય. રીમોટ માટે ઝપાઝપી. અને તમારા તોફાનમાં ચેનલ એની મેળે ફરવા લાગે. તમારા સન્ની
બૉયનું પરાક્રમ. અલ્યા, નાના ટેણિયાં શીખી ગયાં. ટૅબને ટીવીનું રીમોટ બનાવી દીધું.
લે, આપણે બહાર સ્ટાઇલ મારીએ. ને આટલી પણ ખબર નહીં?
બાળકોની વાત છોડો. અમેરિકાની એક ડૉગ ટ્રેનિંગ એકેડેમીએ ટૅબનો ઉપયોગ કરેલો. ત્યાંના
શ્વાન માણસનું પછી સાંભળે. પહેલા એના ટૅબનું કહ્યું માને. ગજબ ગિઝ્મોજી ગજબ! ગજબ તો હજી હવે થશે. તમારું કમ્પ્યુટર કરે એ બધું ટૅબમાં
થાય? નૅવર. ઇમ્પૉસિબલ. થાય જ નહીં. લોકો શરૂ થઇ ગયા.
અરે આ ટૅબ તો સર્ફિંગ, ચૅટિંગ, નૅટવર્કિંગ એવા-તેવામાં ચાલે. એ.... એ.... એમાં કામ
થોડું થાય? ગિઝ્મોજીએ પેલા રણકતા ગુલાબને પાસે બોલાવ્યું. આને
મળો. વિની. વિન્મયી. આપણા જિગરની.... થોડું અટક્યા. ધીમેથી પૂછ્યું. ફ્રેન્ડ જ
કહું કે.... બંનેની નજર નીચે જમીનમાં સંતાઇ ગઇ.... ઓ. કે. વૅલ. જિગરની જીગરી
ફ્રેન્ડ. એણે એક ઍપ શોધી છે. ઍપ માર્કેટ. ઍપ સ્ટોર. બધામાં મળશે. ટ્રાયલ વર્ઝન
ફ્રી. પછી ખરીદવી પડે. પણ સાહેબો, તમારા આખા નવા પીસી, લૅપટૉપનો ખર્ચ બચી જાય. આ જ
ટૅબ તમારા કૉમ્પનો સેકન્ડ સ્ક્રીન. ખાલી જોવા માટે નહીં. પીસીમાં થાય એ બધું
ટૅબમાં. તમારા ખોળામાં. પલંગ, સોફામાં સૂતા સૂતા.
બોલો, હવે! દુનિયા મેરી જેબ મેં કે
ટૅબ મેં? ટૅબ મેં બિલકુલ ટૅબ મેં ગિઝ્મોજી. દોસ્તો
હરખાતા ઘર તરફ વળ્યા. જિગર અને વિનીએ ગિઝ્મોજીના કાન પકડ્યા. ટિકલ્સ કરી બેવડ વાળી
દીધા. આજે તમારી ખેર નથી. બધાની સામે. અમારી મસ્તી? એક મિનિટ. ટાઇમ
આઉટ. પ્લીઝ. એક મિનિટ. ગિઝ્મોજીએ માંડ છૂટતા કીધું. યાર, સો નૉટ ફૅર? પ્રેમ તમે કરો ને ગલગલિયાં મને? ત્રણે ફરી જોરથી
હસી પડ્યા.
Viral Mehta