8 માર્ચ, 2015

ટીપ ટૉપ વૂમન માટે ટૅક ટૉક (Dr Gizmo 1)

ટીપ ટૉપ વૂમન માટે ટૅક ટૉક
બ્યૂટિફૂલ પીપલ! હૅપ્પી ડે! આજે તમારો દિવસ. આમ તો દરેક દિવસ તમારો. પણ આજનો દિવસ ખાસ. વૂમન્સ ડે. જિગ્ગુને ઓળખોને? આપણો ખાસ જીગરી. જિગર. ટૅક્નો એન્થુ. એના એક દોસ્તાર. ડૉ. ગિઝ્મોજી. બંનેનો રવિવાર ફિક્સ. પાર્કમાં મળવાનું. નવી ટૅક્નોલૉજી. ગૅજેટ્સ. ઉપયોગો. એની વાતો. હમણાં વસાવવું? થોડી રાહ જોવી? કે ચાલશે? ઘરમાં પડેલાં સાધનનો નવો ઉપયોગ થાય? જિગ્ગુને જાતભાતના સવાલ. ગિઝ્મોજી પાસે બધા જવાબ. ચલો આપણે પણ એમની ટીમમાં. આજના લકી દિવસથી. બિલકુલ અલગ. સૌથી ઉપયોગી. ટૅક ટૉકની સફર. શરૂ કરીએ. મસ્તીથી ફરીએ. ગજબ ગેજેટ્સની અજબ દુનિયામાં.
જિગ્ગુ આજે થોડો ટેન્શનમાં છે. મમ્મી. દીદી. ભાભી. ઘેર બધા રાહ જુએ છે. જિગ્ગુની ગિફ્ટ માટે. કંઇક યુનિક. કંઇક સ્ટાઇલિશ. રોજ કામ લાગે એવું. દરેક માટે એક ગિફ્ટ. સવાલોની ઝડી વરસાવી દીધી જિગ્ગુએ....
ગિઝ્મોજી જલદી કંઇક સજેસ્ટ કરોને?
સિમ્પલ યાર. મમ્મી માટે કી-ચેઇન. દીદી માટે કૅરી બૅગ. ભાભીને વૉચ આપ.
વૉટ....? આટલું સિમ્પલ? તો તમારી પાસે શું કામ આવું?
તું ધારે એટલું સિમ્પલ નથી જિગ્ગુ! મમ્મીની કી-ચેઇન. ઑર્ડિનરી નથી. જસ્ટ થિંક. કોઇને શોધવા આપણે શું કરીએ? બૂમ પાડીએ, રાઇટ? એટલે પેલો સામેથી જવાબ આપે. પણ ચાવી? કોઇ નાની વસ્તુ. એ ખોવાય તો? કરો બૂમાબૂમ. જવાબ મળશે? હા, હવે મળશે. આ કી-ચેઇનથી. ચાવીના ઝૂડામાં જોડી દો. મમ્મીના સ્માર્ટ ફોનમાં એની ઍપ ઇન્સટૉલ કરો. ફાઇન્ડ બટન ટચ કરો. આઇ ઍમ હીયર. ચાવી સામેથી બોલશે.
ગ્રેટ! મમ્મી બિઝી. તો લાઇફ ઇઝી. પણ દીદી પાસે તો બૅગ્સનું કલેક્શન છે. એને વળી....?
આપ તો ખરો! બીજી બધી બૅગ્સ સાઇડમાં મૂકી દેશે. જાદૂ છે, જાદૂ. સ્ટાઇલિશ લૂક. મલ્ટિપલ યૂસેજ. સાધારણ થેલો નથી આ. સોલર બૅગ છે. એની બહાર સોલર પૅનલ હોય. અને અંદર એક બેટરી ચાર્જર. દિવસના પ્રકાશમાં ચાર્જર ચાર્જ થાય. બાલ્કનીમાં. કૅમ્પસમાં. ગમે ત્યાં. અરે ક્લાઉડ્સ હોય ત્યારે પણ. અલ્ટ્રાવાયોલેટ કિરણો સોલર પૅનલ ઝીલે. દીદીનું ટૅબ. મોબાઇલ ફોન. લૅપટૉપ. મ્યૂઝિક પ્લેયર. આ બેગમાં જ ચાર્જ થઇ જાય. વીજળી વિના. બોલ છે ને કમાલ.
ગજબ ગિઝ્મોજી. હવે ભાભીની વૉચમાં શું ખાસ?
વૉચનો મીનિંગ? દેખરેખ. સંભાળ. કૅર. જતન. એ વર્કિંગ વૂમન. હૅક્ટિક લાઇફ. સમયસર ઑફિસ. ક્લાયન્ટ મીટિંગનો ટાઇમ સાચવવાનો. ટ્રાવેલ પણ કરવું પડે.
અરે એમની પાસે અફલાતૂન વૉચ છે. એક્યુરેટ સમય દેખાડે. વૉચની એમને ક્યાં જરૂર છે?
આ વૉચથી સમય ઉપરાંત બીજું પણ વૉચ કરી શકાય. લાસ્ટ વીક એકલાં દિલ્હી ગયેલા યાદ છેને? ત્યારે ભાઇ કેટલો ટેન્શનમાં હતો? ક્યાં હશે? સુરક્ષિત હશેને? આવા સમયે આ ઘડિયાળ કામ લાગે. જીપીએસ વૉચ. ગૂગલ મૅપ સાથે કનેક્ટેડ. વ્યક્તિનું લોકેશન આપણા લૅપટૉપ, સ્માર્ટ ફોનમાં દેખાય. મીટિંગ ચાલુ હોય ત્યારે પણ. એ ત્યાંથી એક બટન દબાવે ને તરત મૅસેજ મળે. એક્ઝેક્ટ ટાઇમ અને પરફૅક્ટ લોકેશન. રીયલ ટાઇમ સેફ્ટી. ફાસ્ટ ટ્ર્રૅક લાઇફ પર દોડતી મહિલાઓ માટે. અજાણ્યા સ્થળે પોતાનું લોકેશન. કેટલું દૂર. કઇ તરફ. બધું એમાં દેખાય. એ પાછી હૅલ્થ કૉન્શિયસ છે. આ વૉચમાં એ પણ ખરું. કેટલા સ્ટેપ્સ વૉક લીધી. કેટલો ફૅટ બર્ન થયો. એનો પણ રેકૉર્ડ.
જિગ્ગુએ ઑનલાઇન ફટાફટ ઑર્ડર મૂકી દીધો. તોય એના ચહેરા પર સવાલ હતો. પૂછવો હતો. પણ ગિઝ્મોજી સામે જરા સંકોચ.... ના, ના પૂછી કાઢ. આજે તો પૂછી જ કાઢ. ગિઝ્મોજીએ હસીને કીધું. ના.... રે.... મ.... મ.... મારે કંઇ પૂછવું નથી. શું પૂછી કાઢું? એ જ કે એને શું આપીશ? એને? એને એટલે કોને? ના ભૈ ના. મારે કોઇ એને બેને નથી. એમ? મારાથી સંતાડવું ઇમ્પૉસિબલ છે. એક કામ કર. એને એક પર્સનલ ગિફ્ટ આપ. જિગ્ગુની આનાકાની વચ્ચે ગિઝ્મોજીએ એક મસ્ત ગિફ્ટ સજેસ્ટ કરી. સ્ટુડન્ટ્સને કામ લાગે. વાઇ-ફાઇ ઝૉન બની જાય. 4G ઇન્ટરનૅટ સ્પીડ પણ પકડે. ૧૫ વાઇ-ફાઇ ડિવાઇસને કનેક્ટ કરે. બસમાં. લાયબ્રેરીમા. ક્લાસમાં. ઘરમાં. કૅફેમાં. ઑન દ મૂવ વાઇ-ફાઇ. નાનું અમથું બૉક્સ. લાંબી બેટરી લાઇફ. જબરદસ્ત પરફૉર્મન્સ.
પણ ગિઝ્મોજી મારે ક્યાં એની જરૂર છે? તારે ના હોય તો કંઇ નહીં. મારે છે. એક રણકતો અવાજ. એક મલકતો છણકો. બાગ આખો છલકાઇ ગયો. ચલ સીધો સીધો ઑર્ડર કરે છે કે નહીં? જિગર તો બ્લશ બ્લશ. ગિઝ્મોજી પણ જોરથી હસી પડ્યા. ના, ના, મારે કોઇ એને બેને નથી. બોલને? જિગ્ગુને ટપલી મારતા એમણે કીધું. અરે, ગિઝ્મોજી વી આર જસ્ટ.... એ....મ? જસ્ટ ફ્રેન્ડ્સ.... ના, ના આઇ મીન.... મૉર ધેન જસ્ટ ફ્રેન્ડ્સ....
કોણ હશે? આ રણકતું, મલકતું, છણકતું ગુલાબી? આઇ મીન મૉર ધેન ગુલાબી? આવતા રવિવારે ખબર.... ત્યાં સુધી હૅપી સન્ડે! હૅપી વૂમન્સ ડે!