બસ્તી મેં રહેના મેરે
ભાઇ,
માગીને ખાના હોજી
બંગાળ ચલોગે મેરે ભાઇ? ગૌડ બંગાળ. પુરાણા જમાનાની લક્ષ્મણવતી યા લખનૌતી. બડી ઇલ્મી નગરી છે મેરે ભાઇ. હિન્દુસ્તાન બાંગ્લાદેશની સરહદ પર. મહારાણી મેનાવતી પર કૃપા અવતરી. મહારાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાની ઢળતી આયુમાં. ગૌડ બંગાળને ગાદીવારસ મળ્યો. ક્યાં છે? ક્યાં છે, મારો રાજકુમાર. મંત્રી. સંત્રી. દેશમાં ઉત્સવ મનાવો. ગરીબોને દાન દક્ષિણા આપો. બતાવો. મારે જોવો છે. મારો તેજસ્વી વારસદાર. હાંફળા ફાંફળા હો કર રાજાએ દોટ મૂકી. રાણીવાસ તરફ. પગથિયાં ઉતરતા પાંવ ફિસલા. ઉત્સાહમાં સંતુલન ખો દિયા. બે માળ સુધી નીચે.... માથામાં ચોટ. જરીક હોશ બાકી. જલદી લઇ જાવ મને મહારાણી પાસે. સબ દૌડ પડે. રાણી પાસે લઇ ગયા. પુત્ર ખોળામાં મૂક્યો. ઔર એનું મુખ દેખીને. સૌની નજર સામે મહારાજ ચલ બસે.
મેનાવતી સતી થવા તૈયાર થઇ. મારું જીવ્યું, પતિ વિના શું કામનું? સબને સમજાયા. રાજગાદીના વારસ માટે રહો. નગરની પ્રજા માટે રહો. સબ ચાહે છે, મહારાણી. સતી ન થાવ. છતાં ઇનકાર કર્યો. તૈયારી જ હતી. ત્યાં સાદ થયો. અલખ નિરંજન! અંતરિક્ષથી મહાયોગી ઉતર્યા. વિશાળ જટા. તેજસ્વી ભાલ. લાંબી દાઢી. ભસ્મ ચોળેલી કાયા. રૂદ્રાક્ષના હાર. એક હાથમાં ચીપિયો ખનકે. દૂજે હાથ કમંડલ. થોભી જાવ મહારાણી. તમારા સંતાન માટે. પણ મારો પત્ની ધર્મ? અરે મૈયા રાજધર્મ. માતૃધર્મ. ઉસકા ક્યા મહારાણી? વો નિભાવો. જેવી આજ્ઞા ગુરુદેવ. મહારાણીએ સતીત્વ રાજ્ય અને પ્રજા માટે જાળવ્યું. ગુરુદેવને મહેલમાં લઇ ગયા. સેવા કરી. ગુરૂ પ્રસન્ન થયા. દીકરાને આશિષ આપવા અનુરોધ કર્યો. ઉસ વખત, સંતાનનું મુખ જોઇ ગુરુદેવ મલક્યા. પછી મસ્તકની રેખાઓ તણાઇ. શું થયું જોગીરાજ? કોઇ વિપદા? નહીં, રાજમાતા. આ કુમારને કોઇ વિપદા નહીં આવે. એ તો મહારાજ થવા સર્જાયો છે. ફકત ગૌડ બંગાળનો મહારાજ નહીં. મહા યોગીરાજ. સંન્યાસી બનેગા તેરા સપૂત. ધ્રાસકો પડ્યો રાણીને. અસંભવ યોગીરાજ. એ નહીં બને. વિધિના લેખ છે માતા. કિસીકા કુછ નહીં ચલતા. એના ભાગ્યમાં સંન્યાસ છે. રાજકુમાર યોગી બનશે. લેવા આવીશ હું એને. એ મોટો અનર્થ થશે જોગીજી. જિદ નહીં કર મૈયા. પુત્ર મોહનો મતલબ નથી. એક જ ક્ષણમાં તારો કુમાર રાજપાટ ત્યાગશે. મહારાણી અને યોગીરાજ વચ્ચે વિગ્રહ સર્જાયો. અશુભ કહેવા જ આવ્યા હો તો અબ ઘડી ચાલ્યા જાવ. સાધુ કો માન ક્યા? અપમાન ક્યા? સાધુ તો ચલતા ભલા. ધરતી ગજાવતા રાજમહેલ છોડીને ચાલી નીકળ્યા. ગુરુ જાલંધરનાથ. રાજમહેલના પ્રાંગણમાં ચીપિયો ખનકાવ્યો. ખોડી દીધો મહેલની વચ્ચોવચ. હટાવી લો જોગી. મારા દીકરા ઉપર સાધુ સમાજની કોઇ છાયા ન જોઇએ. રાજમાતાએ કહ્યું. એ નહીં બને મૈયા. તારો લાલ સ્વયં આ ઉઠાવશે. તબ ઉઠેગા ચીપિયા. અલખ નિરંજન.... જાલંધરનાથ ચાલ્યા ગયા. સૈનિકો. પહેલવાનો. તાકતવરોને બોલાવ્યા. ફગાવી દો આ ચીપિયો. કિસીકી ક્યા મજાલ? ગુરુદેવ જાલંધરનાથનો ચીપિયો ઉઠાવે? માલુમ છે, કોણ હૈ મહાયોગી જાલંધરનાથ?
વિષ્ણુના નવ અવતાર. નવ નારાયણ. કવિ નારાયણ. હરિ નારાયણ. અંતરિક્ષ નારાયણ. પ્રબુદ્ધ નારાયણ. પિપ્પલાયન મહારાજ. આવિર્હોત્ર નારાયણ. દ્રુમિલ નારાયણ. ચમસ નારાયણ. કરભાજન નારાયણ. ધરતી પર જબ ઘોર કળજગ લગ ગયા. અધર્મ. કુસંપ. કપટ. છલ. બલ. મિથ્યાભિમાન. સત્તા મત્તા કી દૌડ. અનીતિ ચારે તરફ. કલંકે માઝા મૂકી. કાળામાથાનો માનવી પ્રમાદી. લોભી થયો. એ ક્યાંથી સંભાળશે ધરતીનું સંચાલન? માનવ તો પ્રલોભન. અહંકાર. લાલસા. તુચ્છતામાં અટવાયો. હવે અવતાર ધારણ કરવો પડશે. શ્રીકૃષ્ણે ગહન ચિંતન કર્યું. બ્રહ્માને મળ્યા. મહાશિવની સંમતિ લીધી. નવ નારાયણનું આવાહ્ન કર્યું. પ્રસ્તાવ મૂક્યો. સૌએ સહર્ષ સ્વીકાર્યો. નવનાથ સ્વરૂપે ધરતી ઉપર જન્મ લીધો.
નવનાથ અયોનિજન્મા છે. નારીના પેટે જન્મ્યા નથી. માછલીને પેટે. ગોબરમાંથી. નાગણના પેટે. અગ્નિકુંડમાંથી. ભિક્ષાપાત્રમાંથી. ગજકર્ણમાંથી. દર્ભમાંથી. કાદવમાંથી. જળમાંથી. નવનાથ પ્રગટ્યા. મત્સ્યેન્દ્રનાથ. ગોરખનાથ. જાલંધરનાથ. કાનિફનાથ. ચર્પટીનાથ. ભર્તૃહરિનાથ. નાગનાથ. રેવણનાથ. ગહિનીનાથ. એ તમામના ગુરુ. બ્રહ્મા વિષ્ણુ મહેશ. એક જ સ્વરૂપમાં સમાયા. ગુરુ દત્તાત્રેય. નવનાથને તમામ શક્તિ સિદ્ધિ પ્રાપ્ત હતી. અનેક અવતાર ધારણ કરી શકતા. એક સાથે અનેક સ્થળે સંભવી શકતા. ગુરુ મત્સ્યેન્દ્રનાથે નાથ સંપ્રદાયની સ્થાપના કરી. ગોરખનાથ એમના શિષ્ય. જાલંધરનાથ એટલે અંતરિક્ષ નારાયણનો અવતાર. અતિ તેજસ્વી. મહાપ્રતાપી. મહાજ્ઞાની. કાનિફનાથ એમના પટશિષ્ય. જાલંધરનાથને ‘જન પીર’ પણ કહે. એમનો ખોડેલો ચીપિયો. એમના આદેશ વિના. કીસકી મગદૂર હૈ?
અબ ખેલ ખરો જામ્યો મેરે ભાઇ. મહારાણીની રાજ હઠ. એમાં સ્ત્રી હઠ સામેલ થઇ. સામે હતી યોગી હઠ. આજ્ઞા કરી રાજમાતાએ. રાજકુમારને જગતભરના મોહમાયામાં બાંધી દો. મહેલની ચકાચૌંધમાં બહારની દુનિયાનો સાયો પણ ના પડે. તમામ ઐશોઆરામ હાજર કરો. વિલાસમાં લીંપી દો એને. નર્તકીઓના પાશમાં જકડી લો. રાજકાજ. યુદ્ધકળા શીખવો. સાહ્યબીના આલમમાં રાજકુમાર રાચવા લાગ્યો. વિશ્વભરની સુંદરીઓ અડખે પડખે. જગતભરના ભોગવિલાસ ઉપર તળે. આ જ તો દુનિયા. આ જ તો જીવન. કુમારનો રાજ્યાભિષેક થયો. ચારસો પટરાણીઓનો ધણી. ‘રાજા ગોપીચંદ’. પહેલીવાર ૧૯૩૮માં બનેલી. બીજીવાર પણ ૧૯૩૮માં બની. એક હિન્દી. બીજી મરાઠી. દિગ્દર્શક હતા ભાલજી પૈંઢણકર. ગુજરાતી ફિલ્મ ૧૯૭૯માં બની. કેશવ રાઠોડના કથા પટકથા સંવાદ અને ગીતો. દિગ્દર્શક ભૂપેન્દ્ર દેસાઇ.
....અને અરવિંદ ત્રિવેદી. આંખનો અભિનેતા. ગુજરાતી સ્ક્રીનનો એકમાત્ર સિતારો જેની આંખો સંવાદ કરે. પાત્ર હોય કે દર્શક. દરેક સાથે. રાજકુમારની મદોન્મત્ત. લોલુપ. લાલસુ નજર. ક્યારે જ્ઞાન પિપાસુ. નિર્લેપ. નિર્મળ. માયાળુ થઇ ગઇ. કોઇને ખબર ના રહી. તો ક્યા ગુરુ જાલંધરનું વિધાન સત્ય હો ગયા? કોઇ કારણ તો નહોતું! રૂપનો અજબ અંબાર સુલક્ષણા. રાજાની પત્ની. એના કમનીય મોહપાશથી બીજે જાય ક્યાં રાજો? રાજમાતાના મનમાં તો વિજયરથ દોડતા’તા. હવે મારો રાજો ક’દી જોગી નહીં બને.
ચલો અબ તો ઇચ્છા સફલ હુઇ. ગુરુ જાલંધરનાથ પાસે માફી માંગી લઉં. ખૂબ તિરસ્કારથી જાકારો આપેલો. પછતાવો થયો. મહેલમાં રાતે સૌ સુતા હતા. રાજમાતા ગુરુદેવના થાનકે જવા નીકળ્યા. અંધારામાં એને જતા જોઇ ગઇ. સુલક્ષણા રાણીની કુલક્ષણા દાસી. પછી તો એના મતલબ નીકળ્યા. મૈયા તો ગઇ હતી ક્ષમા માગવા. પુત્ર માટે અમરત્વ માગવા. દાસીએ સુલક્ષણાને ચઢાવી. ગોપીચંદને બાતમી આપી. રાજા ઉશ્કેરાયો. માના ચરિત્ર પર શંકા કીધી. જોગી જાગલંધરની ધૂણીએ પહોંચ્યો. સમાધિલીન હતા. કુવામાં ઘરબી દીધા. એ જ સ્થિતિમાં. અનર્થ. ઘોર અનર્થ. શિષ્ય કાનિફનાથને આવેશ ચઢ્યો. ના કાનિફનાથ ના. જાલંધરે સમાધિમાંથી શિષ્યને સમજાવ્યો. આ જ તો આપણી સાધુતાનો પરિચય. હવે રાજા ગોપીચંદ બહુત જલદી સાધુ થવાનો.
માતાએ પુત્રને ભૂલ સમજાવી. અપરાધની માફી માગવા કહ્યું. ગોપીચંદ ચિંતાતૂર. હે કાનિફનાથ કોઇ ઉપાય? ધાતુના પૂતળા બનાવ. લો બનાયા મા’રાજ. હાજર થા કૂવા પાસે. લો હાજિર હું. પણ મારો ઇશારો પારખજે. તરત આઘો ખસી જજે. આદેશ ગુરુદેવ આદેશ. કાનિફનાથે પૂછ્યું. કૌણ છે તું? કૂવામાંથી અવાજ આવ્યો. હું ગૌડ બંગાળનો મહારાજા ગોપીચંદ. રાજા પૂતળું મૂકી હટી ગયો. પૂતળું ભસ્મ. કાનિફનાથે ફરી આદેશ માગ્યો. કોણ છે તું? હું રાજા ગોપીચંદ. ચારસો પટરાણીઓનો ધણી. ફરી પૂતળું ભસ્મ. ત્રીજી વાર કાનિફનાથે પૂછ્યું. આદેશ ગુરૂદેવ. હવે બોલ તું કોણ? આપનો શિષ્ય ગોપીનાથ જોગીરાજ. પહેલે દો પૂતલેમાં સારી માયા ભસમ કીધી ગુરુએ. ત્રીજા આદેશમાં ગોપીચંદને ખબર પણ ના રહી. સાધુ ગોપીનાથ થઇ ગયો.
અબ તો, એક હી આદેશ. અલખ નિરંજન! ભિક્ષાન્ન દેહી. ‘ટુકડે મેં સે ટુકડા કરી દેના મેરે લાલ. હે લાલ મેરા દિલ મેં સંતો. લાગી વૈરાગી રામા. જોયું મેં તો લાગી હોજી’. ગૌરાંગ વ્યાસનું ભવ્ય સંગીત. કૈસી અલખ જગાવે મેરે ભાઇ. ‘રાજ નવ જોયે મુને. પાટ નવ જોયે રે ભરથરી’. વિલાસ અને વૈભવ. જુઓ તો એક જ લાગે. પણ બંનેના અરથ પદારથ સાવ નોંખા. એક ભૌતિકતા. એક આધ્યાત્મ. બંને અડખે પડખે. બીચ મેં એક ઝીણા પરદા. નજર હોય એને ફકત દેખાય. રાજા મહારાજા તો એકાદ મુલકના. વૈરાગી આખા જગતનો નાથ. ગોપીનાથ! આદેશ ગુરુદેવ! સાધુ તો ચલતા ભલા. છોડી દે ગૌડ બંગાળ. વ્યાપી જા જગતમાં. અલખ નિરંજન. જો આજ્ઞા. કસોટી આકરી થશે. આદેશ ગુરુદેવ. તો જા ગોપીનાથ. તારી રાણી સુલક્ષણા સામે. મૈયા કહે એને. માગ ભિક્ષા.
પગ તળેથી જમીન ખસી ગઇ. એ કેમ બને ગુરુદેવ? એને મૈયા કહું? આઠ-આઠ પ્રહર જેનું કોમળ પડખું સેવ્યું એને? સબૂર! અડખે કે પડખે. સાધુ કો કોઇ સંબંધ નહીં હોતા. આ કરી શકે તો પાછો આવજે. નહીંતર ત્યાં જ રોકાઇ જજે. ઔર સુનો. આ તો પહેલી કસોટી હૈ. આગળ વિપદા ભારી હશે. જો આદેશ. અલખ નિરંજન. ગુરુદેવ ગુફા બહાર ચલે ગયે. સાધુ ગોપીનાથ અબ શું કરશે? ફરીથી રાજા બનશે? ફરી નર્તકીઓના પાશમાં જકડાશે? ફરી રાજમાતા એને રોકી લેશે? કે પછી મહેલમાંથી પેલો ચીપિયો ઊઠાવી ચાલી નીકળશે. અલખની વાટે. અકલ્પ્ય આટાપાટામાં ફરતી ફિલ્મ. ‘રાજા ગોપીચંદ’. જોવા જેવી. ઉમદા ફિલ્મ. ઠસ્સાદાર પટરાણી સરલા યેવળેકર. જાજરમાન રાજમાતા ઊર્મિલા ભટ્ટ. સાથે એક પ્રચંડ ભૂમિકામાં મનહર દેસાઇ.
રસપ્રદ કથાનક. મૈં કહને બેસું તો. બે શબદની વાત. ઔર તમે સુણવા લાગો. તો યુગ યુગાન્તરની કથા. કૈસા મેળ બેસાડ્યા શબદના મેરે ભાઇ? રંજન તું. નિરંજન પણ તું. લગની અલખની લાગે. તો અલખ જાગે. ફીર તો એક હી આદેશ! અલખ નિરંજન....
Viral Mehta