એક રે ક્યારામાં જેવાં
ઝૂક્યાં ચંપો કેળ
ગોરમાને પાંચે આંગળીએ નહીં. બંને હાથે નહીં. ગુજરાતી સાહિત્ય અને કલાની દેવતાઇ
અવતરલી. એના દૈવતના ખોબલે ખોબલે નહીં. આયખે આયખે પૂજેલી ફિલ્મ. તોય રમેશભાઇને
નાગલાં ઓછાં પડ્યાં રે લોલ. વાત જ એવી છે. ‘આંગણે મ્હેંક
મ્હેંક જૂઇની વેલ’. ના જોતા. કહું છું. ના
જોતા. પરણેલાને ફરી પરણવાનું મન થશે. કુંવારા કુંવારા રહી જશે. ઓહોહો.... ‘કે જૂઇના રેલા દડે રે લોલ’. એવી તો બધાને
ક્યાં મળશે? રીટા ભાદુરી. એમને જોયા પછી. ‘બાઇ મારે તો ઓરડા ઠેસે ચઢ્યા રે લોલ’. સેલિબ્રેશન. ગુજરાતી સિનેમા જગતના સૌથી મોટા ઉત્સવ જેવી
ફિલ્મ. હા, અંદાજ તો તમનેય આવી ગયો. તોય નહીં કહું નામ. કલમ. કસબ. કલા. કૅમેરા.
બધાને સૌથી વ્હાલી ગુજરાતી ફિલ્મનું નામ એમ જ કહી દઉં? બેસો વાત કરીએ. સામે
હૉટલમાં. દુકાન છે સાંકડી. ચા મળશે ફાંકડી. લ્યો હેંડો ત્યાં જ. જ્યોતિ હૉટલ.
માલિક અંબાલાલ. વાહ! એની જ તો વાત છે. આવો....
યે કૌન આજ આયા સવેરે સવેરે. આહા! રેડિયોમાં પંકજ
મલિકનું ગીત વાગે છે.
વાત શું કરું? વાત જ મને કોરી ખાય છે
ભૈલા. મેં મારા અંતરાત્માથી સંતાડેલી વાત. કોઇને કીધી નથી મોંઢામોંઢ. મારાથીય સંતાડતો
ફરું છું. મારા પાપની ગાંસડી. પણ.... એને ખબર પડી ગયેલી. મારા વગર કીધે. બધું જ
જાણતી’તી. મારી પત્ની. મારી જિંદગી. મારા ઘરની આબરૂ. ઢાંકી
દીધું એણે મારું પાપ. એવું તો શું થયું અંબાલાલ? પહેલા નહોતું. બિલકુલ
આવું નહોતું હોં. સવારથી સાંજ. હોટલ ભરચક રે’તી. ધંધો ધીકતો. સુખના
દિવસો હતા. બા હતી. નાનો ભાઇ કેશવો પાંચેક વરસનો. સુલક્ષણા પત્ની. સમૃદ્ધિનો તોટો
નહીં. એવામાં બાની તબિયત લથડી. કોઇ ઇલાજ કામ ના આપે. ‘હવે તો એક જ ઇલાજ
રહ્યો’. બા પથારીમાં પડ્યા પડ્યા ઊંચે જોઇને બોલતી. કેશવો
એને બહુ વહાલો. જીવ એમાં અટકેલો. છેલ્લી વેળનું વચન લીધું. મારી પત્ની પાસે. ‘વહુ, પહેલાં વચન આપ. તો જ ગંગાજળ મોંએ ધરું’. ‘બા તમારો દરેક હરફ મારું
વચન માનજો’. ‘વહુ આને પેટના જણ્યા
કરતાંય વધારે ગણજે’. કેશવાનો હાથ ઝાલી મારી
પત્નીના હાથમાં મૂક્યો. એણે વચન આપ્યું. ‘હા, બા કેશવાને
પંડ્યના દીકરા કરતાંય વધારે સાચવીશ’. ‘દીકરા આજથી આ તારી ભાભી નહીં. બીજી બા’. બોલીને બાએ ગંગાજળનું આચમન કર્યું.
આ સ્તરનું કંઇ પણ. આ પહેલા કે પછી નથી. આઇ સ્વૅર, ક્યાંથી હોય? આવી કથા તો ફરી લખે કોઇ? એકેએક ગીત
સરસ્વતીની માળાનો મણકો. માધવ રામાનુજની ‘રોઇ રોઇ ઉમટે’ જેવી ભાવવાહી રચના. ‘ઝીણાં ઝીણાં રે
આંકેથી’ અનિલ જોષી ચાળે પછી કાયા લોટ થઇને ઊડે જ ઊડે. ‘આંખે કંકુના સૂરજ’. રાવજી પટેલ. વાગીશ્વરીનું
‘હંસગીત’. ક્યાંથી ફરી
લખાય? ‘મનનાં મેળ’. બાલમુકંદ દવે મેળવે એવાં ક્યાં મળે? રમેશભાઇ, તોય ‘નાગલાં ઓછાં પડ્યાં રે
લોલ’ હેંને! ક્ષેમુ
દિવેટિયાના સંગીતમાં આ પારસમણિ એવા તો ઝગે કે આખું સિનેજગત સોનાનું લાગે. ‘કાશીનો દીકરો’ હંમેશાં ચિરંજીવ.
ચિરંતન રહેશે.
બાલમુકુંદ દવે. અનિલ જોષી. રમેશ પારેખ. માધવ રામાનુજ. રાવજી પટેલ. ક્ષેમુ
દિવેટિયા. પ્રબોધ જોષી. કાન્તિ મડિયા. રાસબિહારી દેસાઇ. વિભા દેસાઇ. જનાર્દન રાવળ.
હર્ષદા રાવળ. કૌમુદી મુન્શી. અને બા-અદબ-બા-મુલાહિઝા-હોંશિયાર.... વિનોદિની નીલકંઠ.
મહિપતરામ રૂપરામ નીલકંઠ. મૂળ આપણા સુરતના. એમના દીકરા રમણલાલ મહિપતરામ નીલકંઠ. કેવું
ગરવું ગરવું લાગે હેંને! દાદા ને પિતા પહેલાં દીકરીનું નામ લખવાનું. રાઇનો પર્વત. ભદ્રં
ભદ્ર. ગુજરાતી સાહિત્યની બે અમર કૃતિઓના સર્જક રમણભાઇના સુપુત્રી. વિનોદિની નીલકંઠ.
‘માત્ર સ્વભાષાના સાહિત્યથી અજ્ઞાન હોવામાં કાંઇ
જ અડચણ નહીં એમ માની ઉચ્ચ શિક્ષણનો ક્રમ ગોઠવાય અને તેમાં આપણા જ સુશિક્ષિત પુરુષો
એમ કહે કે આપણી ભાષામાં સાહિત્ય જ ક્યાં છે તે શીખવાની જરૂર હોય, આથી વિશેષ શોચનીય
શું હોય’? લેડી વિદ્યાગૌરી નીલકંઠ. વિનોદિની બેનના માતા.
એમનું પ્રવચન. વડોદરામાં. ગુજરાતી સાહિત્ય પરિષદનાં અધિવેશનમાં. લેડી નીલકંઠ સાહિત્ય
પરિષદના પહેલા મહિલા પ્રમુખ. સન ૧૯૪૩. એમના દીકરી વિનોદિની બેન. ગુજરાતનાં પ્રથમ
મહિલા. જેમણે વિદેશ જઇ ઉચ્ચ અભ્યાસ કર્યો. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી એમ.
એ. વિ. ની.ની એક બેનમૂન કૃતિ ઉપરથી ફિલ્મ બની.
ગોરમાને પાંચે આંગળીએ નહીં. બંને હાથે નહીં. ગુજરાતી સાહિત્ય અને કલાની દેવતાઇ
અવતરલી. એના દૈવતના ખોબલે ખોબલે નહીં. આયખે આયખે પૂજેલી ફિલ્મ. તોય રમેશભાઇને
નાગલાં ઓછાં પડ્યાં રે લોલ. વાત જ એવી છે. ‘આંગણે મ્હેંક
મ્હેંક જૂઇની વેલ’. ના જોતા. કહું છું. ના
જોતા. પરણેલાને ફરી પરણવાનું મન થશે. કુંવારા કુંવારા રહી જશે. ઓહોહો.... ‘કે જૂઇના રેલા દડે રે લોલ’. એવી તો બધાને
ક્યાં મળશે? રીટા ભાદુરી. એમને જોયા પછી. ‘બાઇ મારે તો ઓરડા ઠેસે ચઢ્યા રે લોલ’. સેલિબ્રેશન. ગુજરાતી સિનેમા જગતના સૌથી મોટા ઉત્સવ જેવી
ફિલ્મ. હા, અંદાજ તો તમનેય આવી ગયો. તોય નહીં કહું નામ. કલમ. કસબ. કલા. કૅમેરા.
બધાને સૌથી વ્હાલી ગુજરાતી ફિલ્મનું નામ એમ જ કહી દઉં? બેસો વાત કરીએ. સામે
હૉટલમાં. દુકાન છે સાંકડી. ચા મળશે ફાંકડી. લ્યો હેંડો ત્યાં જ. જ્યોતિ હૉટલ.
માલિક અંબાલાલ. વાહ! એની જ તો વાત છે. આવો....
યે કૌન આજ આયા સવેરે સવેરે. આહા! રેડિયોમાં પંકજ
મલિકનું ગીત વાગે છે.
આવીએ કે, અંબાલાલ? અરે આજે આટલા વરહે? આ ખાલી ભંડકીયાંમાં.... પધારો પધારો. મુજ કમભાગીને
ત્યાં.... અંબાલાલનો અવાજ ભીનો થઇ ગયો. અરે અરે, શાંત થાવ અંબાલાલ. કેમ આમ ઢીલા થઇ
ગયા? મારા જેવા જઘન્ય અપરાધીને આંગણે વર્ષો પછી કો’ક આવ્યું. ખાલીખમ્મ આ હોટલમાં. તમે નહીં માનો.... હીબકું
ભરતાં અંબાલાલે કીધું. એક’દી અચાનક. એક પછી એક ઘરાક.
અડધે ભાણે ઊઠીને ચાલ્યા ગયા.... એવું કેમ થયું અંબાલાલ? ન ઉખેળો જૂનાં
પોટલાં તો સારું. બોલતા બોલતા અંબાલાલનો સ્વર ફરી રુંધાયો. અંબુભાઇ છાના રો’. કહી દો જે મનમાં હોય તે. વાત કરશો તો હૈયું હળવું થશે.
વાત શું કરું? વાત જ મને કોરી ખાય છે
ભૈલા. મેં મારા અંતરાત્માથી સંતાડેલી વાત. કોઇને કીધી નથી મોંઢામોંઢ. મારાથીય સંતાડતો
ફરું છું. મારા પાપની ગાંસડી. પણ.... એને ખબર પડી ગયેલી. મારા વગર કીધે. બધું જ
જાણતી’તી. મારી પત્ની. મારી જિંદગી. મારા ઘરની આબરૂ. ઢાંકી
દીધું એણે મારું પાપ. એવું તો શું થયું અંબાલાલ? પહેલા નહોતું. બિલકુલ
આવું નહોતું હોં. સવારથી સાંજ. હોટલ ભરચક રે’તી. ધંધો ધીકતો. સુખના
દિવસો હતા. બા હતી. નાનો ભાઇ કેશવો પાંચેક વરસનો. સુલક્ષણા પત્ની. સમૃદ્ધિનો તોટો
નહીં. એવામાં બાની તબિયત લથડી. કોઇ ઇલાજ કામ ના આપે. ‘હવે તો એક જ ઇલાજ
રહ્યો’. બા પથારીમાં પડ્યા પડ્યા ઊંચે જોઇને બોલતી. કેશવો
એને બહુ વહાલો. જીવ એમાં અટકેલો. છેલ્લી વેળનું વચન લીધું. મારી પત્ની પાસે. ‘વહુ, પહેલાં વચન આપ. તો જ ગંગાજળ મોંએ ધરું’. ‘બા તમારો દરેક હરફ મારું
વચન માનજો’. ‘વહુ આને પેટના જણ્યા
કરતાંય વધારે ગણજે’. કેશવાનો હાથ ઝાલી મારી
પત્નીના હાથમાં મૂક્યો. એણે વચન આપ્યું. ‘હા, બા કેશવાને
પંડ્યના દીકરા કરતાંય વધારે સાચવીશ’. ‘દીકરા આજથી આ તારી ભાભી નહીં. બીજી બા’. બોલીને બાએ ગંગાજળનું આચમન કર્યું.
નાનો કેશવો બીજી બા, બીજી બા બોલતા થાકતો નહીં. કેશવાને બીજી બા મળી. ને બાને
મળ્યો પહેલો ‘દીકરો’. વિનોદિની નીલકંઠની મૂળ વાર્તા. એ ઉપરથી ફિલ્મ બની. કેશવો
મોટો થયો. બીજી બાને પહેલે ખોળે શંભુ જન્મ્યો. તોય મલકભરમાં લોકો કેશવાને જ
કહેતા.... ‘કાશીનો દીકરો’. દિગ્દર્શક
કાન્તિ મડિયા. આજે સાલ નથી કહેતો. સતત અને શાશ્વતને સાલ નથી હોતી. ગુજરાતી ચિત્રપટ
જગતનું આ અણમોલ સતત છે. સદીઓ સુધી શાશ્વત રહેશે.
અંબાલાલ તમે કારણ કીધું નહીં? શું કામ ભૈલા મને? કહી દો અંબાલાલ આજે. કબૂલી લો તમારું.... કદાચ એ જ પ્રાયશ્ચિત બને.
કેશવાનું લગ્ન નક્કી થયું. કાશીના ભાઇને ગામ. પડોશમાં સરકારી
અમલદારનું ઘર. બંનેના મેડાની બારી સામસામે. ઝરૂખો તો સાવ અડીને. ત્યાંથી કાગળનો
ડૂચો વાળીને ફેંકો તો, મનના મેળ મળી જાય. મળી ગયા. ‘રુદિયાના રાજા’ કેશવ ને ‘રુદિયાની રાણી’ રમા. ‘ચોકમાં ગૂંથાય જેવી
ચાંદરણાંની જાળી, જેવી માંડવે વીંટાઇ નાગરવેલ’. જોવા ન મળે
હોં. એવું રૂપ. અમારું તો ખોરડું ઝળહળી ઉઠ્યું. આબરૂ શાખ વધી ગઇ. લગ્નને દા’ડે તો આખું ફળિયું, સગા સંબંધી સૌ કોઇ હરખઘેલા થયેલા. શું
જોડી જામેલી. કેશવ રાજકુમાર. રમા આખો પરીલોક. લોકો નજર ભરીને જોઇ રહેલા બંનેને. ને
નજર લાગી ગઇ. કાશી તો ઓવારણાં લેતાં ધરાતી નહોતી. પરણ્યાની રાતે જ. કેશવો અંદર
આવતો’તો. ઉંબરે પગ મેલ્યો જ હશે. કોણ જાણે કયા ભવનો
વેરી. કુંડળી મારીને બેઠેલો. એના ઉપર જ પગ પડ્યો. સફાળો જાગી ગયો ફણીધર. કેશવને
પગે ડંખ દઇ દીધો....
તો દાક્તર કે કોઇ? હતા, વૈદ. દાક્તર બધા. ગામનો
ભૂવો સુદ્ધાં આવેલો. કેશવાએ પણ આંખ ખોલી. એની પરણેતરનું મોં ભાળવા. કેવું રૂડું
હસેલો.... અમને તો એમ કે હમણાં બેઠો થશે. પણ હસતા મોંએ જ.... નવોઢા પહેલી જ
રાતે.... જોયું ના જાય આવું નાજુક ફૂલ. સફેદ સાડીમાં. તે દી’થી કાશીએ પણ સફેદ સાડલો પહેરી લીધો. એના તો દીકરાની વહુ એટલે
દીકરી. એક જ ગામની. એટલે બહેન પણ ખરી. મનાવી. ફરી પરણવા. રમા એકની બે ન થઇ. હું તો
અહીં જ રહીશ. ‘કેવાં રે મળેલાં મનના
મેળ, રુદિયાના રાજા. એવાં રે મળેલાં મનના મેળ’. કાશી ગઇ’તી તે દા’ડે પરગામ. ઘરમાં હું.
શંભુ અહીં હોટલે બેઠેલો. રમા ઘેર હતી. પડોશના કમળા કાકી નવરાશ ગાળવા આવતા. તે
બપોરે મારું જમવા આવવું. રસોડે કોઇ ચહલ પહલ નહીં. ઘર આખું શાંત. થાળી પિરસેલી હતી.
હું જમીને ઓરડે જતો’તો. રમાની આંખ મળી ગયેલી.
બારણું આડું કરીને સૂતેલી. ગુલાબી પગની પાની દેખાઇ મને. રેશમમાં ધોયેલું રૂપ હતું.
મારા કાળજાનો ક્હોયલો માંહ્યલો.... ચીસ પાડવા ગઇ રમા. મેં એક હાથના પંજાથી એનું
મોં રહેંસી.... ફીંદાઇ ગઇ કોમળ કળી. એની માસૂમિયત મારી હેવાનિયતનો ભોગ બની.
રાજકપૂરના પ્રેમગ્રંથમાં પણ આ જ સિક્વન્સ. કોઇ માને. અવગણે. સ્વીકારે. મોં
સંતાડે. પુરૂષમાં હેવાન જાગે. ગમે ત્યારે. જાગી શકે. સ્ત્રી કોઇ પણ હોય. હા, કોઇ
પણ. પામર પુરુષની લાલસા. વાસના. હવસ. અત્યાચારનો સીધો અને પહેલો શિકાર.... વિનોદિની
બહેન મહિલા પરના જુલમની વાત કરીને અટકતા નથી. બાહોશીપૂર્વક અત્યાચારનો સામનો
કરવાની વાત કહે છે. કાશી પાછી ફરી. રમાને દોઢેક મહિનો. મોંમાં મોળ ચઢે. પામી ગઇ
બધું જ. કોઇને કાનોકાન ખબર શેની પડે? કાશીએ પોતે સુવાવડી
હોવાની વાત જાહેર કરી.... નીકળી ગઇ રમાને લઇને જાત્રાએ. આઠ મહિના પ્રવાસ. નવમે
મહિને શહેરમાં.... દવાખાને માનું નામ શું લખાવેલું ખબર છે? કાશીબેન અંબાલાલ
ભટ્ટ. દીકરો જન્મેલો. રમાને ખોળે.
હવે રમાનો દીકરો એ જ ‘કાશીનો દીકરો’. પછી વર્ષો પહેલાં હતી. એવી જ એક રાત. કીકાનો હાથ રમાના
હાથમાં. ‘દીકરા, આજથી આ તારી.... બીજી બા’! એ જ પલંગ. એ જ પવિત્ર ગંગાજળ. એ જ પાવન વચન. રાગિણી તમે તો
જીવતું કરી દીધું ગુજરાતી સિનેમા. ગજું તો ઑર્ડિનરી લોકો માટે વપરાય. ઍક્સટ્રૉર્ડિનૅરને
ગુજરાતીમાં ગિરેશ દેસાઇ કહેવાય. અંબાલાલ!
એક ટૂંકી વાર્તા. અમસ્તી નહીં જ વળી. કોઇ પણ પાત્રના સંદર્ભે ફરી ફરી લખી
શકાય. ફરી ફરી વાંચી શકાય. દર વખતે નવી વાત મળે. ફિલ્મ પણ એવી જ. જુઓ ત્યારથી
જીવનમાં વણાઇ જાય. ગણ્યા ગણાય નહીં એટલા પારિતોષિકો, ઇનામો, અવૉર્ડ્સ મળેલાં. બરૂન
મુકરજીની છબિકલા બેનમૂન હતી. એ જમાનામાં પણ. ફરી ફરી લાઇનમાં ઊભા રહીને. હોંશે
હોંશે લોકો ટિકિટ મેળવતા. એકવાર જોનારે. નહીં, નહીં તોય ત્રણેક વાર ફિલ્મ જોયેલી.

Viral Mehta