27 જૂન, 2014

તમને પહેલા ક્યાંક જોયા છે! (Hollywood Cafe 33)


તમને પહેલા ક્યાંક જોયા છે!
બૉસ, તમે જેન્તીલાલને?’ ના ભૈ હું છનાલાલ. અરે હોય કંઇ? તમે જેન્તીલાલ જ છો. યાર કીધુંને, હું છનાલાલ. ના હોય યાર, આપણે પહેલા મળ્યા છીએ. અમથાલાલને ઓળખો’? ના, હું નથી ઓળખતો. પણ તોય તમે જેન્તીલાલ જ છો. હાચ્ચું કોને’? બસ હવે તમે હદ કરો છો પાર્ટી. ના ના તો તમે પહેલા કોઇ વાર જેન્તીલાલ હતા ખરા’? ‘એકવાર કીધું હું પહેલા પણ છનાલાલ હતો. આજે પણ છનાલાલ છું. ને ફ્યુચરમાં પણ છનાલાલ જ રહેવાનો છું. મજાક છોડોને જેન્તીલાલ’? ઓળખાણની ગરબડ ચાલતી હતી ત્યાં ત્રીજો આવ્યો. એ પણ પેલાને જેન્તીલાલ કહેવા માંડ્યો. ઘડી, બે ધડી તો એનેય ડાઉટ પડ્યો કે પોતે ખરેખર છનો કે જેન્તી? ચૂપ થઇ જાવ બધા. હું કોણ છું એ તમે નક્કી કરશો’? ‘’ત્યાં તો નસીબજોગે જેન્તી આવી ગયો.  એણે બધાને ટાઢા પાડ્યા. જો કે આશ્ચર્ય તો એને પણ થયું. એના જેવો જ આબેહૂબ દેખાતો બીજો માણસ? કેવી રીતે?
વિજ્ઞાન પાસે આનો કોઇ પદ્ધતિસરનો ઉકેલ નથી. અલગ માતા પિતાના સંતાનોમાં સમાન DNA હોય એવાં રેકૉર્ડ્સ પણ છે. સમાન પૂર્વજોની થિયરી જોઇએ તો આપણા સૌના માતા પિતા યુગો પહેલા સમાન જ હતા. છતાં આપણે એક બીજાથી અલગ છીએ. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ પણ અહીં પાછો પડે છે. આને કહેવાય કુદરતનો જાદૂ છે. આવો જાદૂ તમારી સાથે પણ થઇ શકે. હૉલિવૂડના અનેક સુપ્રસિદ્ધ સ્ટાર્સ સાથે આવું થયું છે. અહીં ફોટોગ્રાફ્સ જોશો તો લાગશે કે, એક જ સ્ટારની બે તસવીરો છે. એવું નથી. બંને અલગ સ્ટાર્સ છે. આજે તમારે એમની ઓળખ કરવાની છે. તૈયાર છોને?

  
બોલો. આમાંથી એક છે, જ્હોન ક્રિસ્ટોફર. અને બીજો છે, સ્કીટ યુલ્રીચ. એક એલ્બિનો એલિગેટર, સ્ક્રીમ, રોબોટ ચિકન જેવી હિટ ફિલ્મનો સ્ટાર છે. બીજો ચોકલેટ ફેક્ટરી, એલિસ ઇન ધ વન્ડરલૅન્ડ, પાયરેટ્સ ઑફ કેરેબિયન મૂવિનો હીરો છે. તમે કહેશો, એ તો જ્હોની ડેપ હતો. હા, જ્હોન ક્રિસ્ટોફર એ જ જ્હોની ડેપ. જ્હોની ૧૯૬૩માં કેન્ટકીમાં જન્મ્યો હતો. હમણાં ૯મી જૂને જ એની બર્થડે હતી. સ્કીટનો જન્મ વર્જિનિયામાં થયો. ૨૦ જાન્યુઆરી, ૧૯૭૭માં. હવે આ તસવીરમાં કોણ સ્કીટ અને કોણ જ્હોની? ખોળી કાઢો. 

 
હવે આ જુઓ. લાગે છેને એક જ છોકરીના બે અલગ હૅર સ્ટાઇલમાં લીધેલા ફોટોગ્રાફ્સ? પણ આમાંથી એક છે, સેટરડે નાઇટ લાઇવ, બ્રોકબૅક માઉન્ટેન, પ્રિન્સેસ ડાયરીઝ ફેમ એન હથાવે. અને બીજી છે, 27 ડ્રેસીસ, વૉટ હેપન્સ ઇન વેગસ, સમ વન લાઇક યુ ફિલ્મોની ચાર્મિંગ સ્ટારલેટ ક્રિસ્ટીન રીટર. ક્રિસ્ટીન ડિસેમ્બર ૧૯૮૧માં પેન્સિલવેનિયામાં જન્મી. તો એન એના બરાબર એક વર્ષ પછી ડિસેમ્બર ૧૯૮૨માં બ્રૂકલીન, ન્યૂયૉર્કમાં. બોલો, કહી શકશો આમાંથી ક્રિસ્ટીન કોણ અને એન કોણ?

 
પીસ, લવ ઍન્ડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ,ધ કોવેનન્ટ,લૉંગ લૉસ્ટ સન.... યાદ આવ્યું? યસ, ચેસ ક્રોફર્ડ. ઉપરની તસવીરમાં એક ચેસ છે. તો બીજો? બીજો પણ એવો જ દેખાય છે. એ છે, સેલિબ્રિટી,રૂલ્સ ઑફ એટ્રેક્શન,ઇન એનિમી હૅન્ડ્સ ફેમ સ્ટાર ઇયન સમહોલ્ડર. ઇયન ડિસેમ્બર ૧૯૭૮માં અને ચેસ જુલાઇ ૧૯૮૫માં જન્મ્યો છે. આઠેક વર્ષનો ડિફરન્સ. તોય જુઓ બંનેના ચહેરા. આંખોનો રંગ. જૉ લાઇન. સેમ ટુ સેમ. તો હવે ખોળી કાઢો, ગૉસિપ ગર્લમાં આ બેમાંથી કોણ હતું

 
ઓળખી કાઢ્યો? લે....  હું કંઇ કહું તે પહેલા જ? બ્રેડ પીટ ખરુંને? બેઉ ફોટોગ્રાફ્સ પીટના જ છે. એવું લાગે છેને? પણ એમાંથી એક એના ડૅડીની ઉંમરનો સુપર સ્ટાર છે. બે-બે વાર ઓસ્કર જીત્યો છે. એક ઑર્ડિનરી પીપલના ડિરેક્ટર તરીકે. બીજો લાઇફ ટાઇમ અચિવમેન્ટ. આ બૉસ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ફાઉન્ડર છે. અ બ્રિજ ટુ ફાર, ઇનડિસન્ટ પ્રપોઝલ,અપ ક્લોઝ એન્ડ પર્સનલ જેવી સુપર હિટ ફિલ્મોનો સુપર સ્ટાર રૉબર્ટ રેડફોર્ડ. આ ફોટોગ્રાફમાં રૉબર્ટ કોણ તે આળખી બતાવો. જો જો હોં, એન્જલિના જૉલી રિસાઇ ન જાય!
 
 
એક ધ ક્રેશમાં બેસ્ટ બ્રેકથ્રૂ પરફોર્મન્સ અવૉર્ડ વિજેતા. તો બીજી ધ ટ્વાઇલાઇટ સાગાની બેલા સ્વાન. એક ધ બ્લાસ્ટ ફ્રોમ ધ પાસ્ટ તો બીજી પૅનિક. એક ટ્રુ ક્રાઇમ માટે જાણીતી તો બીજી એકદમ ક્લુલેસ. એક બટલર, તો બીજી જમ્પર. એકનો જન્મ ઑક્ટોબર ૧૯૭૬માં અને બીજીનો એપ્રિલ ૧૯૯૦માં. તેર વર્ષ ઉંમરનો ફેર. તોય એ જ આંખો. એ જ સ્માઇલ. એ જ મસ્તીખોર અંદાજ. ક્રિસ્ટિન સ્ટીવર્ટ અને અલિસિયા સિલ્વરસ્ટોન. આ ફોટોગ્રાફમાં કોણ? શોધી બતાવો. 

 
બંનેની આંખો જુઓ. બંનેના વાળ પણ એકસરખા. ચીક બોન જુઓ કે સ્માઇલ. સેમ ટુ સેમ. બંને એકબીજાની ધ રૂમમેટ. પરંતુ, એક સિંગર પણ ખરી. લેઇટન મીસ્ટર. બીજી જસ્ટ ગો વિથ ઇટ, (500) ડેઝ ઑફ સમરની સ્ટાર. ટીન ચૉઇસ અવૉર્ડ વીનર. મિંકા કૅલી. ગૉસિપ ગર્લ લેઇટનનું ગુડ ગર્લ્સ ગો બેડ બિલબોર્ડ 100માં પહોંચ્યું છે. મિંકા કરતા એ છ વર્ષનાની છે. મિંકાનો જન્મ જૂન ૧૯૮૦માં. લેઇટન જન્મી એપ્રિલ ૧૯૮૬માં. તોય બંને જોડિયા બહેનો જ લાગે. તમે આમાંથી લેઇટન કોણ તે શોધી આપો હવે. 

 
આ બંનેમાંથી એક પેલી બ્યૂટી બૉમ્બશૅલ કીમ કરદાશિયનનો બૉય ફ્રેન્ડ છે. બીજો નવા જમાનાનો હાર્ટથ્રોબ અને માર્શલ આર્ટ માટે જાણીતો ફિલ્મ સ્ટાર છે. કીમનો બૉય ફ્રેન્ડ અમેરિકાનો સુપ્રસિદ્ધ બાસ્કેટબોલ પ્લેયર છે. એનું નામ ક્રીસ હમ્ફ્રીસ. બીજો ક્રિસ્ટીન સ્ટીવર્ટ સાથે ટ્વાઇલાઇટ સિરીઝમાં પણ હતો. શૅડો ફ્યુરી,એબ્ડક્શન અને વેલેન્ટાઇન્સ ડેએની જાણીતી ફિલ્મો છે. ટેઇલર લાઉટનર. આ ફોટોગ્રાફમાં ટેઇલર અને ક્રીસ ચહેરે મહોરે એકદમ સરખા લાગે છે. કીમ કરદાશિયને એકવાર એમના દેખાવ વિશે ટ્વિટ પણ કરેલું. બંનેની ઉંમરમાં આઠ વર્ષનો તફાવત છે. ક્રીસ ફેબ્રુઆરી ૧૯૮૫માં અને ટેઇલર ૧૯૯૨ના ફેબ્રુઆરીમાં જ જન્મ્યો છે. તો શોધી આપો આમાંથી વેલેન્ટાઇન્સ ડેનો સ્ટાર કોણ?

 
આમાં એક ભાઇ છે અને એક બેન છે. પણ આ ભાઇ-બેન નથી. એક છે, ડિસેમ્બર ૧૯૭૦માં જન્મેલી સુપ્રસિદ્ધ હૉલિવૂડ સ્ટાર જેનિફર કોનેલી. ભાઇનું નામ છે, ડેનિયલ ડી-લ્યૂઇસ. એ ઇંગ્લિશ એક્ટર છે. ડેનિયલનો જન્મ એપ્રિલ ૧૯૫૭માં થયો હતો. ફરી તેરનો ફેર. કોનેલી વિશે તો તમને ખબર હશે જ. ડેનિયલને કઇ ફિલ્મ માટે ઓસ્કર મળેલો એ શોધી કાઢો. 

 
આ બંને પણ ભાઇ-બેન નથી. એક જણ પાસે બ્રિટિશ, આઇરીશ અને અમેરિકન સિટિઝનશીપ છે. બંને એક્ટર છે. એક ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. બીજી વ્યક્તિ સ્ટેજ પર્ફોર્મર, વૉઇસ આર્ટિસ્ટ અને મૉડલ છે. એકનું નામ એલિજાહ વૂડ છે. બીજાંનું નામ મિશ્કા બાર્ટન છે. મિશ્કાનો જન્મ જાન્યુઆરી ૧૯૮૬નો છે, એલિજાહનો જાન્યુઆરી ૧૯૮૧નો. બોલો આમાંથી કોણ એલિજાહ અને કોણ મિશ્કા?
રીંગણ, ટામેટાં, ભીંડાં, કાકડી, વલસાડી હાફૂસ, સફરજન, ચીકુ. ઢગલામાં એકવાર પડી જાય તો ફરી એનું એ જ શોધી શકાતું નથી. આને ક્લોનિંગ કહે છે. એક જ સરખા કદ-આકાર-રંગ. વિજ્ઞાન શાકભાજીના ક્લોનિંગ સફળતાપૂર્વક કરી શકે છે. માનવનું ક્લોનિંગ કરવા હજી સંશોધનો ચાલી રહ્યા છે. એ થઇ જાય તો એક જેવા દેખાતા સંખ્યાબંધ લોકો જોવા મળશે. ક્લોનિંગની વિશેષતા એ છે કે, તેમાં એક જ વ્યક્તિના કોષોને વેજિટેબલ્સની જેમ ફલિત કરીને ગણતરીના દિવસોમાં એના જેવી જ વ્યક્તિ ઉત્પન્ન કરી શકાય છે. વિજ્ઞાનીઓને ક્લોનિંગનો વિચાર હકીકતમાં શાકભાજીને જોઇને જ આવ્યો હતો.
પણ આ તો, કુદરતે કરેલાં ક્લોનિંગ છે. બીજું કંઇ સમજાય કે ન સમજાય, મને તો એક વાત ખબર પડે છે. અમુક ખાસ પ્રકારના ચહેરા સેલિબ્રિટી થવા માટે જ સર્જાયા હોય છે. તમારામાંથી કોઇ શાહરૂખ જેવું લાગે છે? શું વાત કરો છો? તમે પોતે જ? સોનમ કપૂર જેવાં? ના હોય! એટલે જ મને લાગ્યું કે, તમને ક્યાંક જોયાં છે. એની વે, જોક્સ અપાર્ટ. જો આવું ખરેખર હોય તો ચોક્કસ એક દિવસ તમે સેલિબ્રિટી બની પણ શકો. મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે.
Viral Mehta